Health Tips : અળસીનું સેવન મહિલાઓની આ સમસ્યાઓ કરે છે દૂર, જાણો ખાવાની સાચી રીત

|

Feb 17, 2022 | 7:24 AM

Flax seed: અળસીના બીજના ફાયદા વિશે બધાએ સાંભળ્યું હશે, પરંતુ શું તમે જાણો છો કે આ બીજ મહિલાઓ માટે ખૂબ જ ફાયદાકારક છે.

Health Tips : અળસીનું સેવન મહિલાઓની આ સમસ્યાઓ કરે છે દૂર, જાણો ખાવાની સાચી રીત
Flax-seed (symbolic image )

Follow us on

Flax seed: અળસીના બીજના ફાયદા વિશે લગભગ દરેક જણ જાણે છે. આ જ કારણ છે કે લગભગ તમામ ભારતીય ઘરોમાં તેનો વિશેષ ઉપયોગ થાય છે. તમને જણાવી દઈએ કે ફ્લેક્સસીડ (Flax seed)  ઘણા પોષક તત્વોથી ભરપૂર હોય છે. આ સિવાય આયર્ન, કેલ્શિયમ, પોટેશિયમ અને ફોસ્ફરસ ઉપરાંત ઓમેગા-3 ફેટી એસિડ, પ્રોટીન અને એન્ટીઓક્સીડેન્ટ પણ ભરપૂર માત્રામાં જોવા મળે છે. અળસીના બીજના ફાયદા ખાસ કરીને સ્ત્રીઓ માટે ઘણી સમસ્યાઓ દૂર કરવા માટે ઉપયોગી છે. અળસીના બીજ મહિલા (women) ઓની ત્વચા અને સ્વાસ્થ્ય બંને માટે ફાયદાકારક હોય છે, તેથી જ મહિલાઓએ તેના આહારમાં અળસીને ચોક્કસ સામેલ કરવી જોઈએ. તો ચાલો આજે જાણીએ ફ્લેક્સસીડના ફાયદા

સ્ત્રીઓ માટે અળસીના બીજના ફાયદા

1. પીરિયડ્સમાં ફાયદાકારક

આજકાલ મોટાભાગની છોકરીઓ પીરિયડ્સ સંબંધિત સમસ્યાઓનો સામનો કરી રહી છે, ઘણી મહિલાઓને અનિયમિત પીરિયડ્સની સમસ્યાનો સામનો કરવો પડે છે. આવી સ્થિતિમાં, આ સમસ્યામાંથી બહાર આવવા માટે ફ્લેક્સસીડનું સેવન ફાયદાકારક છે.

2. પ્રજનનક્ષમતા વધારો

દરેક સ્ત્રી માતા બનવાનું સપનું જુએ છે. આવી સ્થિતિમાં, ઘણી વખત એવું બને છે કે કેટલીક મહિલાઓને બાળકને ગર્ભધારણ કરવામાં ઘણી સમસ્યાઓ આવે,આવી સ્થિતિમાં, ફ્લેક્સસીડ પ્રજનન ક્ષમતા વધારવામાં મદદ કરે છે.

ઉનાળામાં દરરોજ સૂકું નાળિયેર ખાવાના છે ચમત્કારિક ફાયદા, જાણો
પાકિસ્તાનની એ ઈમારતો જ્યાં આજે પણ લખ્યું છે ભારતનું નામ
શું તમારી પાસે છે PM મોદીનો મોબાઈલ નંબર?
ઘરના બારી દરવાજા બનાવવા બેસ્ટ લાકડું કયું? અહીં જુઓ લિસ્ટ
Axis Bank માંથી 3 વર્ષ માટે 3 લાખ રૂપિયાની લોન પર વ્યાજ કેટલું હશે?
અનિલ અંબાણીના શેરનું જોરદાર કમબેક...

3. હોર્મોન ઠિક કરે છે

જે મહિલાઓને હોર્મોનલ પ્રોબ્લેમ હોય તેમના માટે ફ્લેક્સસીડનું સેવન ખૂબ જ ફાયદાકારક છે. જો તમે ફ્લેક્સસીડનું સેવન કરો છો, તો તે એસ્ટ્રોજન હોર્મોનના સ્તરને નિયંત્રણમાં રાખવામાં મદદ કરે છે. આ સાથે પીસીઓડીની સમસ્યાને દૂર કરવા માટે પણ આ બીજ ફાયદાકારક માનવામાં આવે છે.

4. પાચનમાં ફાયદાકારક

જો કોઈપણ મહિલાને ગેસ, એસિડિટી, અપચો કે કબજિયાતની સમસ્યા હોય તો અળસીનું સેવન કરી શકાય છે. વાસ્તવમાં તેમાં ફાઈબર સારી માત્રામાં જોવા મળે છે, જે પાચનમાં લાભ આપે છે.

5. ત્વચા માટે ફાયદાકારક

તમને જણાવી દઈએ કે ફ્લેક્સસીડમાં એન્ટીઓક્સીડેન્ટ ગુણો જોવા મળે છે, બે ત્વચા માટે ખૂબ જ ફાયદાકારક છે. જો તમે તેનું સેવન કરો છો તો ત્વચા ચમકદાર બને છે.

6. વજન નિયંત્રણ

અળસીના બીજમાં ઓમેગા 3 ફેટી એસિડનું પ્રમાણ વધુ હોય છે. તેના સેવનથી વજન પણ સરળતાથી નિયંત્રિત રહે છે. આ ઉપરાંત, ઓમેગા 3 ફેટી એસિડ આંખની સમસ્યાઓમાં પણ રાહત આપે છે.

7. ડાયાબિટીસ માટે ફાયદાકારક

જો કોઈ મહિલાને ડાયાબિટીસ હોય તો અળસીના બીજ ફાયદાકારક છે.તેના સેવનથી સુગર લેવલને સરળતાથી નિયંત્રિત કરી શકાય છે.

ફ્લેક્સસીડનું સેવન કેવી રીતે કરવું

1– ચમચી ફ્લેક્સસીડને આખી રાત પાણીમાં પલાળી રાખો, પછી તેને ખાલી પેટ ચાવીને ખાઓ.

2- તમે અળસીના બીજને તળીને શેકીને પણ ખાઈ શકો છો.

3- તમે તેને કોઈપણ પીણામાં ફ્લેક્સસીડથી ગાર્નિશ કરીને પણ આરોગી શકો છો.

4- જો તમે ઈચ્છો તો આ બીજને દાળ, શાકભાજી વગેરેમાં પણ નાખી શકો છો.

નોંધ : આ લેખ માત્ર જાણકારી માટે છે. તેનો ઉપયોગ પુર્વે આપ આપના તબીબ અથવા તજજ્ઞોની સલાહ ખાસ લેવી

આ પણ વાંચો : Bappi Lahiri Last Rites : બપ્પી લહેરીનો પાર્થિવ દેહ આજે પંચમહાભુતમાં વિલીન થશે, પાર્લે સ્મશાન ગૃહ ખાતે થશે અંતિમ સંસ્કાર

આ પણ વાંચો :LIC IPO: 10 માર્ચે ખુલી શકે છે દેશનો સૌથી મોટો IPO, જાણો યોજનાની મહત્વની 15 બાબતો

Published On - 7:24 am, Thu, 17 February 22

Next Article