
Yogurt At Night: દહીંને કોઈપણ વસ્તુ સાથે ખાઈ શકાય છે, તેનો સ્વાદ વધે છે. દહીં ખાવાનો સ્વાદ તો વધારે છે જ, સાથે સાથે તેને પૌષ્ટિક પણ બનાવે છે. ખાસ કરીને ઉનાળામાં શરીરને ઠંડુ રાખવા માટે દહીં ખાવાની સલાહ આપવામાં આવે છે. સ્વાસ્થ્ય નિષ્ણાતો પણ લોકોને તેમના આહારમાં દહીંનો સમાવેશ કરવાની સલાહ આપે છે.
પરંતુ મોટાભાગના લોકોને રાત્રે સુતા પહેલા દહીં ખાવાની આદત હોય છે, દહીંમાં સારા પોષક તત્વો હોય છે જે આપણા સ્વાસ્થ માટે ખુબ ફાયદાકારક હોય છે, પરંતુ ડિનર બાદ દહીં ખાવું શું સારી આદત છે? ચાલો તમને જણાવીએ
આ પણ વાંચો : Rajiv Dixit Health Tips: શું તમે પણ ઉપવાસ કરો છો, તો આ નિયમોનું કરો પાલન, રાજીવ દીક્ષિતે જણાવ્યા નિયમો, જુઓ Video
હેલ્થ એક્સપર્ટના જણાવ્યા અનુસાર રાત્રે દહીં ખાવાથી કોઈ નુકસાન થતું નથી, પરંતુ જો કોઈ વ્યક્તિને પાચન સંબંધિત સમસ્યાઓ હોય તો રાત્રે દહી ખાવાથી પરેશાની થઈ શકે છે. એવું એટલા માટે થાય કારણ કે તે ફેટ અને પ્રોટીનથી ભરપૂર ડેરી પ્રોડક્ટ છે, જે રાત્રે પચવામાં મુશ્કેલી પડી શકે છે. રાત્રે મેટાબોલિઝમ ધીમે ધીમે કામ કરે છે. આ કારણથી આપણું પાચનતંત્ર ધીરે ધીરે કામ કરે છે.
આ પણ વાંચો :દિલને મજબૂત રાખવું હોય તો ડાયટમાં આ વસ્તુઓનો કરો સમાવેશ કરો, હાર્ટ રહેશે હેલ્ધી
આયુર્વેદ અનુસાર દહીં શરીરમાં કફ વધારી શકે છે. રાત્રે શરીરમાં કફ વધવાની શક્યતા વધુ રહે છે. જો કે, જુદા જુદા લોકો પર આને પ્રભાવ અલગ હોય શકે છે. અસ્થમા,ઉધરસ અને શરદીની સમસ્યાઓનો સામનો કરી રહેલા લોકોએ રાત્રે દહી ખાવાથી બચવું જોઈએ.
રાત્રે દહીં ખાવાને બદલે સવારે કે પછી બપોરના સમયે ભોજન સાથે દહીં ખાવો, દિવસમાં દહીંને પચવું સરળ રહે છે, તમે સવારના નાસ્તામાં પણ દહીં લઈ શકો છો.
(આ લેખમાં આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ પર આધારિત છે. TV9 ગુજરાતી તેની પુષ્ટિ કરતું નથી. નિષ્ણાતની સલાહ લીધા પછી જ તેને અનુસરો.)