Healthy Tea : લવિંગની ચા તમારા આરોગ્ય માટે છે ફાયદાકારક, જાણો તેના લાભ

|

Sep 08, 2021 | 2:39 PM

લવિંગ શરીરમાંથી નુકશાનકારક ટોક્સીન્સને બહાર કાઢે છે. નુકશાનકારક ટોકસીન્સને કારણે ત્વચાએ ઘણા પ્રકારની સમસ્યાઓનો સામનો કરવો પડે છે.

Healthy Tea : લવિંગની ચા તમારા આરોગ્ય માટે છે ફાયદાકારક, જાણો તેના લાભ
Clove tea is beneficial for your health

Follow us on

ભારતના મસાલાઓ પર તો વિદેશની યુનિવર્સિટીઓ પણ અભ્યાસ કરી રહી છે. આ મલાસાઓ સ્વાદની સાથે સાથે સ્વાસ્થ્યને પણ ફાયદો કરે છે. એવો જ એક ગુણકારી મસાલો છે લવિંગ. ભારતમાં સદીઓથી લવિંગનો ઉપયોગ એક મસાલા તરીકે થઇ રહ્યો છે. ભોજનમાં સુંગધ વધારવા ઉપરાંત મસાલાનો ઉપયોગ આરોગ્ય મજબુત કરવા માટે ઉકાળામાં પણ થાય છે.

નિષ્ણાંતોના જણાવ્યા મુજબ, એન્ટી ઓક્સિડેન્ટ્સથી ભરપુર લવિંગને રોજના ડાયટનો ભાગ બનાવી શકાય છે. તમારી ડાયટમાં લવિંગને સામેલ કરવાના ઘણા ઉપાય છે. સૌથી સરળ અને સહેલી રીત લવિંગની ચા હોઈ શકે છે.

લવિંગની ચા (Clove Tea)

Nita Ambani luxury car : સીટ પર લખેલું છે નામ... સૌથી અનોખો રંગ! નીતા અંબાણીની લક્ઝરી કાર છે ખાસ
શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ
નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
ગરમીમાં વધારે પડતી ના ખાતા કાકડી ! નહી તો થઈ શકે છે આ સમસ્યા
આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા

એક વાસણમાં એક કપ પાણી અને લવિંગ નાખીને તેને ઉકાળો. લગભગ 5 મિનીટ પછી ગેસ બંધ કરી દો. આ ચાને એક કપમાં કાઢ્યા પછી તમે ઈચ્છો તો મીઠાશ માટે તેમાં મધ પણ મિક્સ કરી શકો છો. પરંતુ મધ નાખવું તમારા પર આધાર રાખે છે. લવિંગની ચા પીવાનો સૌથી ઉત્તમ સમય સવારનો હોય છે. તે સુનિશ્ચિત કરો કે એક કપથી વધુ લવિંગની ચાનો ઉપયોગ ન થાય.

લવિંગની ચા પાચન સુધારવામાં મદદરૂપ થાય છે. સારા પાચનથી ઝડપથી વજન ઓછું કરી શકાય છે. મેટાબોલીક દરને વધારીને લવિંગની ચા વજન ઘટાડવાનું કામ કરે છે. પેઢા અને દાંતોના દુઃખાવામાં પણ લવિંગની ચા ફાયદાકારક હોય છે. લવિંગનો સોજા વિરોધી ગુણ પેઢાના સોજા ઓછા કરે છે. આ રીતે તમારા દાંતના દુઃખાવામાં રાહત મળી શકે છે. તે ઉપરાંત લવિંગની ચાનું સેવન તમારા મોઢામાંથી બેક્ટેરિયાને પણ દુર કરવામાં મદદ કરશે.

છાતીમાં લોહીનો સંગ્રહ કે સાઈનસથી પીડિત લોકોને લવિંગની ચા પીવાની સલાહ આપવામાં આવે છે. લવિંગમાં રહેલા યુજેનોલ (ઔષધીય મીઠું) કફ સાફ કરવામાં મદદરૂપ સાબિત થાય છે. લવિંગ બેક્ટેરિયાથી થતા સંક્રમણ વિરુદ્ધ લડવામાં મદદ કરે છે. તેનાથી શરીરના તાપમાનમાં ઘટાડો થાય છે, કેમ કે લવિંગમાં વિટામીન ઈ અને બીજા વિટામીન પણ મળી આવે છે.

લવિંગ શરીરમાંથી નુકશાનકારક ટોક્સીન્સને બહાર કાઢે છે. નુકશાનકારક ટોકસીન્સને કારણે ત્વચાએ ઘણા પ્રકારની સમસ્યાઓનો સામનો કરવો પડે છે. પરનું લવિંગની ચા ઈજા, ત્વચાની સમસ્યા અને ફંગલ સંક્રમણમાં મદદ કરે છે.

 

ખાસ નોંધ – લવિંગની ચાનું સેવન પ્રમાણમાં જ કરવું, એક કપથી વધુ ચાનું સેવન તમને ગરમ પડી શકે છે. આ સિવાય જો તમે કોઇ ગંભીર બિમારીથી પીડાઇ રહ્યા હોવ તો ડૉકટરની સલાહ લીધા બાદ જ સેવન કરવું

આ પણ વાંચો –

International Literacy Day : આ રાજ્ય છે શિક્ષણમાં મોખરે, અહીંના પુરુષોએ તો કેરળને પણ છોડ્યુ પાછળ !

આ પણ વાંચો –

Mansukh Hiren Murder Case : પ્રદીપ શર્માએ સોપારી લઈને હત્યા કરી, પોલીસકર્મી સચિન વાઝેએ આપી હતી મોટી રકમ – NIA ચાર્જશીટ

Next Article