શું છે આ ‘Dyscalculia’ બીમારી? Tara Sutaria એ શેર કરી પોતાની સમસ્યા, જાણો તેના મુખ્ય લક્ષણો

શું તમને પણ ગણિતના નામથી ડર લાગે છે? બોલિવૂડ એક્ટ્રેસ તારા સુતારિયાએ તાજેતરમાં એક ચોંકાવનારો ખુલાસો કર્યો છે. તારા સુતારિયાને 'ડિસ્કેલ્કુલિયા' (Dyscalculia) નામની એક બીમારી છે, જેના કારણે તેને સરવાળા અને નંબરો સમજવામાં ભારે તકલીફ પડે છે. આખરે શું છે આ ડિસ્કેલ્કુલિયા અને તેના લક્ષણો શું છે?

શું છે આ Dyscalculia બીમારી? Tara Sutaria એ શેર કરી પોતાની સમસ્યા, જાણો તેના મુખ્ય લક્ષણો
| Updated on: Aug 29, 2026 | 7:24 PM

વિચારો, જો તમને 2 અને 2 ઉમેરવામાં પણ પરસેવો વળવા લાગે અથવા તમે ઘડિયાળ જોવા માંગો અને તેના કાંટા તમને મૂંઝવણમાં મૂકી દે, તો કેવું લાગશે? આપણામાંથી ઘણા લોકોને બાળપણમાં ગણિત જેવા વિષયથી ડર લાગતો હતો. કેટલાક લોકો એવા પણ હોય છે કે, જેના માટે સંખ્યાઓને સમજવી ખરેખર એક ખૂબ મોટી ચેલેન્જ હોય છે. તાજેતરમાં બોલિવૂડ એક્ટ્રેસ તારા સુતારિયાએ પોતાના વિશે એક એવી વાત શેર કરી છે લે, જેને સાંભળીને સૌ કોઈ હેરાન છે.

Tara Sutaria એ ઇન્ટરવ્યુમાં કર્યો ‘ખુલાસો’

એક ઇન્ટરવ્યુ દરમિયાન જ્યારે તારાને પૈસાની લેવડ-દેવડ અને બેંકના કામકાજ વિશે પૂછવામાં આવ્યું, તો તેણે ખૂબ જ બેબાક રીતે જવાબ આપ્યો. તારાએ (જે હવે 30 વર્ષની છે) જણાવ્યું, “હું ખૂબ જ નસીબદાર છું કે, મારા પપ્પા મારી આ બધી બાબતોમાં મદદ કરે છે. બેંકના કામ અને પૈસાની જાણકારી રાખવી ખૂબ જ જરૂરી છે. હું પણ સમજવાનો પૂરો પ્રયાસ કરું છું પરંતુ મને ગણિત સમજવામાં તકલીફ પડે છે. મને ‘ડિસ્કેલ્કુલિયા’ (Dyscalculia) છે. હું જ્યારે પણ હિસાબ કરવા બેસું છું, તો મારાથી અવારનવાર ભૂલ થઈ જ જાય છે. તેથી મારા પપ્પા અને મારી એકાઉન્ટ્સની ટીમ જ મારો પૈસાનો તમામ વહીવટ સંભાળે છે.”

ડિસ્કેલ્કુલિયા શું છે?

આમાં જેમ કેટલાક બાળકોને અક્ષરો વાંચવામાં તકલીફ પડે છે (જેને ડિસ્લેક્સિયા કહેવાય છે), બિલકુલ તેમ જ ડિસ્કેલ્કુલિયામાં મગજને નંબરો સમજાતા નથી. આ મગજ સાથે જોડાયેલી એક એવી સ્થિતિ છે, જેમાં વ્યક્તિનું મગજ ગણિતના નિયમો અને સંખ્યાઓને તે રીતે પ્રોસેસ નથી કરી શકતું, જે રીતે સામાન્ય લોકો કરે છે.

મહત્ત્વની વાત

આનો અર્થ એ બિલકુલ નથી કે, તે વ્યક્તિ ઓછું મગજ ધરાવે છે કે ઓછી સમજદાર છે. વારંવાર હિસાબમાં ભૂલ થવાને કારણે ઘણી વખત વ્યક્તિનો આત્મવિશ્વાસ ઓછો થવા લાગે છે અને તેને તણાવ પણ થઈ શકે છે.

ડિસ્કેલ્કુલિયાના લક્ષણો

  1. ગણતરી શીખવામાં વિલંબ: બાકીના બાળકોની સરખામણીમાં મોડેથી ગણતરી શીખવી અથવા વારંવાર ભૂલી જવું.
  2. અંદાજ ન લગાવી શકવો: લુડોના પાસાને જોઈને તરત ન બતાવી શકવું કે કેટલા બિંદુઓ છે પરંતુ તેમને એક-એક કરીને આંગળી મૂકીને ગણવા.
  3. દિવસે અને કામોનો ક્રમ ભૂલવો: અઠવાડિયાના દિવસોના નામ અથવા રોજિંદા કામોનું લિસ્ટ યાદ રાખવામાં તકલીફ પડવી.
  4. ઘડિયા ભૂલી જવા: ખૂબ મહેનત કરીને 5 નો ઘડિયો યાદ કર્યો અને બીજા જ દિવસે બધું ભૂલી જવું.
  5. ઘડિયાળ ન જોઈ શકવી: કાંટાવાળી જૂની ઘડિયાળમાં ટાઇમ સમજવામાં ખૂબ જ પરેશાની થવી.
  6. મેથ્સના નામથી જ ડર લાગવો: ગણિતનું કામ આવતાં જ ખૂબ જ ગભરાઈ જવું અથવા રડવા લાગવું.

‘ડિસ્કેલ્કુલિયા’ અને ‘ડિસ્લેક્સિયા’ સમજો

ફિલ્મ ‘તારે ઝમીન પર’ માં ઈશાન અવસ્થી (દર્શીલ સફારી) ને અક્ષરો વાંચવા-લખવામાં તકલીફ પડતી હતી, જેને ‘ડિસ્લેક્સિયા’ (Dyslexia) કહેવાય છે, બિલકુલ તેમ જ ‘ડિસ્કેલ્કુલિયા’ માં મગજને આંકડાઓ અને ગણિત સમજાતાં નથી. આ મગજ સાથે જોડાયેલી એક એવી સ્થિતિ છે, જેમાં વ્યક્તિ સામાન્ય લોકોની જેમ નંબરો, ગણતરી અને ગણિતના નિયમોને પ્રોસેસ કરી શકતી નથી.

સૈફ-સલમાન નહીં પણ આમિર ખાન સંભાળશે ‘Race 4’ ની કમાન, 2 યંગ એક્ટર્સ સાથે ફ્રેન્ચાઈઝીને મળશે ‘નવો લૂક’

Follow Us
Loading...
Unable to load recommendations.