માત્ર એક મહિનો ખાંડ ન ખાઇએ તો શરીરમાં અનેક ફેરફાર થઇ જાય છે, સુગર શરીર માટે ખૂબ જરુરી છે

|

Nov 11, 2021 | 9:39 AM

ડાયટીંગ કરતા અનેક લોકો ખોરાકમાં શુગરને દુર રાખતા હોય છે. જો કે આવી સ્થિતિ લાંબા સમય સુધી રાખવી અયોગ્ય છે. ખોરાકમાં અમુક માત્રામાં ખાંડ લેવી સ્વાસ્થ્ય માટે ખૂબ જ જરુરી છે.

માત્ર એક મહિનો ખાંડ ન ખાઇએ તો શરીરમાં અનેક ફેરફાર થઇ જાય છે, સુગર શરીર માટે ખૂબ જરુરી છે
Sugar

Follow us on

દિવાળી(Diwali 2021)નો તહેવાર એટલે અવનવી મીઠાઇઓ ખાવાનો તહેવાર માનવામાં આવે છે. ઘણા લોકો દિવાળીમાં મીઠાઇ ખાવાની ભરપુર મજા માણતા હોય છે પરંતુ કેટલાક લોકો તહેવાર તો ઠીક સામાન્ય દિવસોમાં પણ સુગરના કારણે મીઠાઇ અને સુગરવાળા અન્ય ખોરાકથી દુર(Sugarless) રહેતા હોય છે. જો કે તમે ક્યારેય વિચાર્યું છે કે જો તમે મીઠાઈ(sweet) ખાવાનું સંપૂર્ણપણે બંધ કરી દો તો શું થશે?

આપણે રોજીંદા જીવનમાં શરીર માટે ખાંડનો ઉપયોગ કોઈને કોઈ રીતે કરતા હોઇએ છીએ. ચા, કોફી કે મીઠાઈઓ હોય આપણે રોજ ખાંડને ખોરાકમાં લઇએ છીએ પરંતુ જો લાંબા સમય સુધી આપણે સુગરને ખોરાકમાં ન લઇએ તો શરીરમાં કેટલાક ફેરફાર થઇ શકે છે. સુગરને ખોરાકમાં લેવાનું બંધ કરી દેવામાં આવે તો સ્વાસ્થ્ય માટે હાનીકારક બની શકે છે.

ડાયટીંગ કરતા અનેક લોકો ખોરાકમાં સુગરને દુર રાખતા હોય છે. જો કે આવી સ્થિતિ લાંબા સમય સુધી રાખવી અયોગ્ય છે. ખોરાકમાં અમુક માત્રામાં અને યોગ્ય ખાંડ લેવી સ્વાસ્થ્ય માટે ખૂબ જ જરુરી છે.

ખાંડથી ફાયદા અને ગેરફાયદા
સામાન્ય રીતે ખાંડ બે પ્રકારની હોય છે. એક શુદ્ધ ખાંડ અને એક કુદરતી ખાંડ. આમાં, કુદરતી ખાંડ તમારા શરીર માટે જરૂરી છે અને તે ઊર્જાના સ્તરને જાળવી રાખે છે. તેમજ ધ્યાન કેન્દ્રિત કરવાની ક્ષમતા પણ જાળવી રાખે છે. બીજી તરફ રિફાઈન્ડ સુગર તમારા શરીરને ઘણી રીતે નુકસાન પણ કરે છે.

આજનું રાશિફળ તારીખ : 19-05-2024
ડ્રાઇવિંગ લાયસન્સના નિયમોમાં મોટો ફેરફાર! 1 જૂનથી થશે લાગુ
Makhana : ગરમીમાં એક દિવસમાં આટલા મખાના ખાવા, શરીરમાં જોવા મળશે બદલાવ
લાઈવ મેચમાં સચિન તેંડુલકરના પુત્ર અર્જુને કર્યું એવુંકામ, આ દિગ્ગજ ખેલાડી ગુસ્સાથી જોવા લાગ્યો
આજનું રાશિફળ તારીખ : 18-05-2024
ત્રીજા લગ્નના 4 મહિના બાદ હનીમૂન પર પહોંચ્યો ક્રિકેટર, પત્ની સાથે રોમેન્ટિક થઈ આપ્યા પોઝ

શરીરમાં શુ ફેરફાર થાય છે ?
ખાંડ છોડવાથી શરીરમાં કેટલાક ફેરફાર થાય છે. ઘણા અભ્યાસોમાં એ વાત સામે આવી છે કે સુગરને સંપૂર્ણપણે છોડી દીધા બાદ ડ્રગ્સ છોડી દીધુ હોય તે પ્રકારનો અહેસાસ થાય છે. આ કારણે તમારા શરીરમાં થાક, માથાનો દુખાવો અને ચીડિયાપણું જેવી ફરિયાદો થાય છે. આ સિવાય તમારા પેટ પર પણ તેની અસર પડે છે.

આ રીતે ખાંડમાંથી ફીલ-ગુડ હોર્મોન્સ, ડોપામાઇન અને સેરોટોનિન ઉત્પન્ન થાય છે. સાથે જ તમારા શરીરમાં ઘણી બધી સિસ્ટમ્સ પણ સક્રિય થાય છે, જે શરીર માટે ફાયદાકારક છે. જેથી ખાંડ ખાવાથી તમને સારું લાગે છે. જ્યારે તમે ખાંડ ખાવાનું સંપૂર્ણપણે બંધ કરી દો છો, તો ચીડિયાપણું વધવા લાગે છે અને માથાનો દુખાવો સાથે ડિપ્રેશન જેવી સ્થિતિ થાય છે. જો કે, થોડા સમય પછી તમને ફરીથી સારું લાગવા લાગે છે.

 

 

આ પણ વાંચોઃ રેલવેનું ડાયમંડ ક્રોસિંગ શું છે કે જે માત્ર ભારતના નાગપુરમાં જ છે ! જાણો તેમાંથી કેવી રીતે પસાર થાય છે ટ્રેન

આ પણ વાંચોઃ T20 World Cup: ન્યુઝીલેન્ડ અને ઇંગ્લેન્ડની ટીમો સેમિફાઇનલ મેચમાં કાળી પટ્ટી બાંધીને મેદાને ઉતરી હતી, આ હતુ કારણ

Published On - 9:23 am, Thu, 11 November 21

Next Article