શું ઘરનું ભોજન ખરેખર સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે ? જાણો ન્યુટ્રિશનિસ્ટ શું કહે છે

સ્વસ્થ રહેવા માટે મોંઘી અને ફેન્સી ડિશ ખાતા લોકોએ તે પણ જાણવું જરુરી છે કે ઘરનું સાદું ભોજન તમારા શરીરના પોષણ માટે કેટલુ ફાયદાકારક છે. દાળ, શાક, રોટલી, દહીં અને સૂકાં મેવા જેવા ખોરાકમાંથી કેટલું પ્રોટિન રહે છે ચાલો સમજીએ.

શું ઘરનું ભોજન ખરેખર સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે ? જાણો ન્યુટ્રિશનિસ્ટ શું કહે છે
home food
| Edited By: | Updated on: Nov 21, 2026 | 3:54 PM

વર્ષોથી સોશિયલ મીડિયાએ સ્વસ્થ ખોરાક વિશે આપણી વિચારસરણી બદલી નાખી છે. સાદું ઘરનું ભોજન પણ ક્યારેક ઓછું હેલ્ધી લાગવા લાગે છે. જ્યારે એ જ ભોજનમાં એવોકાડો, અલગ-અલગ બીજ અને લીલાં શાકભાજી ઉમેરીને ફેન્સી રીતે પીરસવામાં આવે ત્યારે તેને ‘બેલેન્સ્ડ મીલ’ કહેવામાં આવે છે. પણ ન્યુટ્રિશનિસ્ટના જણાવ્યા મુજબ ઘરનું સાદું ભોજન જ સ્વાસ્થ્યનો ખજાનો છે.

પરંતુ સ્વસ્થ ખાવા માટે હંમેશાં કંઈક ખાસ કે મોંઘું ખાવાની જરૂર નથી. ભારતીય ઘરોમાં વર્ષોથી સંતુલિત ભોજન ખાવામાં આવે છે. દાળ, શાક, રોટલી, દહીં, બાજરી, મગફળી, સૂકાં મેવા અને મોસમી શાકભાજી રોજિંદા ભોજનનો ભાગ છે. આ ભોજન ભલે સોશિયલ મીડિયા પર આકર્ષક ન દેખાતું હોય, પરંતુ તેમાં શરીર માટે જરૂરી પોષક તત્ત્વો હોય છે.

ન્યુટ્રિશનિસ્ટ નમામી અગ્રવાલે પણ ઇન્સ્ટાગ્રામ પર એક પોસ્ટ દ્વારા આ વાત સમજાવી છે. તેમણે ભારતીય રસોડામાં સરળતાથી મળી રહેતાં ખોરાકના ફાયદા વિશે જણાવ્યું છે.

પરંપરાગત ભારતીય ભોજનમાં શું છે ખાસ?

1. દાળ – પ્રોટીનનો સારો સ્ત્રોત

દાળ ભારતીય ભોજનનો મહત્વનો ભાગ છે. તેમાં વનસ્પતિ આધારિત પ્રોટીન, ફાઇબર અને અન્ય પોષક તત્ત્વો મળી આવે છે.

2. શાકભાજી – ફાઇબર અને વિટામિન્સનો ખજાનો

મોસમ પ્રમાણે મળતાં શાકભાજીમાં ફાઇબર, વિટામિન્સ અને મિનરલ્સ હોય છે. અલગ-અલગ શાક ખાવાથી શરીરને વિવિધ પોષક તત્ત્વો મળે છે.

3. દહીં – કેલ્શિયમ અને પ્રોટીનનો સ્રોત

દહીંમાં કેલ્શિયમ અને પ્રોટીન હોય છે. તેમાં રહેલા પ્રોબાયોટિક્સ પાચનતંત્રને સ્વસ્થ રાખવામાં મદદરૂપ થઈ શકે છે.

4. રોટલી – શરીરને આપે છે ઊર્જા

રોટલીમાં કાર્બોહાઇડ્રેટ્સ હોય છે, જે શરીરને ઊર્જા આપે છે. કયા લોટમાંથી રોટલી બનાવવામાં આવે છે તેના આધારે તેમાં ફાઇબર અને અન્ય પોષક તત્ત્વો પણ મળી શકે છે.

5. સૂકાં મેવા અને બીજ – હેલ્ધી ફેટ્સનો સ્રોત

બદામ, અખરોટ અને અલગ-અલગ બીજમાં હેલ્ધી ફેટ્સ અને જરૂરી પોષક તત્ત્વો હોય છે. તેને રોજિંદા ભોજનમાં સરળતાથી સામેલ કરી શકાય છે.જોકે, નમામી અગ્રવાલ એ પણ જણાવે છે કે કોઈ ખોરાક માત્ર પરંપરાગત છે એટલે તે હંમેશાં સ્વાસ્થ્ય માટે સારો જ હોય એવું નથી. ભોજનનું પ્રમાણ, તેમાં વપરાતી સામગ્રી અને તેને બનાવવાની રીત પણ એટલી જ મહત્વની છે.

તેમનો મુખ્ય સંદેશ એ છે કે સોશિયલ મીડિયા પર ભોજન સુંદર દેખાય એટલે તે વધુ હેલ્ધી બની જાય એવું નથી.તેમણે પોતાની પોસ્ટમાં જણાવ્યું કે, “ક્યારેક સૌથી ઓછું ધ્યાન આપવામાં આવતું સુપરફૂડ એ જ હોય છે, જે તમારી માતા અને મારા કિસ્સામાં મારા પિતા આપણા માટે બનાવે છે.”ખરેખર, તમારા રસોડામાં બનતી સાદી દાળ, શાક, રોટલી અને દહીંની થાળી પણ એક સંપૂર્ણ અને પૌષ્ટિક ભોજન બની શકે છે.

ઘરનું ભોજન જ સાચું સુપરફૂડ! દાળ, રોટલી, શાક અને દહીંમાં છુપાયેલું છે સ્વાસ્થ્યનું રહસ્ય

સોશિયલ મીડિયા પર દેખાતી ફેન્સી ડિશ કરતાં ઘરનું સાદું ભોજન પણ સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક બની શકે છે. યોગ્ય પ્રમાણમાં અને યોગ્ય રીતે બનાવેલું પરંપરાગત ભારતીય ભોજન શરીરને જરૂરી પોષણ પૂરું પાડે છે.

Curry Leaves chutney Recipe : બાળકો પણ હોંશે હોંશે ખાશે મીઠો લીમડો, આ રીતે બનાવો સ્વાદિષ્ટ ચટણી,આ સ્ટોરી વાંચવા અહી ક્લિક કરો

Follow Us
Loading...
Unable to load recommendations.