Health Tips: ઈમ્યૂનિટી બુસ્ટર ફણસનું સેવન કરવાથી અનેક બીમારી થાય છે છુમંતર, જાણો ફાયદા

|

Jun 15, 2021 | 1:54 PM

Health Tips : ફળ ખાવાની વાત આવે ત્યારે મોટાભાગે સફરજન, કેળા, કેરી, ચીકુ, જામફળ, ફણસ (Jack Fruit) જેવા ફળનો ઉપયોગ મોટા પ્રમાણમાં કરતા હોઈએ છે.

Health Tips: ઈમ્યૂનિટી બુસ્ટર ફણસનું સેવન કરવાથી અનેક બીમારી થાય છે છુમંતર, જાણો ફાયદા
ફણસ ખાવાથી થાય છે અનેક ફાયદા

Follow us on

Health Tips : ફળ ખાવાની વાત આવે ત્યારે મોટાભાગે સફરજન, કેળા, કેરી, ચીકુ, જામફળ, ફણસ (Jack Fruit) જેવા ફળનો ઉપયોગ મોટા પ્રમાણમાં કરતા હોઈએ છે. કુદરતે વિવિધ ફળમાં વિશિષ્ટ સ્વાદ તથા રસનું નિર્માણ કરીને કમાલ કરી છે. પ્રકૃતિની ભેટ ગણાતા વિવિધ રસવાળા ફળ ખાવાની પણ એક આગવી મજા છે. ફળ અને શાકભાજીની વાત નીકળે એટલે વિવિધતા પણ આપણી સમક્ષ હાજર થઈ જાય.

કોઈ ફળમાં એક પણ બીજ નહીં હોય પણ મીઠાસ અને સ્વાદ સરસ હોય છે. ફળોના રાજા કહેવાતી કેરીમાં એક મોટો ગોટલો હોય પણ તેના સ્વાદની વાત કરીએ તો મોઢામાં અચૂક પાણી આવી જાય. બીજી તરફ નાના અમથા જાંબુમાં પણ રસ અને સ્વાદ સારો જોવા મળે છે. તેના રંગ અને સ્વાદ ના પણ અનેક શોખીનો જોવા મળે છે. કોઈ ફળમાં એક બે બીજ નીકળે તો પણ સ્વાદમાં બેનમૂન હોય છે. તો કોઈ ફળમાં બીજ ના હોય પણ તેની સાથે તેમાં સમાયેલી રસાળતા ચાખીએ ત્યારે દિલ વાહ બોલી ઊઠે છે.

આજે આપણે એવા ફળ વિશે જાણકારી મેળવવાનું છે કે જેનો સ્વાદ પણ મધુરો છે. તેનો દેખાવ પણ આકર્ષક છે. વળી તેના બીજની વાત કરીએ તો બધા જ ફળમાં તે પહેલા નંબરે આવે.

IPL 2024માં સુનિલ નારાયણની બેટિંગનો જાદુ, જુઓ ક્યારે શું કર્યું
રસોડાના ફ્લોર પર પડેલા સિલિન્ડરના ડાઘ આ રીતે કરો સાફ
SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો
ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો

આ ફળમાં બી ની સંખ્યા છે 100 થી 300. વિવિધ ફળોની સરખામણીમાં ફણસમાં ( JackFruit) બીજ સૌથી વધારે જોવા મળે છે. તે સ્વાસ્થ્યવર્ધક છે. કેટલાક તેને ફળ માને છે તો કેટલાક વળી તેની ગણતરી શાકમાં કરે છે. તો કેટલાક તો તેને માસાહાર માં ગણે છે.

ફણસનાં ફાયદા

ફણસ શરીરની મેગ્નેશિયમની જરૂર પૂરી કરે છે. શરીરના હાડકાને મજબૂત રાખવા માટે મેગ્નેશિયમની માત્રા શરીરમાં જળવાઈ રહે તે જરૂરી છે. મેગ્નેશિયમ હાડકાંને મજબૂત બનાવવાની સાથે બ્લડપ્રેશર હૃદયરોગ તથા ડાયાબિટીસને નિયંત્રણમાં રાખવામાં મદદરૂપ બને છે. તેનાથી હૃદયરોગથી પણ બચી શકાય છે.

ઇમ્યુનીટી વધારે છે અને પાચનક્રિયાને મજબૂત કરે છે. ફણસના રસમાં વિટામિન બી6, વિટામીન બી 12, ફોલિક એસિડની માત્રા મોટા પ્રમાણમાં સમાયેલી છે. ફણસમાં ડાયટરી ફાઇબરનું પ્રમાણ સારા પ્રમાણમાં છે તે પાચન ક્રિયાને સરળ બનાવે છે

ફણસની ઉપયોગિતા

ફણસનું વજન ત્રણ કિલોથી 36 કિલો સુધીનું જોવા મળે છે. પણ આ વૃક્ષના લાકડાંમાંથી સંગીતના સાધનો, ફર્નિચર બનાવવામાં આવે છે. પ્રત્યેક વૃક્ષ વર્ષ દરમિયાન 100થી 200 ફળ આપે છે. ફણસમાં 80 ટકા પાણી છે. પણ એની સુગંધ કેરી તથા પપૈયાનું મિશ્રણ કરવામાં આવે ત્યારબાદ મળતી સુગંધ આવે તેવી હોય છે.

ફણસના આ એક મોટા ફળમાં 100 થી 300 બીજ જોવા મળે છે. પણ આ વૃક્ષના મૂળનો ઉપયોગ પ્રાચીન કાળથી અસ્થમા તાવનો ઉપચાર માટે કરવામાં આવે છે. ફણસનો પાક મુખ્યત્વે સાઉથ એશિયામાં વધારે જોવા મળે છે.

ગુજરાતી મરાઠી માં તેને ફણસ, હિન્દીમાં kathal કન્નડમાં તેને હલાસુ તથા અંગ્રેજીમાં તેને જેકફ્રુટ તરીકે ઓળખાય છે. ફળ કાચું હોય ત્યારે લીલા રંગનું હોય છે અને પાક્યા પછી તેનો રંગ પીળો બની જાય છે.

(નોંધ- આ લેખ વાચકોને વધુ માહિતી ઉપયોગમાં આવવા માટે લખાયો છે. આ સંદર્ભમાં પોતાના ફેમિલી ડોક્ટરની સલાહ લેવી જરૂરી છે.)

 

Next Article