Health Tips: લીલા મગની દાળના છે અમુલ્ય ફાયદા, ફણગાવેલા મગથી આ રોગો રહેશે દૂર

|

Oct 24, 2021 | 9:49 PM

Sprouted Moong Benefits: ફણગાવેલ લીલી મગ દાળનું સેવન શરીર માટે ખૂબ ફાયદાકારક છે. જો તમે રોગોને શરીરથી દૂર રાખવા માંગતા હોવ તો લીલી મૂંગ દાળનું સેવન ખૂબ જ ફાયદાકારક છે.

Health Tips: લીલા મગની દાળના છે અમુલ્ય ફાયદા, ફણગાવેલા મગથી આ રોગો રહેશે દૂર
Mung bean benefits

Follow us on

Sprouted Moong Benefits: દાળનું સેવન શરીર માટે ખૂબ જ જરૂરી છે. દાળ આરોગ્યને તંદુરસ્ત બનાવવા માટે પણ કામ કરે છે. ઘણીવાર રોગોમાં પણ ડોક્ટરો દરેકને દાળ ખાવાની સલાહ આપે છે. દાળ જેટલી હળવી હોય તેટલી તંદુરસ્ત હોય છે. દાળમાં અનેક પ્રકારના પૌષ્ટિક તત્વો હોય છે. આવી સ્થિતિમાં જો તમે લીલા ફણગાવેલા મગની દાળનું સેવન કરી રહ્યા હોવ તો તે ખૂબ જ ફાયદાકારક છે.

જો તમે અંકુરિત એટલે કે ફનાગાવેલ લીલા મગની દાળનું સેવન કરી રહ્યા છો, તો આવા ઘણા ફાયદા છે જે તમારા શરીરને સ્વસ્થ બનાવવામાં ઉપયોગી છે. લીલા મગના સેવનથી શરીરમાં રહેલા અનેક પ્રકારના રોગો દૂર થાય છે. ચાલો જાણીએ કે અંકુરિત મગની દાળનું સેવન કરવાથી તમારા માટે શારીરિક ફાયદા શું છે.

ડાયાબિટીસ નિયંત્રિત કરે છે

Nita Ambani luxury car : સીટ પર લખેલું છે નામ... સૌથી અનોખો રંગ! નીતા અંબાણીની લક્ઝરી કાર છે ખાસ
શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ
નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
ગરમીમાં વધારે પડતી ના ખાતા કાકડી ! નહી તો થઈ શકે છે આ સમસ્યા
આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા

તમને જણાવી દઈએ કે ફણગાવેલા લીલા મગની દાળનું સેવન ડાયાબિટીસના દર્દી માટે ખૂબ જ ફાયદાકારક છે. સુગરના દર્દીઓ માટે તે કોઈ રામબાણ ઈલાજથી ઓછું નથી. તમને જણાવી દઈએ કે જો ડાયાબિટીસના દર્દીઓ અંકુરિત લીલા મગની દાળનું સેવન કરે છે, તો તેમાં બ્લડ સુગર લેવલને સંતુલિત કરવાની ક્ષમતા છે.

હૃદય રોગ સામે રક્ષણ પૂરું પાડે છે

હૃદયની બીમારીઓથી દૂર રહેવા માટે અંકુરિત લીલા મગની દાળનું સેવન કરવું ખૂબ જ જરૂરી છે. તેનું સેવન કરવાથી ગંભીર બીમારીઓને દૂર રાખી શકાય છે. જો તમે લીલા મગની દાળનું સેવન કરો છો તો તમારૂ હૃદય સ્વસ્થ રહે છે.

પ્રજનન શક્તિને મજબૂત થાય છે

કહેવાય છે કે પરિણીત લોકોએ ફણગાવેલી મગની દાળનું સેવન કરવું જોઈએ. આ પ્રજનન ક્ષમતામાં મદદ કરે છે. તેના સેવનથી શરીર અંદરથી ઉર્જાવાન રહે છે. તેથી જો તમે પ્રજનન ક્ષમતા જાળવી રાખવા માંગતા હોવ તો તેનું સેવન એક સારો વિકલ્પ છે.

ફોલેટનો સારો સ્રોત

અંકુરિત લીલા મગ સગર્ભા સ્ત્રીઓ માટે ખૂબ ફાયદાકારક છે. ગર્ભાવસ્થા દરમિયાન મહિલાઓના શરીરને ફોલેટ નામના પૌષ્ટિક તત્વની જરૂર હોય છે. તે માતાના પેટની અંદર બાળકને વિકસિત કરવાનું કામ પણ કરે છે. આવી સ્થિતિમાં, જો ગર્ભવતી મહિલાઓ ઇચ્છે તો તેઓ અઠવાડિયામાં બે વાર અંકુરિત મગની દાળનું સેવન કરી શકે છે. પરંતુ તેનું સેવન કરતા પહેલા તેઓએ તેમના ડોક્ટરની સલાહ પણ લેવી જોઈએ.

વજન ઘટાડવા માટે

જો તમારું વજન વધી ગયું છે, તો ફણગાવેલા લીલા મગ વજન ઘટાડવામાં ખૂબ અસરકારક સાબિત થાય છે. અંકુરિત મગની દાળનું સેવન વજન ઘટાડવા માટે ખૂબ ફાયદાકારક રહેશે. અંકુરિત લીલા મગનું સેવન તમારા શરીર પર ચરબી વધતા અટકાવે છે. વાસ્તવમાં, તેના સેવનથી લાંબા સમય સુધી ભૂખ નથી લાગતી, જેના કારણે વજન સંતુલિત રહે છ.

 

આ પણ વાંચો: Healthy Drinks : દિવસભર એનર્જેટિક રહેવા માટે ડાયટમાં સામેલ કરો આ ડ્રિંક્સ, થાક અને તણાવ દૂર થશે

આ પણ વાંચો: Periods problem : જો તમને માસિક મોડું કે ઓછું આવવાની સમસ્યા છે તો કામ આવી શકે છે આ ઘરગથ્થુ ઉપચાર

(નોંઘ: આ લેખમાં આપેલા મુદ્દાઓ પ્રાથમિક માહિતીઓને આધારે તૈયાર કરવામાં આવ્યા છે. આરોગ્યને લાગતાં કોઈ પણ પ્રયોગ કે નિર્ણય લેતા પહેલા અનુભવી તબીબ અથવા જે તે વિષયના નિષ્ણાંતની સલાહ લેવી હિતાવહ છે.)

Next Article