AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ખુબ જ જરૂરી: ચિકનગુનિયા-ડેન્ગ્યુનો વધી ગયો છે આતંક, જરૂર વાંચો તેના લક્ષણો અને બચવાના ઉપાયો

વરસાદની ઋતુ શરુ થયા બાદ ઠેર ઠેર ચિકનગુનિયા અને ડેન્ગ્યુના કેસ સામે આવી રહ્યા છે. ચાલો આજે જણાવી દઈએ શા કારણે આ રોગ થાય છે અને તેનાથી કેવી રીતે બચી શકાય.

ખુબ જ જરૂરી: ચિકનગુનિયા-ડેન્ગ્યુનો વધી ગયો છે આતંક, જરૂર વાંચો તેના લક્ષણો અને બચવાના ઉપાયો
Know the symptoms and prevention measures of Chikungunya-Dengue
TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 26, 2021 | 12:30 PM
Share

હામના વરસાદની ઋતુ શરુ થયા બાદ ઠેર ઠેર ચિકનગુનિયા અને ડેન્ગ્યુના કેસ સામે આવી રહ્યા છે. ચિકનગુનિયા અને ડેન્ગ્યુના દર્દીઓમાં સતત વધારો થવાનું કારણ ખોરાક અને સ્વચ્છતા ના હોવી છે. જો તમે પણ ચિકનગુનિયા અને ડેન્ગ્યુથી બચવા માંગતા હોવ તો આ બાબતો પર ખાસ ધ્યાન આપો.

ડેન્ગ્યુ શું છે અને તે કેમ ફેલાય છે?

ડેન્ગ્યુ એ સામાન્ય ચેપી રોગ છે જે વાયરસને કારણે થાય છે. મચ્છરોના કારણે આ બીમારી ફેલાય છે. આ મચ્છરને Aedes Mosquito, Aedes Aegypti કહેવામાં આવે છે. આ મચ્છર દિવસ દરમિયાન પણ કરડે છે. ભારતમાં ડેન્ગ્યુ જુલાઈથી ઓક્ટોબર મહિનામાં સૌથી વધુ જોવા મળે છે.

ડેન્ગ્યુના લક્ષણો

1. ભૂખ ન લાગવી. 2. તીવ્ર ઠંડી સાથે તાવ. 3. માથા અને આંખોમાં દુખાવો. 4. શરીર અને સાંધામાં દુખાવો થવો. 5. નીચલા પેટમાં દુખાવો. 6. ઉબકા, ઉલટી અને ઝાડા. 7. ગંભીર કિસ્સાઓમાં આંખો અને નાકમાંથી રક્તસ્ત્રાવ. 8. શરીરમાં લાલ નિશાન, ફોલ્લીઓ અને ખંજવાળ શરૂ થાય છે.

ડેન્ગ્યુથી બચવા માટેના ઉપાય

1. ઘરની અંદર અને આસપાસ પાણી એકઠું થવા ન દો. 2. લીમડાના પાનનો ધુમાડો ઘરમાં ફેલાવો. 3. પાણીના વાસણો ખુલ્લા ન રાખો. 4. રસોડું અને વોશરૂમ સુકા રાખો. 5. દરરોજ કુલર અને વાસણનું પાણી બદલો. 6. બારીઓ અને દરવાજા બંધ રાખો. 7. શરીર પર મચ્છરથી બચવાની ક્રીમ લગાવો. 8. ફુલ સ્લીવના કપડાં પહેરો. 9. સૂતી વખતે મચ્છરદાનીનો ઉપયોગ કરો. 10. ઘરની આસપાસ મચ્છર દવાનો છંટકાવ કરો.

ચિકનગુનિયા શું છે અને તે ફેલાવવાનું કારણ શું?

ચિકનગુનિયા તાવ પણ વાયરસ દ્વારા ફેલાય છે. એડીસ નામનો આ વાયરસ મચ્છરના કરડવાથી ફેલાય છે. જ્યારે ચિકનગુનિયાથી પીડિત વ્યક્તિને મચ્છર કરડે અને પછી તે જ મચ્છર અન્ય વ્યક્તિને કરડે ત્યારે આ આલ્ફા વાયરસ તે મચ્છર દ્વારા બીજામાં ફેલાય છે. અને તે વ્યક્તિ પણ ચિકનગુનિયાથી પીડિત બને છે. માદા મચ્છર Aedes Aegypti અને Aedes Albopictus એ મચ્છરની મુખ્ય પ્રજાતિ છે જે રોગ ફેલાવે છે. આ મચ્છર દિવસ દરમિયાન કરડે છે. ચિકનગુનિયા વાયરસ વહન કરતો એક જ મચ્છર તેના જીવનકાળ દરમિયાન લગભગ એક ડઝન લોકોને ચેપ લગાવી શકે છે.

ચિકનગુનિયાના લક્ષણો

1. વધુ તાવ. 2. તીવ્ર માથાનો દુખાવો. 3. મોઢામાં ચાંદા અને ઉલટી. 4. ભૂખમાં ઘટાડો અને સ્વાદમાં ઘટાડો. 5. ચક્કર અને નબળાઈ. 6. હાથ, પગ અને પીઠમાં તીવ્ર દુખાવો. 7. ફોલ્લીઓ પડી જવી. 8. સાંધામાં સોજો અને સ્નાયુઓમાં દુખાવો.

ચિકનગુનિયાથી બચવાના ઉપાયો

1. મચ્છર કરડવાથી બચો. 2. ઘરની અંદર અથવા નજીક પાણી ભરાવા ન દો. 3. મચ્છરદાનીનો ઉપયોગ કરો. 4. દિવસ દરમિયાન પણ મચ્છર ભગાડવાની કોઇલ પ્રગટાવતા રહો. 5. બહાર જતી વખતે મચ્છર વિરોધી ક્રીમનો ઉપયોગ કરો. 6. સંપૂર્ણ સ્લીવ્ઝ સાથે કપડાં પહેરો. 7. પાણીની ટાંકીના ઢાંકણા બંધ રાખો 8. અઠવાડિયામાં એકવાર ટાંકી ખાલી કરો અને સૂકાયા બાદ તેનો ઉપયોગ કરો. જો તમને આવા કોઈ લક્ષણ જણાય તો તાત્કાલી ડોક્ટરનો સંપર્ક સાધો.

આ પણ વાંચો: Health Tips: કેળાની છાલ કચરો નહીં સોનું છે, ફાયદા જાણીને તમે પણ ફેંકી દેતા પહેલા એકવાર વિચારશો

આ પણ વાંચો: બદામ-અખરોટના ગુણ મળશે એકદમ સસ્તામાં, જાણો આ ખાસ પ્રકારના Butter અને તેના ફાયદા વિશે

(નોંઘ: આ લેખમાં આપેલા મુદ્દાઓ પ્રાથમિક માહિતીઓને આધારે તૈયાર કરવામાં આવ્યા છે. આરોગ્યને લાગતાં કોઈ પણ પ્રયોગ કે નિર્ણય લેતા પહેલા અનુભવી તબીબ અથવા જે તે વિષયના નિષ્ણાંતની સલાહ લેવી હિતાવહ છે.)

ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
g clip-path="url(#clip0_868_265)">