Health: અંકુરિત થયેલા બટાકા ખાવાથી બચો, આ નુકશાન થઇ શકે છે

|

Jan 21, 2022 | 7:00 AM

નિષ્ણાતો કહે છે કે જો તમે તે અંકુરિત ભાગને બટાકામાંથી અલગ કરી દીધો હોય તો તમે તેને બગીચામાં લગાવીને બટાકાના છોડ ઉગાડી શકો છો.

Health: અંકુરિત થયેલા બટાકા ખાવાથી બચો, આ નુકશાન થઇ શકે છે
Avoid eating sprouted potatoes, this can be harmful (Symbolic Image )

Follow us on

બટાકા (Potatoes ) એ ઘરોમાં સૌથી વધુ લોકપ્રિય શાકભાજી છે. મોટાભાગના ઘરોમાં બટાકા મોટા પ્રમાણમાં ખરીદવામાં આવે છે. પરિણામે, થોડા દિવસો પછી તેમાં અંકુરણ શરૂ થાય છે, પરંતુ લોકો તેની અવગણના કરે છે અને શાકભાજીમાં (Vegetables ) તેનો ઉપયોગ કરે છે. ક્યારેય વિચાર્યું છે કે આ ફણગાવેલા બટાકા સ્વાસ્થ્ય (Health ) માટે ફાયદાકારક છે કે હાનિકારક. આ અંગે નેશનલ કેપિટલ પોઈઝન સેન્ટરનું કહેવું છે કે, જો તમારા ઘરમાં રાખેલા બટાકામાં અંકુર ફૂટવાનું શરૂ થઈ ગયું હોય અથવા બટાકા ફૂટી ગયા હોય તો તેને ફેંકી દેવો એ વધુ સારો વિકલ્પ છે. આવા બટાટા સ્વાસ્થ્ય માટે સારા નથી.

ફણગાવેલા બટાકા સ્વાસ્થ્ય માટે કેમ હાનિકારક છે, તેની અસર કેવી રીતે સમજવી અને તે કેટલું જોખમી છે? જાણો આ સવાલોના જવાબ.

બટાટા ઝેરી બની જાય છે

નેશનલ કેપિટલ પોઈઝન સેન્ટરના રિપોર્ટ અનુસાર બટાકામાં કુદરતી રીતે સોલેનાઈન અને ચેકોનાઈન જેવા કેટલાક ઝેરી તત્વો હોય છે. જો કે તે તેમાં ખૂબ ઓછી માત્રામાં જોવા મળે છે, પરંતુ તે તેના છોડ અને પાંદડાઓમાં વધુ માત્રામાં હાજર છે.

નિવૃત્તિ છતાં વિરાટ, રોહિત અને જાડેજાને ગ્રેડ A+ માં કેમ સ્થાન મળ્યું?
ભારતીય ક્રિકેટના 'બડે મિયાં-છોટે મિયાં' બંનેને મળી ખુશખબર
10 રૂપિયાની આ વસ્તુ વાસ્તુના બધા દોષ દૂર કરશે,પૈસા આકર્ષિત થશે!
લાલ કે કાળા..ગરમીમાં કયા રંગના માટલાનું પાણી રહે છે વધારે ઠંડુ?
હવે જાણી જ લો કે, દિવસમાં કેટલી છાશ પીવી જોઈએ?
એક એપિસોડ માટે 7 લાખ રૂપિયાનો ચાર્જ લે છે,આ કોમેડિયન

તેથી, જેમ જેમ બટાટા અંકુરિત થવા લાગે છે, તેવી જ રીતે તેમાં બંને ઝેરી તત્વોનું પ્રમાણ વધવા લાગે છે. આથી આવા બટાકાને કોઈપણ સ્વરૂપમાં ખાધા પછી તે તત્વો શરીરમાં પહોંચવા લાગે છે. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે આવા બટાકાને એક કે બે વાર ખાવાથી વધારે નુકસાન થતું નથી, પરંતુ જો તમે સતત આવા બટાકાથી બનેલું ફૂડ ખાતા હોવ તો ઘણી સમસ્યાઓ થઈ શકે છે, ખાસ કરીને પેટ સંબંધિત.

આવા લક્ષણો દેખાઈ શકે છે

રિપોર્ટ અનુસાર જો બટાકાના ઝેરી તત્વો શરીરમાં વધુ પ્રમાણમાં પહોંચવા લાગે છે તો ઘણા લક્ષણો જોવા મળે છે. ઉદાહરણ તરીકે ઉલ્ટી, ઝાડા અને પેટમાં દુખાવો વગેરે. કેટલાક લોકોમાં તેના લક્ષણો હળવા હોય છે અને કેટલાકમાં આ લક્ષણો ગંભીર સ્વરૂપ લઈ શકે છે. જો સ્થિતિ વધુ ગંભીર બને છે તો લો બ્લડ પ્રેશર, તાવ અને માથાનો દુખાવો જેવા લક્ષણો જોવા મળે છે. જો તેને યોગ્ય સમયે રોકવામાં ન આવે તો મૃત્યુ પણ થઈ શકે છે.

કેવી રીતે બટાકાને અંકુરિત થતાં અટકાવવા

1. જો બટાકામાં લીલો રંગ દેખાતો હોય અથવા તો ક્યાંક અંકુરિત થઈ રહ્યો હોય તો તેને કાઢી લો.

2. બટાકાને એવી જગ્યાએ રાખો કે જ્યાં સૂર્યના કિરણો ન પહોંચે અને ન તો ખૂબ ઠંડી હોય.

3. તેને સ્ટોર કરતી વખતે હંમેશા ડુંગળી જેવા શાકભાજીથી અલગ રાખો કારણ કે તે ગેસ છોડે છે, જે બટાકામાં અંકુરણ શરૂ કરી શકે છે.

4. જો તમે મોટી માત્રામાં બટાકા ખરીદ્યા છે તો તમે તેને કોટન બેગમાં રાખી શકો છો. બેગ એવી હોવી જોઈએ કે હવા પસાર થઈ શકે.

5. નિષ્ણાતો કહે છે કે જો તમે તે અંકુરિત ભાગને બટાકામાંથી અલગ કરી દીધો હોય તો તમે તેને બગીચામાં લગાવીને બટાકાના છોડ ઉગાડી શકો છો.

આ પણ વાંચો : White Onion Benefits : સફેદ ડુંગળી ફક્ત સ્વાદ જ નહીં વધારે આપશે આ ફાયદા પણ

આ પણ વાંચો : Health Tips : શેકેલું લસણ ખાવાના આ પાંચ ફાયદા જાણો, થઇ જશો હેરાન

(વૈધાનિક ચેતવણીઃ આ લેખ માત્ર જાણકારી માટે છે. આનો ઉપયોગ-ઉપચાર કરતા પૂર્વે આપ આપના તબીબ અથવા આ બાબતના તજજ્ઞનો સંપર્ક કરીને જરૂરી પુછપરછ કરશો)