Amla Benefits : આમળાની આ રેસીપીઝ બનાવો, સ્વાદ સાથે આપશે તમારા શરીરને ઘણા ફાયદા

Health: આમળામાં ભરપૂર માત્રામાં પોષક તત્વો હોય છે. આ સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે. તમે તેને ઘણી રીતે ડાયટમાં સામેલ કરી શકો છો.

Amla Benefits : આમળાની આ રેસીપીઝ બનાવો, સ્વાદ સાથે આપશે તમારા શરીરને ઘણા ફાયદા
Amla Benefits
| Edited By: | Updated on: Feb 15, 2022 | 2:41 PM

આયુર્વેદ અનુસાર આમળા (Amla)એક ખૂબ જ હેલ્ધી ફૂડ છે. તે પોષક તત્વો, એન્ટીઑકિસડન્ટ, કેન્સર વિરોધી ગુણોથી ભરપૂર છે. શિયાળામાં આમળા સરળતાથી મળી રહે છે. સિઝનના અંત પહેલા તમારે આ સુપરફૂડનો વધુમાં વધુ ઉપયોગ કરવો જોઈએ. આંબળા જરૂરી વિટામિન્સ અને મિનરલ્સથી ભરપૂર છે.

આંબળા સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક (Amla Benefits) છે. આમળા રોગપ્રતિકારક શક્તિમાં વધારો કરે છે, કબજિયાત અટકાવે છે, વજન ઘટાડવામાં (Weight loss) મદદ કરે છે, શરીરને ડિટોક્સિફાય કરે છે, આંખોનું તેજ વધારે છે અને દુખાવો દૂર કરવામાં મદદ કરે છે. આવો જાણીએ કે કઈ રીતે તમે તેને તમારા આહારમાં સામેલ કરી શકો છો.

આમળા પુલાવ

આ માટે તમારે 3 કપ રાંધેલા ભાત, 1 કપ ઝીણા સમારેલા આમળા, 1/2 ટીસ્પૂન રાઇના દાણા, થોડાક મીઠા લીમડાના પાન, 1 ટીસ્પૂન ચણાની દાળ, 1 ટીસ્પૂન અડદની દાળ, જરૂર મુજબ તેલ, 1 ચમચી ઝીણું સમારેલું આદુ, 1 ચમચી લાલ મરચું પાવડર અને એક ચપટી હળદરની જરૂર પડશે. બ્લેન્ડરમાં સમારેલા આમળાના ટુકડા મૂકો. તેને એક બાઉલમાં કાઢી લો. મીઠું, હળદર અને લાલ મરચું પાવડર ઉમેરો. એક પેનમાં થોડું તેલ, રાઇ, અડદની દાળ નાખો. સોનેરી થાય ત્યાં સુધી તળો. તેમાં મીઠા લીમડાના પાન અને આદુ નાખીને ફ્રાય કરો. પેનમાં આમળાની પેસ્ટ ઉમેરીને ચઢવા દો. આ મિશ્રણમાં ભાત ઉમેરો અને સારી રીતે મિક્સ કરો. ભાતને સંપૂર્ણપણે ઠંડા કરો અને ખાવાનો આનંદ માણો.

આમળા ફ્રાય

આ રેસીપી બનાવવા માટે 250 ગ્રામ આમળા, એક ચપટી હિંગ, તેલ જરૂર મુજબ, 1 ચમચી જીરુ, 1/2 ચમચી હળદર, 1 ચમચી ધાણાજીરું પાવડર, 1/2 ચમચી લાલ મરચું પાવડર, સ્વાદ અનુસાર મીઠું અને 100 ગ્રામ લીલા મરચાની જરૂર પડશે. આંબળાને ધોઈ તેના નાના ટુકડા કરો. એક પેનમાં હિંગ, જીરું નાખો. પછી તેમાં હળદર અને ધાણાનો પાવડર નાખીને સાંતળો. લીલું મરચું, લાલ મરચું પાવડર અને સમારેલા આમળા ઉમેરો. તેને 3-5 મિનિટ ચઢવા દો. ઢાંકીને 5-10 મિનિટ સુધી આમળા સહેજ નરમ થાય ત્યાં સુધી ઉકળવા દો. બસ હવે આમળા ફ્રાય તૈયાર છે.

આમળાનો મુરબ્બો

આ રેસીપી માટે તમારે 1 કિલો આમળા, 1/2 કિલો ખાંડ, 1 ચમચી કાળી ઇલાઇચીના દાણા, કેસર અને 10-15 સમારેલી બદામની જરૂર પડશે. સૌ પ્રથમ એક પેનમાં આમળા અને પાણી નાખો. ઢાંકીને ધીમી આંચ પર આમળા સોફ્ટ થાય ત્યાં સુધી ચઢવા દો. પાણીને ડ્રેઇન કરો અને આંબળામાંથી બીજ દૂર કરો. બીજા પેનમાં 1/2 લિટર પાણી અને ખાંડ ઉમેરો. સારી રીતે મિક્સ કરો અને ખાંડ સંપૂર્ણપણે ઓગળી જાય ત્યાં સુધી રાંધો. આ ચાસણીમાં આમળા ઉમેરો. પછી કાળી ઇલાઇચીના દાણા, કેસર અને બદામ ઉમેરો. મિશ્રણ ઘટ્ટ થવા લાગે ત્યાં સુધી રાંધો. હવે ગેસ બંધ કરી મિશ્રણને ઠંડુ થવા દો. તેને એરટાઈટ કન્ટેનરમાં સ્ટોર કરી ગમે ત્યારે ખાઇ શકાશે.

આ પણ વાંચો-

ઓનલાઈન ક્લાસના કારણે બાળકોની આંખોમાં દુખાવો થાય છે, તો ફોલો કરો આ બેસ્ટ ટિપ્સ

આ પણ વાંચો-

Cancer Research : ઓવરીના કેન્સર સેલ એ ચોર જેવા છે જે ઘરમાં તો ઘુસે છે પણ ઘરવાળાઓને ખબર જ નથી પડતી