DIET: મશરૂમને કરો ખોરાકમાં સામેલ, ફાયદા જાણીને રહી જશો દંગ

|

Jan 31, 2021 | 7:27 AM

શિયાળાના દિવસોમાં આપણી આજુબાજુમાં મશરૂમ (MUSHROOMS) સરળતાથી મળી જાય છે. મશરૂમ એક ફાયદાકારક ફૂગ છે. મશરૂમમાં વિટામિન, એન્ટિબાયોટિક્સ, ખનિજો, એન્ટિઓક્સિડન્ટ અને એમિનો એસિડથી ભરપૂર છે.

DIET: મશરૂમને કરો ખોરાકમાં સામેલ, ફાયદા જાણીને રહી જશો દંગ
Mushrooms

Follow us on

શિયાળાના દિવસોમાં આપણી આજુબાજુમાં મશરૂમ (MUSHROOMS) સરળતાથી મળી જાય છે. મશરૂમ એક ફાયદાકારક ફૂગ છે. મશરૂમમાં વિટામિન, એન્ટિબાયોટિક્સ, ખનિજો, એન્ટિઓક્સિડન્ટ અને એમિનો એસિડથી ભરપૂર છે. જેને લોકો મોટાભાગે તેમના આહારમાં શામેલ કરે છે. તેને સ્વાદ માટે પણ ખૂબ પસંદ કરવામાં આવે છે.

મશરૂમમાંથી મળતા વિટામિન ડી(VITAMIN D) શરીરના હાડકાં મોટા પ્રમાણમાં મજબૂત થાય છે. મશરૂમ માનવ શરીરમાંથી ખરાબ કોલેસ્ટ્રોલને દૂર કરવામાં મદદ કરે છે. જે હાર્ટને લગતા કોઈપણ રોગમાં ઘણો ફાયદો આપે છે.

મશરૂમમાં રહેલા એન્ટી-ઇન્ફ્લેમેટરી અને બીટા ગ્લુકોન શરીરને કેન્સરના જોખમથી દૂર રાખે છે. તેમાં ઘણી ફેટ હોય છે અને તેમાં ઓછી માત્રામાં કેલરી હોવાને કારણે તે વજન ઓછું કરવા માટે ખૂબ ઉપયોગી છે. વજન ઓછું કરતી વખતે મોટાભાગના લોકો તેનો આહારમાં સમાવેશ કરે છે.

IPL 2024માં સુનિલ નારાયણની બેટિંગનો જાદુ, જુઓ ક્યારે શું કર્યું
રસોડાના ફ્લોર પર પડેલા સિલિન્ડરના ડાઘ આ રીતે કરો સાફ
SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો
ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો

મશરૂમમાં ભરપૂર માત્રામાં એમિનો એસિડ, એન્ટિબાયોટિક, ખનીજ, એન્ટી ઓકિસડેન્ટ અને પોષક તત્વોને કારણે ઈમ્યુનીટીમાં વધારો થાય છે. કોરોના વાયરસના પ્રકોપથી બચવા માટે ઇમ્યુનીટીના પ્રકોપથી બચવા માટે મશરૂમનો ઉપયોગ કરવું જરૂરી છે.

મશરૂમમાં ખૂબ ઓછી માત્રામાં કેલરી હોય છે. તેથી વજન ઘટાડવા માટે તમારા આહારમાં વાપરી શકાય છે. મશરૂમમાંથી વિટામિન ડી મેળવી શકાય છે. મશરૂમની કેટલીક જાતો જેમ કે પોર્ટેબેલા, બ્રાઉન સેરેમની અને સફેદ બટનોમાં વિટામિન ડી ભરપૂર હોય છે. મશરૂમમાંથી મળતા વિટામિન ડી આપણા શરીરના હાડકાંને મજબૂત કરે છે.

Next Article