શિયાળામાં ‘લાડુનું જમણ’ અતિ ગુણકારી, જાણો આ છે ફાયદા

|

Jan 12, 2021 | 3:39 PM

શિયાળાની ઋતુ એટલે વસાણાની ઋતુ. ઘરઘરમાં અલગ અલગ પ્રકારના વસાણાં બનતા હોય છે. આ ઉપરાંત અલગ અલગ પ્રકારના લાડવા પણ બનતા હોય છે. શિયાળામાં લાડુનું જમણ ગુણકારી રહે છે.

શિયાળામાં લાડુનું જમણ અતિ ગુણકારી, જાણો આ છે ફાયદા

Follow us on

શિયાળાની ઋતુ એટલે વસાણાની ઋતુ. ઘરઘરમાં અલગ અલગ પ્રકારના વસાણાં બનતા હોય છે. આ ઉપરાંત અલગ અલગ પ્રકારના લાડવા પણ બનતા હોય છે. શિયાળામાં લાડુનું જમણ ગુણકારી રહે છે. અલગ પ્રકારના લાડુથી સ્વાસ્થ્ય પર સકારાત્મક અસર પડે છે. ચાલો જાણીએ કયા લાડુ શરીર માટે કેવી રીતે ફાયદાકારક છે.

તલ અને ગુંદના લાડુ શિયાળામાં આપે છે એનર્જી

તલના લાડુ
ગોળ અને ઘીથી બનાવવામાં આવતા આ લાડવાની તાસીર ગરમ હોય છે. જેના કારણે તે ઠંડીમાં રક્ષણ પૂરું પાડે છે. એનર્જીથી ભરપુર તલના લાડવાથી ડિપ્રેશન અને ટેન્શનમાં રાહત મળે છે. તલ ફેફસાં અને શરીરને ડિટોક્ષ કરે છે તેમજ તેમાં રહેલા કેલ્શિયમના કારણે હાડકા મજબૂત બને છે.

ગુંદરના લાડુ
શિયાળામાં શરદી અને તાવની સમસ્યા રહેતી હોય તો ગુંદના લાડવા ખાવા જોઈએ. આ ઉપરાંત સાંધાના દુખાવામાં પણ રાહત મળે છે. પ્રેગનન્સી બાદ આવેલી કમજોરીમાં પણ આ લાડવા ફાયદાકારક છે.

Bank Of Baroda માંથી 50 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે
ભારતના 5 રાજ્યો જ્યાં તમામ મુસ્લિમોને મળી રહ્યો છે અનામતનો લાભ
ગરમીમાંથી ઘરે પરત ફર્યા પછી ના કરતા આવી ભૂલો, સ્વાસ્થ્ય પર થશે ગંભીર અસર
તમે પણ ઘરે બેઠા ધોનીના ફાર્મથી મંગાવી શકો છો આ વસ્તુ, જુઓ
જામનગર બાદ અહીં થશે અનંત રાધિકાનું બીજું પ્રી વેડિંગ સેલિબ્રેશન, જુઓ તસવીર
Nita Ambani luxury car : સીટ પર લખેલું છે નામ... સૌથી અનોખો રંગ! નીતા અંબાણીની લક્ઝરી કાર છે ખાસ

મેથી અને ખજૂરના લાડુ મહિલાઓ માટે ગુણકારી

ખજૂરના લાડુ
શિયાળામાં ખજૂરના લાડુ ખાવાથી શરીરને ગરમીની સાથે એનર્જી મળે છે. ખજૂરમાંથી પ્રોટીન, ફાઇબર, પોટેશિયમ, બોરોન, કોબાલ્ટ, કોપર, ફ્લોરિન, મેગ્નેશિયમ, મેંગેનીઝ, સેલેનિયમ અને ઝીંક મળે છે. જે શરીરને સ્વસ્થ રાખે છે. ખજૂરના લાડુનું નિયમિત સેવન કોલેસ્ટરોલ તેમજ વજન ઉતારવામાં મદદ કરે છે. આ ઉપરાંત ગ્લુકોઝ, સુક્રોઝ અને ફ્રુટોઝ દિવસભર તમારા શરીરમાં તાજગી જાળવી રાખે છે.

મેથીના લાડુ
મેથીના દાણામાં એન્ટીઓક્સિડેન્ટનો ગુણ હોય છે. જે ફ્લૂ અને શરદી સામે રક્ષણ પૂરું પાડે છે. મેથીના લાડુના સેવનથી સાંધાનો દુખાવો અને બળતરા ઘટાડવા માટે અકસીર છે. મેથીમાં પોલિફેનોલિક ફ્લેવોનોઇડ્સ હોય છે જે કિડનીને વધુ સક્ષમ બનાવે છે. તેમજ દરરોજ મેથીના લાડુના સેવનથી પીરિયડના દુખાવામાં રાહત મળે છે. ડિલિવરી પછી મહિલાઓને નબળાઇ, શરીરમાં દુખાવાની સમસ્યામાં મેથીના લાડુ ખાવાની સલાહ આપવામાં આવે છે.

Next Article