Health care : જો તમારા યુરિનમાંથી પણ દુર્ગંધ આવે છે ? તો તમને આ રોગ થવાની છે સંભાવના

|

Dec 29, 2022 | 3:19 PM

Health care : જે લોકોના યુરિનમાં પાણીની માત્રા ઓછી અને શરીરના પ્રવાહી કચરાનું પ્રમાણ વધું હોવાના કારણે તેમા દુર્ગંધ આવે છે. જે લોકોને દરરોજ દવાઓ ખાવી પડે છે તેમને પણ આ સમસ્યા જોવા મળે છે. જો તમને પણ આવી કોઈ સમસ્યા છે તો તમને કઈ બિમારીઓ થવાની સંભાવના છે તે નીચે દર્શાવેલ છે.

Health care : જો તમારા યુરિનમાંથી પણ દુર્ગંધ આવે છે ? તો તમને આ રોગ થવાની છે સંભાવના
Health care If your urine also smells bad So you are likely to get this disease

Follow us on

સામાન્ય રીતે જે લોકો સ્વસ્થ હોય છે અને શરીર ડિહાઈડ્રેડ હોય તેવા લોકોના યુરિનમાંથી દુર્ગંધ નથી આવતી. પરંતુ જો તમારા યુરિન માં દુર્ગંધ આવે છે તો તમને કોઈ બિમારી હોવાની સંભાવના વધી જાય છે. જો તમારા શરીરમાં કોઈ સમસ્યા હોય તો તેના કારણે યુરિનમાં દુર્ગંધ આવે છે. તેવા લોકોના યુરિનમાં પાણીની માત્રા ઓછી અને શરીરના પ્રવાહી કચરાનું પ્રમાણ વધું હોવાના કારણે તેમા દુર્ગંધ આવે છે. જે લોકોને દરરોજ દવાઓ ખાવી પડે છે તેમને પણ આ સમસ્યા જોવા મળે છે. જો તમને પણ આવી કોઈ સમસ્યા છે તો તમને કઈ બિમારીઓ થવાની સંભાવના છે તે નીચે દર્શાવેલ છે.

ડાયાબિટીસ

ડાયાબિટીસએ એવો રોગ છે જે લાંબા સમય સુધીની બિમારી છે. જે લોકોને ડાયાબિટીસ હોય છે તેમનું શરીર પુરતા પ્રમાણમાં શરીરમા ઈન્સ્યુલિન બનાવી શકતા નથી અથવા તો શરીરમાં બનતા ઈન્સ્યુલિનને પચાવી શકતા નથી. જેના કારણે તેમાના યુરિનમાંથી દુર્ગંધ આવે છે. આવા સમયે તમારે ડાયાબિટસની બિમારી અંગે કાળજી રાખવી જોઈએ અને તમારા શરીરને હાઈડ્રેડ રાખવું જોઈએ.

લીવરમા સમસ્યા થવાની સંભાવના

જે લોકોને લીવરની સમસ્યા હોય છે તે લોકોના યુરિન માં દુર્ગંધ આવતી હોય છે. જ્યારે લીવર તમારા શરીરમા રહેતા ઝેરી તત્વોને તોડી શકતો નથી ત્યારે યુરિનમાં દુર્ગંધ આવે છે. સામાન્ય રીતે તમારા યુરિનનો રંગ પીળો હોય છે. પરંતુ, જો તમે બિમારીથી પિડાતા હોય તો યુરિનનો રંગ ઘેરો બદામી કે નારંગી થઈ જાય છે.

આજનું રાશિફળ તારીખ : 02-05-2024
હાર્દિક પંડ્યાના કારણે ટીમનું વાતાવરણ બગડી રહ્યું છે, મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન પર મોટો હુમલો
કેનેડામાં વિદ્યાર્થીઓની વધી મુશ્કેલી, બદલાયો આ નિયમ
ઉનાળામાં કેરી ખાધા પછી શું ન ખાવું જોઈએ?
હવે આખું વર્ષ મોબાઈલ રિચાર્જની ઝંઝટ ખતમ, આ છે Jio અને Airtelના સૌથી સસ્તા વાર્ષિક પ્લાન
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો

યુટીઆઈ

યુટીઆઈની સમસ્યા પુરુષો કરતા સ્ત્રીઓમાં વધારે જોવા મળે છે. સ્ત્રીઓની મૂત્ર માર્ગ પુરુષો કરતા ટૂંકી હોય છે તેના કારણને તેમને ચેપ થવાની સંભાવના વધારે થાય છે. જેના કારણે પણ તેમના યુરિન માંથી દુર્ગંધ આવે છે.

ચેતવણી : આ લેખમાં આપવામાં આવેલી તમામ માહિતી, જાણકારીના હેતુ માટે લખવામાં આવી છે. સ્વાસ્થ્ય સંબંધિત કંઈપણ અનુસરતા પહેલા કૃપા કરીને નિષ્ણાતની સલાહ લો

Next Article