Health Care : નાની પણ ખુબ હેરાન કરતી સમસ્યા, જાણો નસના દુ:ખાવાનો અકસીર ઘરેલુ ઈલાજ

|

Aug 12, 2022 | 9:07 AM

હળદરમાં(Turmeric ) હાજર બળતરા વિરોધી ગુણધર્મો ચેતાના દુખાવાને ઘટાડવામાં મદદ કરે છે અને તમને રાહત આપે છે.

Health Care : નાની પણ ખુબ હેરાન કરતી સમસ્યા, જાણો નસના દુ:ખાવાનો અકસીર ઘરેલુ ઈલાજ
Veins Pain Home Remedies (Symbolic Image )

Follow us on

આપણાજિંદા જીવનમાં નાની નાની સમસ્યાઓ આપણને ખુબ હેરાન કરી શકે છે. ઘણીવાર બીમારીઓનું નામ આવે એટલે જ લોકો એવું વિચારે છે કે હાર્ટ એટેક, સ્ટ્રોક, કિડની કે લિવર ફેલ થવી એ સૌથી મોટી બીમારીઓ છે, પરંતુ એવું જરાય નથી. આ આર્ટિકલમાં, અમે તમને નસ ચઢવા એટલે કે ચેતા સંકોચન અને નસમાં થતી પીડાની સમસ્યા વિશે વાત કરીશું, જેના કારણે તમે હેરાન થાઓ છો.

1- આ દુખાવો કોઈને પણ ક્યારેય પણ થઈ શકે છે

નસ ચઢી જવાના કારણે થતો દુખાવો તમને થોડા કલાકોથી લઈને લાંબા દિવસો સુધી પરેશાન કરી શકે છે. આ એક એવી નાની સમસ્યા છે જે કોઈપણ વ્યક્તિને પરેશાન કરી શકે છે. ભલે સાંભળવામાં કે જોવામાં નાની સમસ્યા લાગે, પરંતુ તેના કારણે થતી પીડા તમને ખુબ પરેશાન કરી શકે છે. આપણા શરીરમાં ઘણા બધા જ્ઞાનતંતુઓ છે અને દરેક અંગ માટે ઘણી બધી ચેતાઓ પણ છે. જો કોઈ અંગની નસમાં દુખાવો થાય છે તો તમારા માટે તેને સહન કરવું મુશ્કેલ બની શકે છે.

2- નસ ચઢી જાય તો તેનાથી રાહત મેળવવા માટે ઘરેલું ઉપાય

નસ ચઢી જવાના ઘણા કારણો હોઈ શકે છે, પરંતુ બહુ ઓછા લોકો તેનો ઘરેલું ઉપચાર જાણે છે. અમે તમને કોઈપણ કારણથી થતા નસના દુખાવાના ઉપચાર વિશે જણાવી રહ્યા છીએ, જેની મદદથી તમે નસના દુખાવાને સારું કરી શકો છો. ચાલો જાણીએ આવા ઝડપી ઘરગથ્થુ ઉપચારો વિશે, જેનાથી ચેતાના દુખાવાને ચપટીમાં દૂર કરી શકે છે.

હાર્દિક પંડ્યાના કારણે ટીમનું વાતાવરણ બગડી રહ્યું છે, મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન પર મોટો હુમલો
કેનેડામાં વિદ્યાર્થીઓની વધી મુશ્કેલી, બદલાયો આ નિયમ
ઉનાળામાં કેરી ખાધા પછી શું ન ખાવું જોઈએ?
હવે આખું વર્ષ મોબાઈલ રિચાર્જની ઝંઝટ ખતમ, આ છે Jio અને Airtelના સૌથી સસ્તા વાર્ષિક પ્લાન
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો
રિંકુ સિંહને કપિરાજે 6 વખત બચકા ભર્યા છે, જુઓ ફોટો

3- સ્નાન કરતી વખતે કરો આ ઉપાય

જો કોઈક કારણોસર તમારી નસ ચઢી ગઈ છે અને ખૂબ દુખાવો થઈ રહ્યો છે, તો તમે સ્નાન કરતી વખતે તમારા પાણીમાં રોક સોલ્ટનો ઉપયોગ કરી શકો છો. આ ઉપાય તમને પીડા ઘટાડવામાં મદદ કરી શકે છે. તેમાં રહેલું મીઠું તમારા દર્દને ઓછું કરવાનું કામ કરે છે. તેના માટે તમારે ન્હાતી વખતે એક ડોલ પાણીમાં ફક્ત બે કપ રોક સોલ્ટ નાખો અને દુખાવાની જગ્યાને અડધા કલાક સુધી તે પાણીમાં ડૂબાડી રાખો. આ ઉપચાર તમને દુખાવો ઓછો કરવામાં મદદ કરશે.

4- આ મસાલાને ભોજનમાં ઉમેરો કરો

જો શરીરના કોઈપણ ભાગમાં દુખાવો થતો હોય અથવા નસોમાં તીવ્ર દુખાવો થતો હોય તો તમે આ ઉપચાર અજમાવી શકો છો. તમારે થોડી હળદર લેવાની છે. હળદરમાં રહેલા બળતરા વિરોધી ગુણધર્મો નસના દુખાવાને ઘટાડવામાં મદદ કરે છે અને તમને મોટી રાહત આપે છે. તમારે માત્ર એક ગ્લાસ દૂધમાં 1/4 ચમચી હળદર પાવડર ઉમેરવાનું છે. જો તમે ધારો તો તેમાં એક ચપટી કાળી મરીનો પાવડર પણ ઉમેરી શકો છો. આ મિશ્રણને સારી રીતે મિક્સ કરીને પી લો. ખાતરી કરો કે તમે ફક્ત ગરમ દૂધનો ઉપયોગ કરો છો.

5-એપલ સીડર વિનેગર

રાહત મેળવવા માટે એપલ સીડર વિનેગરનો પણ ઉપયોગ કરી શકાય છે. સફરજનના વિનેગરમાં હાજર મેગ્નેશિયમ, ફોસ્ફરસ, કેલ્શિયમ અને પોટેશિયમ ન્યુરલજીયાને ઝડપથી ઓછું કરવાનું કામ કરે છે. તમારે એક ગ્લાસ ગરમ પાણીમાં 2-3 ચમચી એપલ સાઇડર વિનેગર નાખવું. અને તમે તેમાં એક નાની ચમચી મધ પણ ઉમેરી શકો છો. હવે આ મિશ્રણને સારી રીતે ભેગું કરો અને અઠવાડિયામાં બે વાર પીવો. આ રેસીપી પીડા ઓછી કરવામાં મદદ કરે છે.

(આ લેખમાં આપવામાં આવેલી માહિતી સામાન્ય ધારણાઓ પર આધારિત છે. TV9 ગુજરાતી તેની પુષ્ટિ કરતું નથી. નિષ્ણાતની સલાહ લીધા પછી જ તેને અનુસરો.)

Next Article