HELATH : ડાયાબિટીઝના દર્દીઓ તરબૂચ ખાઈ શકે કે નહીં?, જાણો આ સવાલનો જવાબ

|

Jun 27, 2021 | 11:35 PM

HELATH : ઉનાળાની ઋતુની શરૂઆતથી તરબૂચ (Watermelon) બજારમાં આવવાનું શરૂ થાય છે અને વરસાદની ઋતુ સુધી બજારમાં મળતા હોય છે. પણ તરબૂચ વિશે સૌથી મોટો પ્રશ્ન એ છે કે ડાયાબિટીઝ (Diabetes) ના દર્દીઓ તરબૂચ ખાઈ શકે છે કે નહીં?

HELATH : ડાયાબિટીઝના દર્દીઓ તરબૂચ ખાઈ શકે કે નહીં?, જાણો આ સવાલનો જવાબ
સાંકેતિક તસ્વીર

Follow us on

HELATH : તરબૂચ વિશે સૌથી મોટો પ્રશ્ન એ છે કે ડાયાબિટીઝ (Diabetes) ના દર્દીઓ તરબૂચ (Watermelon) ખાઈ શકે છે કે નહીં? દરેક વ્યક્તિએ ઋતુ અનુસાર ફળનું સેવન કરવું જોઇએ. દરેક ઋતુ અનુસાર ફળના સ્વાદ અને ફાયદા જુદા હોય છે. પરંતુ આવા ઘણા ફળો છે જે ડાયાબિટીસના દર્દી માટે હાનિકારક હોઈ શકે છે.કેટલાક એવા ફળ છે જેના વિશે ડાયાબિટીઝના દર્દીઓના મગજમાં મૂંઝવણ ઉભી થાય છે. તરબૂચ આવા ફાળોમાંથી એક છે.

ડાયાબિટીઝ અને તરબૂચ
ઉનાળાની ઋતુની શરૂઆતથી તરબૂચ (Watermelon) બજારમાં આવવાનું શરૂ થાય છે અને વરસાદની ઋતુ સુધી બજારમાં મળતા હોય છે. પણ તરબૂચ વિશે સૌથી મોટો પ્રશ્ન એ છે કે ડાયાબિટીઝ (Diabetes) ના દર્દીઓ તરબૂચ ખાઈ શકે છે કે નહીં?તરબૂચ અને ડાયાબિટીઝ (Diabetes) ના દર્દીઓમાં ઘણા સવાલો ઉભા થાય છે. પ્રશ્ન એ છે કે શું તરબૂચનું સેવન તેમના માટે સલામત છે. આજે અમે તમને આવા જ એક ફળ વિશે જણાવીશું.

ડાયાબિટીસના દર્દીએ તરબૂચનું સેવન કરવું જોઇએ કે નહીં?
ડાયાબિટીઝ (Diabetes) ના દર્દીઓએ મીઠા ફળોનું સેવન કરવાનું ટાળવું જોઈએ.તેનું સેવન કરવાથી બ્લડમાં સુગરનું પ્રમાણ વધે છે. હવે સવાલ એ આવે છે કે ડાયાબિટીઝના દર્દી માટે તડબૂચ (Watermelon) નું સેવન કરવું સલામત છે કે નહીં.ડાયાબિટીસના દર્દીએ એવા ફળોનોનું સેવન કરવું જોઈએ જેમાં ગ્લાયકેમિક ઇન્ડેક્સ (Glycemic index) ઓછો હોય.

Surat Name : ગુજરાતના સુરત શહેરનું પ્રાચીન નામ શું છે? ઉપનામ કેટલા છે?
આજનું રાશિફળ તારીખ : 15-05-2024
આખો દિવસ ACમાં રહો છો, તો સાવધાન, થઇ શકે છે આ બીમારી
જ્યારે AC નહોતા, ત્યારે ટ્રેનના AC કોચને ઠંડા કેવી રીતે રાખતા હતા?
દરિયા કિનારે યોજાશે અનંત-રાધિકાનું બીજું પ્રી-વેડિંગ સેલિબ્રેશન
આજનું રાશિફળ તારીખ : 14-05-2024

તરબૂચ વિશે વાત કરીએ તો તેનું ગ્લાયકેમિક ઇન્ડેક્સ 72 ની આસપાસ છે. નેશનલ સેન્ટર ફોર બાયોટેકનોલોજી ઇન્ફર્મેશનના સંશોધનકારો અનુસાર ડાયાબિટીસના દર્દીઓ તરબૂચનું મર્યાદિત માત્રામાં સેવન કરી શકે છે.જો કે તેઓએ ધ્યાનમાં રાખવું જોઈએ કે વધારે પ્રમાણમાં તેનું સેવન કરવું તેમના માટે હાનિકારક હોઈ શકે છે.ડાયાબિટીસ (Diabetes) ના દર્દી અઠવાડિયામાં એક કે બે વાર તરબૂચ ખાઈ શકે છે. પરંતુ સેવન કરતા પહેલા ડોક્ટરની સલાહ લેવી જરૂરી છે.

તરબૂચમાં આ તત્વો હોય છે
તરબૂચમાં 90 ટકાથી વધુ પાણી હોય છે જે શરીરને હાઇડ્રેટ રાખે છે. આ સાથે તેમાં વિટામિન એ, વિટામિન સી, પોટેશિયમ, મેગ્નેશિયમ, વિટામિન બી 6, ફાઇબર, આયર્ન અને કેલ્શિયમ જેવા ઘણા પોષકતત્વો હોય છે. આ બધા તત્વો સ્વાસ્થ્ય માટે સારા છે અને શરીરને ઠંડક અને તાજગી પણ આપે છે.

આ પણ વાંચો : ઉંમર 13 વર્ષ, શરીરનું વજન 140 કિલોગ્રામ, સૌરાષ્ટ્રમાં બાળકોમાં મેદસ્વીતાનો ત્રીજો કેસ

 

Next Article