
ગુજરાત સહિત દેશભરમાં અત્યારે ગરમીનો પારો આસમાને પહોંચી રહ્યો છે. જ્યારે તાપમાન 45 ડિગ્રીની આસપાસ પહોંચે ત્યારે લાંબા સમય સુધી તડકામાં રહેવું જીવલેણ સાબિત થઈ શકે છે. ડોક્ટરો મુજબ, આ સ્થિતિમાં શરીરનું કુદરતી કૂલિંગ સિસ્ટમ કામ કરવાનું બંધ કરી દે છે, જેને મેડિકલ ભાષામાં ‘હીટ સ્ટ્રોક’ (લૂ લાગવી) કહેવામાં આવે છે.
સામાન્ય રીતે આપણું શરીર પરસેવા દ્વારા તાપમાનને નિયંત્રિત કરે છે. પરંતુ જ્યારે ગરમી અસહ્ય બની જાય અને લૂ વાવા લાગે ત્યારે શરીર પરસેવો પાડવાનું બંધ કરી દે છે. પરિણામે શરીરનું તાપમાન 40 ડિગ્રી સેલ્સિયસ કે તેથી વધુ પહોંચી જાય છે. આ સ્થિતિ મગજ, હૃદય અને કિડનીને ગંભીર નુકસાન પહોંચાડી શકે છે અને જો સમયસર ઈલાજ ન મળે તો વ્યક્તિનું મૃત્યુ પણ થઈ શકે છે.
ઈમરજન્સી ડોક્ટરોના મતે, જો તમારી આસપાસ કોઈ વ્યક્તિ હીટ સ્ટ્રોકનો ભોગ બને તો આ સ્ટેપ્સ અનુસરો:
બપોરે 12 થી 4 વાગ્યાની વચ્ચે બિનજરૂરી બહાર નીકળવાનું ટાળો. જો બહાર જવું જ પડે તો હળવા અને ઢીલા સુતરાઉ કપડાં પહેરો, માથું ઢાંકીને રાખો અને છત્રી કે ટોપીનો ઉપયોગ કરો. સતત પાણી પીતા રહો અને શરીરને હાઈડ્રેટ રાખો.
હીટ સ્ટ્રોક એ અચાનક આવતું સંકટ છે, પરંતુ સાવચેતી રાખવામાં આવે તો તેના જોખમથી બચી શકાય છે.