Mucormycosis or Black Fungus : બ્લેક ફંગસથી બચવા જાણો શું કરવું અને શું ના કરવું જોઇએ

|

May 21, 2021 | 8:38 PM

કોરોનાથી અત્યાર સુધી ઘણા લોકોના મૃત્યુ થયા છે. આ ઉપરાંત હવે કોરોનાની સારવારમાં અને તેની બાદ ભારતમાં Mucormycosis અથવા બ્લેક ફૂગના કેસો વધી રહ્યા છે. આ ચેપ એટલો ગંભીર છે કે દર્દીઓને બચાવવા માટે તેમની આંખો પણ નીકાળવી પડે છે. મ્યુકોમાઇકોસિસ અથવા બ્લેક ફંગસના ઘણા પ્રકારો છે અને હવે સરકારે આ માટે કેટલાક સૂચના પણ જાહેર કરી છે.

Mucormycosis or Black Fungus : બ્લેક ફંગસથી બચવા જાણો શું કરવું અને શું ના કરવું જોઇએ
બ્લેક ફંગસથી બચવા જાણો શું કરવું અને શું ના કરવું

Follow us on

કોરોનાથી અત્યાર સુધી ઘણા લોકોના મૃત્યુ થયા છે. આ ઉપરાંત હવે કોરોનાની સારવારમાં અને તેની બાદ ભારતમાં Mucormycosis અથવા બ્લેક ફૂગના કેસો વધી રહ્યા છે. આ ચેપ એટલો ગંભીર છે કે દર્દીઓને બચાવવા માટે તેમની આંખો પણ નીકાળવી પડે છે. મ્યુકોમાઇકોસિસ અથવા બ્લેક ફંગસના ઘણા પ્રકારો છે અને હવે સરકારે આ માટે કેટલાક સૂચના પણ જાહેર કરી છે. તેવા સમયે આવો જાણીએ આ પરિસ્થિતિમાં આપણે શું કરવું જોઈએ અને શું ના કરવું જોઇએ.

Mucormycosis અથવા બ્લેક ફંગસના લક્ષણો

આ રોગના કેટલાક લક્ષણોમાં માથાનો દુખાવો, દાંતના દુ: ખાવો સામેલ છે. આ ઉપરાંત આ લક્ષણો પણ હોઇ શકે છે.

ડ્રાઇવિંગ લાયસન્સના નિયમોમાં મોટો ફેરફાર! 1 જૂનથી થશે લાગુ
Makhana : ગરમીમાં એક દિવસમાં આટલા મખાના ખાવા, શરીરમાં જોવા મળશે બદલાવ
લાઈવ મેચમાં સચિન તેંડુલકરના પુત્ર અર્જુને કર્યું એવુંકામ, આ દિગ્ગજ ખેલાડી ગુસ્સાથી જોવા લાગ્યો
આજનું રાશિફળ તારીખ : 18-05-2024
ત્રીજા લગ્નના 4 મહિના બાદ હનીમૂન પર પહોંચ્યો ક્રિકેટર, પત્ની સાથે રોમેન્ટિક થઈ આપ્યા પોઝ
ગંભીરે નકારી કાઢ્યો અબજોનો બિઝનેસ, ક્રિકેટથી બન્યો 200 કરોડનો માલિક

1 આંખો / અથવા નાકની આસપાસ પીડા અને લાલાશ

2 તાવ

3 ખાંસી

4 શ્વાસ લેવામાં તકલીફ

5 લોહીની ઊલટી

6 અનકંટ્રોલ ડાયાબીટીસ

7 બદલાયેલી માનસિક સ્થિતિ

શું કરવુ?

બ્લેક ફંગસ નિવારવા આ બાબતને અનુસરો.

1 હાઈપરગ્લાયકેમિઆને નિયંત્રિત કરો

2 કોવિડ -19 હોસ્પિટલમાંથી રજા મળ્યા પછી બ્લડ સુગર ચકાસો

3 સ્ટેરોઇડ્સ લેવાનું સમય અને માત્રા ધ્યાનમાં રાખો.

4 ઓક્સિજન ઉપચાર કરતી વખતે  હ્યુમિડિફાયરમાંથી પાણીને સાફ કરો

5 એન્ટિબાયોટિક્સ અથવા એન્ટિફંગલ્સ દવાનો યોગ્ય રીતે ઉપયોગ કરો

શું ના કરવું?

શું ટાળવું તે ધ્યાનમાં રાખો જેથી Mucormycosisનો ચેપ ગંભીર ના બને

ચેતવણીના ચિહ્નો અને લક્ષણોથી બચો

નાકમાં અવરોધ જેવા લક્ષણોને હળવાશથી ન લો.

ફંગલ ઇટીઓલોજી પરીક્ષણ કરાવો

મ્યુકોમાયકોસિસની સારવાર ઝડપથી કરો

ઉપાય અને સાવચેતી 

બ્લેક ફંગસના ચેપને રોકવા માટે આ પગલાં લો.

જો તમે ધૂળવાળા સ્થળો પર જઈ રહ્યા છો તો માસ્ક વાપરો.

માટી (બાગકામ), શેવાળ અથવા ખાતરને નાંખતી વખતે તમારી જાતને સારી રીતે કવર કરો

બ્લેક ફંગસઅથવા Mucormycosis નબળી ઇમ્યુનિટીવાળા લોકોને અસર કરી શકે છે, અને ખાસ કરીને કોવિડ- 19 રોગમાં દર્દીને આપવામાં આવતી સ્ટીરોઇડ્સ અને દવાઓ વ્યક્તિની પઇમ્યુનિટીને નોંધપાત્ર અસર કરી શકે છે. જેના લીધે તમે બ્લેક ફંગલ ઇન્ફેક્શનથી પ્રભાવિત થઈ શકો છો. તેથી કોરોના વાયરસથી સ્વસ્થ થયા પછી ઓછામાં ઓછા 2 અઠવાડિયા સુધી સ્વાસ્થ્ય વિશે સાવધ રહેવાની જરૂર છે.

 

 

Published On - 7:25 pm, Tue, 11 May 21

Next Article