Health : પેટમાં થતા ગેસથી છુટકારો મેળવવા અપનાવો આ સરળ ટિપ્સ
ઘરે મળતી હિંગ પાચનમાં મદદ કરે છે. અપચાની સ્થિતિમાં હીંગનું સેવન પણ ખૂબ જ ફાયદાકારક છે. ગેસથી હેરાન થતા લોકો ગરમ પાણીમાં એક ચપટી હીંગ લે તો તેમને રાહત મળશે.
જો પેટમાં ગેસ(gas) તમને પણ પરેશાન કરે છે, તો તમે આ આયુર્વેદિક(ayurvedic) ઉપાયો અજમાવી શકો છો.
ગેસ એક કુદરતી શારીરિક કાર્ય છે જે દરેકને ક્યારેક ને ક્યારેક થાય છે.. પેટમાં ગેસ બનવાનું મુખ્ય કારણ આપણો ખોરાક હોય છે. જો આહાર યોગ્ય રાખીએ તો ગેસને કારણે થતા દુખાવામાં પણ રાહત મળી શકે છે. આપણી બિનઆરોગ્યપ્રદ લાઇફસ્ટાઇલ અને ખાણીપીણીની કારણે પેટની સમસ્યાઓ કોમન બની ગઈ છે. વધારે પડતું ખાવાથી પેટમાં એસિડિટી અને ગેસ થાય એ સામાન્ય વાત છે.
વધુ પડતા ખાટા કે મસાલેદાર ખોરાક ખાવા કે પછી મોડી રાત સુધી જાગતા રહેવું, ક્યારેક ઓછું પાણી પીવું અથવા લાંબા સમય સુધી એક જ જગ્યાએ બેસી રહેવું, વગેરે કારણોને લીધે ગેસ બને છે, આ સિવાય પણ કઠોળ અને શાકભાજી પણ છે જેને ખાવાથી ગેસ બને છે. ગેસનો દુખાવો ખૂબ જ અસહ્ય થઇ જાય છે અને તે બહાર ન નીકળવાને કારણે આખા પેટમાં ફરતો રહે છે, જેના કારણે તમારા કામમાં મુશ્કેલી આવી શકે છે. તેના લીધે પેટ, પીઠ, છાતી અને માથામાં દુખાવો થાય છે. ગેસથી તાત્કાલિક રાહત મેળવવા માટે તમે કેટલાક ઘરેલું આયુર્વેદિક ઉપાયો અજમાવી શકો છો.
સવારે ખાલી પેટ પાણી પીવું જ્યારે તમે સવારે ઉઠો છો, ત્યારે ઘૂંટણિયે પાણી પીવાથી રાહત મળી શકે છે. આ મુદ્રામાં 2 ગ્લાસ પાણી પીવો અને થોડો સમય ચાલો. તેના કારણે, તમારું પેટ થોડા દિવસોમાં સાફ થવા લાગશે.
ખાલી પેટ ચા ન પીવી આપણામાંના મોટાભાગના લોકોને સવારે ઉઠતાની સાથે જ ખાલી પેટે ચા પીવાની આદત હોય છે. વધુ પડતી ચા પીવાથી પણ પેટમાં એસિડિટી અને ગેસ પણ થાય છે. તો આ આદત બદલી લેવાની જરૂર છે, સવારે ઉઠીને ચા ને બદલે એક ગ્લાસ હૂંફાળું પાણી પીવું તમારા માટે ફાયદાકારક રહેશે.
અજમાથી રાહત આયુર્વેદ મુજબ અજમો ગેસ ઘટાડવામાં શ્રેષ્ઠ છે. તે પેટના દુખાવામાં પણ મદદ કરે છે. અડધી ચમચી મેથીના દાણામાં બે ચપટી આખું મીઠું મિક્સ કરો, તેને ગરમ પાણી સાથે મિક્સ કરીને પીવો. તેનાથી ગેસ પણ દૂર થશે સાથે સાથે પાચનમાં પણ મદદ મળશે.
હિંગ ઘરે મળતી હિંગ પાચનમાં મદદ કરે છે. અપચાની સ્થિતિમાં હીંગનું સેવન પણ ખૂબ જ ફાયદાકારક છે. ગેસથી હેરાન થતા લોકો ગરમ પાણીમાં એક ચપટી હીંગ લે તો તેમને રાહત મળશે. તેના માટે હિંગને થોડી વાર માટે શેકી લો અને પછી તેને એક ગ્લાસ ગરમ પાણીમાં તેને નાંખીને સેવન કરો.
આદુનો રસ અને લીંબુ આદુના રસમાં એક ચમચી લીંબુનો રસ અને થોડું કાળું મીઠું મિક્સ કરો અને પછી તેનું સેવન કરવાથી ગેસમાં રાહત મળે છે.. આ સિવાય એક કાચની બરણીમાં આદુના ટુકડા નાખો અને ઉપર લીંબુ નીચોવો, પછી તેમાં મીઠું નાખીને બરાબર હલાવો. જ્યારે પણ તમને ભૂખ ન લાગતી હોય, પેટ ફૂલતું હોય કે ગેસની તકલીફ ન હોય, તો ખોરાક ખાવાના અડધા કલાક પહેલા 5-7 ટુકડા ચાવવાથી ગેસની પીડા હળવી થશે.
કાંદાનો રસ અને હિંગ એવું કહેવાય છે કે કાંદા તમને પેટની ઘણી બધી સમસ્યાઓમાં રાહત આપી શકે છે. તે પેટમાં ગેસ કે દુખાવામાં પણ રાહત આપવામાં મદદ કરી શકે છે. કાંદાના રસમાં એક ચપટી હીંગ અને કાળું મીઠું મિક્સ કરીને પીવાથી ગેસ અને ગેસના દુખાવામાં રાહત મળે છે. તે પાચન તંત્રને પણ સારું બનાવે છે.
હરડે અને સૂકા આદુ સુકા આદુ અને હરડે આપણા પાચન સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે. સુકા આદુનો પાવડર અને મીઠું ભેળવીને હૂંફાળા પાણી સાથે લેવું જોઈએ. તે પેટની બળતરામાં પણ રાહત આપે છે અને એક કબજિયાત દૂર કરવામાં પણ મદદ કરી શકે છે. ગેસ ક્યારેક અકળામણનું કારણ બને છે, તેથી શક્ય હોય તેટલું ઓછું તળેલું ખાઓ અને વધારે પાણી પીવો. આ સિવાય તમારી રૂટિન લાઈફ સ્ટાઈલમાં સુધારો કરો અને કસરત કરો.
આ પણ વાંચો: દૂધ નથી પીતા? તો આહારમાં રાગીનો કરો સમાવેશ, જાણો તેના 5 અમુલ્ય ફાયદા
આ પણ વાંચો: Cholesterol: હાઈ કોલેસ્ટ્રોલ ફૂડ ખાધા પછી જરૂર કરો આ 6 કામ, નહીંતર થઈ શકે છે મોટી સમસ્યાઓ
(નોંઘ: આ લેખમાં આપેલા મુદ્દાઓ પ્રાથમિક માહિતીઓને આધારે તૈયાર કરવામાં આવ્યા છે. આરોગ્યને લાગતાં કોઈ પણ પ્રયોગ કે નિર્ણય લેતા પહેલા અનુભવી તબીબ અથવા જે તે વિષયના નિષ્ણાંતની સલાહ લેવી હિતાવહ છે.)