Heart Attack : તમને હાર્ટ એટેક આવશે કે નહીં ? આ સરળ ‘ઘરેલું તપાસ’ કરીને જાણો

યુવાનોમાં હાર્ટ એટેકનું જોખમ વધ્યું છે, ત્યારે ડૉ. મહેશ વાધવાણી એક સરળ ઘરેલું પદ્ધતિ વિશે જણાવ્યુ છે: ABI ટેસ્ટ. માત્ર BP માપવાના મશીનનો ઉપયોગ કરીને તમે જાણી શકો છો કે તમારી ધમનીઓ સ્વસ્થ છે કે નહીં. જાણો વિગતે.

Heart Attack : તમને હાર્ટ એટેક આવશે કે નહીં ?  આ સરળ ઘરેલું તપાસ કરીને જાણો
| Updated on: Sep 29, 2025 | 2:22 PM

ડૉ. મહેશ વાધવાણી (કાર્ડિયોથોરેસિક અને વેસ્ક્યુલર સર્જન) એ માહિતી આપી છે કે કેવી રીતે ઘરે બેઠા, માત્ર બ્લડ પ્રેશર (BP) માપવાના મશીનનો ઉપયોગ કરીને, આગામી 5 વર્ષમાં હાર્ટ એટેક કે સ્ટ્રોકનું જોખમ છે કે નહીં તે જાણી શકાય છે.

યુવાનોમાં હાર્ટ એટેકનું વધતું જોખમ: ડૉક્ટર જણાવે છે કે છેલ્લા 5 વર્ષમાં 40 વર્ષથી ઓછી ઉંમરના લોકોમાં હાર્ટ એટેકના કેસોમાં 50% થી વધુનો વધારો થયો છે.

સંપૂર્ણપણે નવી તપાસ (ABI): 40 વર્ષથી ઓછી ઉંમરના લોકોમાં હાર્ટ એટેકનું જોખમ પરંપરાગત ટેસ્ટ જેમ કે સિટી એન્જિયોગ્રાફી કે કેલ્શિયમ સ્કોરમાં પણ જલ્દી દેખાતું નથી. આ માટે એન્કલ બ્રેકિઅલ ઇન્ડેક્સ (Ankle Brachial Index – ABI) નામની એક સરળ પદ્ધતિ ઉપયોગી છે.

ABI શું છે?

ABI એટલે પગના ઘૂંટી (Ankle) પર માપેલા બ્લડ પ્રેશર અને હાથ (Arm) પર માપેલા બ્લડ પ્રેશરનો ગુણોત્તર. આ ટેસ્ટથી શરીરની લાંબી ધમનીઓ (Arteries) ની લવચીકતા (Elasticity) અને સ્થિતિનું મૂલ્યાંકન થાય છે.

પદ્ધતિ:

  • તમારા હાથ (બંને હાથ) પર બ્લડ પ્રેશર માપો.
  • પગની ઘૂંટી પાસે કફ બાંધીને રક્ત દબાણ તપાસો.
  • ABI ની ગણતરી (ABI = ઘૂંટીનું BP / હાથનું BP) કરો.

ABI નોર્મલ રેન્જ:

  • નોર્મલ (સ્વસ્થ) ABI 1.0 થી 1.4 ની વચ્ચે હોય છે.
  • જો ABI 1.4 થી વધુ હોય, તો તે સૂચવે છે કે તમારી નસો ખૂબ સખત (Stiff) થઈ ગઈ છે, અને તેમાં લવચીકતા (Elasticity) સમાપ્ત થઈ ગઈ છે. આ પણ હૃદય માટે ગંભીર જોખમ છે.
  • જો ABI 0.9 થી ઓછો હોય, તો તે પગની નસોમાં ગંભીર અવરોધ (બ્લોકેજ) સૂચવે છે. 0.5 થી ઓછો ABI હોય તો તેને ગંભીર પેરિફેરલ વેસ્ક્યુલર ડિસીઝ ગણવામાં આવે છે.
  • ગંભીર જોખમ (Severe Risk): જે લોકોને ગંભીર પેરિફેરલ વેસ્ક્યુલર ડિસીઝ હોય (ABI 0.5 જેટલો ઓછો) તેમાંથી લગભગ 70% લોકોમાં હૃદયની સમસ્યાઓ પણ હોય છે, અને તેમને આગામી 5 વર્ષમાં હાર્ટ એટેક આવવાની શક્યતા લગભગ 90-95% હોય છે.

કોના માટે આ ટેસ્ટ શ્રેષ્ઠ છે?

આ ટેસ્ટ ખાસ કરીને 30 થી 50 વર્ષની વયના લોકો માટે ખૂબ જ સારો માર્કર છે, જેમના અન્ય પરંપરાગત રિપોર્ટ્સ સામાન્ય હોય છે.

 વીડિયો થકી માહિતી પ્રાપ્ત કરો

 

બિનઆરોગ્યપ્રદ ખાનપાન, ખરાબ લાઈફસ્ટાઈલ, સ્થૂળતા, દારૂનું સેવન, વધતી ઉંમર અને આનુવંશિક પરિબળોને કારણે એસિડિટી અને ગેસની સમસ્યા થઈ શકે છે.તો એસિડિટી અને ગેસને લગતા વધુ સમાચાર વાંચવા માટે અહિ ક્લિક કરો

Published On - 9:08 pm, Thu, 25 September 25

Follow Us
Loading...
Unable to load recommendations.