નાહવા માટે ક્યાંક તમે તો નથી કરતાને Animal Soapનો ઉપયોગ ? આ રીતે કરો ચેક

ખાસ કરીને લોકો સાબુની જાહેરાત જોઈને ખરીદી લેતા હોય છે, તે સાબુ આપણી ત્વચા માટે સારો છે કે નહીં તે પણ જાણતા નથી. તેમાં વપરાતા તત્વો વિશે પણ જોતા નથી કે તેનું TFM વેલ્યુ પણ તપાસતા નથી અને નાહવા માટે Animal Soap કે ટોયલેટ સોપ ખરીદી લેતા હોય છે.

નાહવા માટે ક્યાંક તમે તો નથી કરતાને Animal Soapનો ઉપયોગ ? આ રીતે કરો ચેક
Soap
Image Credit source: Shutter stock
| Updated on: Oct 24, 2024 | 7:14 PM

ફ્રેશ રહેવા માટે આપણે દરરોજ સ્નાન કરીએ છીએ. સાબુના ઉપયોગથી આપણે વધુ તાજગી અનુભવીએ છીએ. પરંતુ જો સાબુની પસંદગી ખોટી હોય તો તે આપણી ત્વચા માટે હાનિકારક બની શકે છે. ઘણીવાર આપણે સાબુની જાહેરાત જોઈને ખરીદી લઈએ છીએ. તે સાબુ આપણી ત્વચા માટે સારો છે કે નહીં તે પણ જાણતા નથી. આપણે તેમાં વપરાતા તત્વો વિશે પણ જોતા નથી કે તેનું TFM વેલ્યુ પણ તપાસતા નથી અને નાહવા માટે Animal Soap કે ટોયલેટ સોપ ખરીદીએ છીએ.

સાબુ ​​બે પ્રકારના હોય છે. કેમિકલ અને આયુર્વેદિક અથવા હર્બલ. આપણા દેશમાં બહુ ઓછા એવા સાબુ છે જેને નાહાવાના સાબુનો દરજ્જો મળ્યો છે. મોટે ભાગે ફક્ત ટોઇલેટ સાબુ જ છે. તેથી આપણે ફક્ત તે જ સાબુ ખરીદવા જોઈએ જેના પર ટોઇલેટ સોપ લખાયેલ ન હોય. આ સિવાય તમામ સાબુના પેકેટ પર તેની TFM વેલ્યુ લખેલી હોય છે. તેને ચેક કરીને જ સાબુ ખરીદવો જોઈએ.

TFM શું છે ?

દરેક ઉત્પાદનની ગુણવત્તા માપવા માટે વિવિધ પરિમાણો છે. તે પરિમાણોનું નામ અને વેલ્યુ આપવામાં આવે છે. TFM નો ઉપયોગ સાબુની ગુણવત્તા ચકાસવા માટે થાય છે. તેના દ્વારા આપણે તેમાં વપરાતા કેમિકલની માત્રા જાણી શકીએ છીએ. સાબુમાં TFMની ટકાવારી જેટલી વધારે હશે, તે સાબુની ગુણવત્તા વધુ સારી હોય છે. તેમાં પણ કેટેગરી આપવામાં આવી છે.

TFM ને મુખ્યત્વે ત્રણ ગ્રેડમાં વિભાજિત કરવામાં આવે છે

ગ્રેડ-1 : 75 ટકાથી થી 80 ટકા TFM
ગ્રેડ-2 : 65 ટકાથી 75 ટકા TFM
ગ્રેડ-3 : 50 ટકાથી 60 ટકાTFM

નિષ્ણાતોના મતે, નાહાવાના સાબુમાં TFMની માત્રા 75 ટકાથી વધુ હોય છે. આને ગ્રેડ-1ની કેટેગરીમાં રાખવામાં આવ્યો છે. તેમના ઉપયોગથી આપણી ત્વચાને ઓછું નુકસાન થાય છે. જેમાં Goderej No.1, Centhol, Park Avenue જેવા સાબુ છે.

ગ્રેડ-2 કેટગરીમાં ગુણવત્તાના આધારે ટોયલેટ સાબુને ગ્રેડ-2માં રાખવામાં આવ્યો છે. ભારતમાં મોટાભાગના લોકો આ કેટેગરીના સાબુનો ઉપયોગ કરે છે. જેમાં Vivel, lux જેવા સાબુનો સમાવેશ થાય છે.

કાર્બોલિક સાબુને ગ્રેડ 3 તરીકે વર્ગીકૃત કરવામાં આવે છે. તેનો ઉપયોગ પ્રાણીઓને સ્નાન કરાવા માટે થાય છે. યુરોપિયન દેશોમાં તેને Animal Soap કહેવામાં આવે છે. આ સાબુનો ઉપયોગ આપણી ત્વચા માટે નુકસાનકારક છે. આ કેટેગરીમાં Lifebuoy જેવા સાબુઓનો સમાવેશ થાય છે, જેનો કેટલાક લોકો નાહવા માટે પણ ઉપયોગ કરતા હોય છે. તો આ એક Animal Soap છે. તેનો નાહવા માટે ઉપયોગ ના કરવો જોઈએ.