Health Tips : જો તમે ડાયાબિટીસના દર્દી છો? તો આ ખોરાકથી દૂર રહેવું જોઈએ

|

Jun 16, 2021 | 2:25 PM

Health Tips : વિશ્વભરમાં ડાયાબિટીસ (Diabetes) સૌથી મોટો પડકાર માનવામાં આવે છે. ડાયાબિટીસથી થતા રોગો ખૂબ જ જોખમી હોય છે. જે દર્દી માટે જીવલેણ પણ બની શકે છે.

Health Tips : જો તમે ડાયાબિટીસના દર્દી છો? તો આ ખોરાકથી દૂર રહેવું જોઈએ
ડાયાબિટીસના દર્દીઓએ આ ખોરાકથી દૂર રહેવું જોઈએ

Follow us on

Health Tips : વિશ્વભરમાં ડાયાબિટીસ (Diabetes) સૌથી મોટો પડકાર માનવામાં આવે છે. ડાયાબિટીસથી થતા રોગો ખૂબ જ જોખમી હોય છે. જે દર્દી માટે જીવલેણ પણ બની શકે છે. પરંતુ ડાયાબિટીસના પ્રારંભિક લક્ષણો ઓળખી લેવામાં આવે તો, આ રોગને સરળતાથી નિયંત્રિત કરી શકાય છે. નિયમિત કસરત અને વિશેષ આહાર દ્વારા ડાયાબિટીસને અમુક અંશે નિયંત્રિત કરી શકાય છે.

જો તમને ડાયાબિટીસ હોય તો તમારા આહારમાં અમુક વસ્તુઓની કડક પરેજી પાળવી જોઈએ. જેથી સુગર કંટ્રોલમાં રહે.

આ ખાદ્ય પદાર્થોથી ખાસ અંતર જાળવો :

પાંડવો-કૌરવોની મહાભારતનું કારણ હતા આ 5 ગામ, જે આજે બની ગયા છે નામી શહેર
ગોરસ આંબલી ખાવાથી થાય છે અઢળક ફાયદા, જાણો
TEA : ઉનાળાની ગરમીમાં કેટલી વાર પીવી જોઈએ ચા?
રોહિત શર્માએ તેના જન્મદિવસે ફટકારી 'હેટ્રિક', બનાવ્યો અનિચ્છનીય રેકોર્ડ
આજનું રાશિફળ તારીખ : 30-04-2024
Bank Of Baroda માંથી 50 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે

ડ્રાયફ્રુટ : ખાસ કરીને કિસમિસ
ડાયાબિટીસના દર્દીઓએ બને ત્યાં સુધી ડ્રાયફ્રુટ ખાવાનું ખાસ ટાળવું. ખાસ કરીને કિસમિસ ન ખાવી. કારણ કે તાજા ફળોનું કોન્સન્ટ્રેડેટ ફોર્મ હોય છે. એક દ્રાક્ષમાં માત્ર 27 ગ્રામ કાર્બોહાઇડ્રેટ હોય છે. જ્યારે એક કપ કિસમિસમાં કાર્બોહાઈડ્રેટનું પ્રમાણ 115 ગ્રામ થાય છે. તેથી ડાયાબિટીસના દર્દીઓએ કિસમિસનું સેવન ન કરવું જોઈએ.

ફળોમાં ચીકુ ન ખાઓ
ડાયાબિટીસના દર્દીઓએ ચીકુને તેમના આહારથી દૂર રાખવા જોઈએ. આ ફળ મીઠું હોય છે અને તેનો ગ્લાયસેમિક ઈન્ડેક્સ પણ વધારે હોય છે. ચીકુ ખાવાથી સુગરનું લેવલ વધે છે.

દૂધ પણ ઓછી ફેટવાળું પીવો
દૂધમાં સંતુલિત માત્રામાં પોષક તત્વો હોય છે. આ કારણોસર તમામ વ્યક્તિઓને તેમના આહારમાં દૂધનો સમાવેશ કરવાની સલાહ આપવામાં આવે છે. પરંતુ ડાયાબિટીસના દર્દીઓએ વધારે દૂધ પીવાનું ટાળવું જોઈએ. જે પેટમાં શરીરમાં ઇન્સ્યુલિનનું પ્રમાણ વધારી શકે છે. ફુલ ફેટ વાળા દૂધની જગ્યાએ તમે ઓછી ફેટવાળા દૂધનો ઉપયોગ કરી શકો છો.

બટાકાથી બચો
બટાકાનો ઉપયોગ શાકભાજીમાં સૌથી વધારે થાય છે. બટાકામાં પોટેશિયમ, ફાઇબર, વિટામિન સી, વિટામિન બી, કોપર અને મેગ્નેશિયમ ભરપૂર માત્રામાં હોય છે. બટાકાનું સેવન ત્વચા માટે ખૂબ જ ફાયદાકારક છે. આટલા ગુણોથી ભરપૂર હોવા છતાં તે ડાયાબિટીસના દર્દીઓ માટે હાનિકારક હોય છે. બટાકામાં કાર્બોહાઇડ્રેટની માત્રા સાથે ગ્લાયસેમિક ઇન્ડેક્સનું પ્રમાણ પણ વધારે હોય છે. જે લોહીમાં સુગરનું પ્રમાણ વધારી દે છે.

Published On - 1:51 pm, Wed, 16 June 21

Next Article