Health: ચિંતા ઓછી કરવા આ વિટામિન અને સપ્લીમેન્ટ છે મદદગાર, રોજિંદા રૂટિનમાં કરો સામેલ

|

Mar 22, 2021 | 5:32 PM

Health: લાંબા સમય સુધી તણાવમાં રહેવાથી શરીર પર તેની નકારાત્મક અસર પડે છે. તણાવે હાનિકારક સ્થિતિઓની શારીરિક પ્રતિક્રિયા છે પછી ભલે તે વાસ્તવિક હોય કે કથીકરૂપથી કોઈ ચિંતાએ ઘરેલી લીધા હોય પણ આપણને તે ઘણી અસર કરે છે.

Health: ચિંતા ઓછી કરવા આ વિટામિન અને સપ્લીમેન્ટ છે મદદગાર, રોજિંદા રૂટિનમાં કરો સામેલ

Follow us on

Health: લાંબા સમય સુધી તણાવમાં રહેવાથી શરીર પર તેની નકારાત્મક અસર પડે છે. તણાવે હાનિકારક સ્થિતિઓની શારીરિક પ્રતિક્રિયા છે પછી ભલે તે વાસ્તવિક હોય કે કથીકરૂપથી કોઈ ચિંતાએ ઘરેલી લીધા હોય પણ આપણને તે ઘણી અસર કરે છે. જ્યારે આપણે ઘરે ચિંતામાં કે તણાવમાં હોઈએ છીએ, ત્યારે શરીરમાં રાસાયણિક પ્રતિક્રિયા શરૂ થાય છે. તણાવ સમયે હ્રદયના ધબકારા વધી જાય છે, શ્વાસ ફૂલવા માંડે છે, મસલ્સ કડક થઈ જાય છે અને બ્લડ પ્રેશર હાઈ થઈ જાય છે. ન્યૂટ્રિશનિષ્ટ વૈભવ ગર્ગ મુજબ આમાંથી ઘણી ઉપાયો સમસ્યાના સમાધાનમાં મદદગાર થઈ શકે છે. તણાવ ઓછું કરવા આ વિટામિન અને સપ્લીમેન્ટ ઘણા મદદરૂપ થઈ શકે છે જો તે રોજિંદા રૂટિનમાં શામેલ કરવામાં આવે તો.

 

ઓમેગા-3 ફેટી એસિડ્સ– માનસિક સ્વાસ્થ્ય જાળવવા માટે મહત્વપૂર્ણ જેથી તમારી વિચાર પ્રક્રિયા ખૂબ અસરકારક રીતે સુનિશ્ચિત થઈ શકે. ઓમેગા-3 ફેટી એસિડ્સમાંથી એક ઘટક તંદુરસ્ત નર્વસ સિસ્ટમને પ્રોત્સાહન આપી શકે છે. આ ઘટકો માત્ર માનસિક સ્વાસ્થ્ય વધારવામાં અસરકારક સાબિત થયા નથી, પરંતુ સંશોધન દ્વારા એવું પણ દર્શાવવામાં આવ્યું છે કે તે અલ્ઝાઈમર જેવા લક્ષણોનું જોખમ ઘટાડી શકે છે. તમારા દૈનિક આહારમાં ઓમેગા -3 ફેટી એસિડ્સનો સમાવેશ ચોક્કસપણે શારીરિક સપાટી પર બળતરા ઘટાડવામાં મદદરૂપ થઈ શકે છે અને તમારા મગજ માટે લોહીનો પ્રવાહ અને પોષણ વધારી શકે છે.

શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ
નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
ગરમીમાં વધારે પડતી ના ખાતા કાકડી ! નહી તો થઈ શકે છે આ સમસ્યા
આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો

 

વિટામિન બી કોમ્પ્લેક્સ– 8 વિટામિનનો આ સમૂહ લોહીમાં હોમોસિસ્ટીનનું સ્તર ઘટાડીને મૂડ અને ઉર્જાના સ્તર જેવા તણાવના લક્ષણો ઘટાડવામાં મદદરૂપ હોવાનું દર્શાવવામાં આવ્યું છે. આ સપ્લીમેન્ટના રોજિંદા સેવનના પરિણામમાં તણાવ ઓછું થતું હોવાનું બહાર આવ્યું છે.

 

એલ-થેનાઈન– સામાન્ય રીતે ગ્રીન ટીનો અર્ક જાણીતો છે. ઘણા બધા અભ્યાસોમાં બહાર આવ્યું છે કે ગ્રીન ટીનું નિયમિત સેવન કરતાં લોકોમાં તણાવ ઓછો જોવા મળે છે અને યાદશક્તિ અને ધ્યાનમાં પણ સુધાર જોવા મળ્યો છે.

 

અશ્વગંધા– આ એક શક્તિશાળી ભારતીય ઔષધિ છે. તણાવની સમસ્યાઓ જેવી શારીરિક સમસ્યાઓનો સામનો કરતા લોકો માટે તે ઉત્તમ છે. એથ્લેટ્સ તેનો ઉપયોગ સખત કસરત દ્વારા થતાં તાણને ઓછું કરવા માટે કરે છે. અશ્વગંધા ખાધા પછી સ્ટ્રેસ હોર્મોન કોર્ટિસોલના સ્પષ્ટ ઘટાડામાં મદદ કરે છે.

 

આ પણ વાંચો: સંસદના નવા બિલ્ડિંગ માટે નવસર્જન ટ્રસ્ટ મોકલશે 2,000 કિલોનો સ્પેશિયલ સિક્કો, જેના પર લખી હશે આ વાત

Next Article