Ginger Water Benefits : સવારે ખાલી પેટે આદુનું પાણી પીઓ, અને આ પાંચ સમસ્યાઓને ભગાડો દૂર

|

Jul 28, 2022 | 8:09 AM

આદુ (Garlic ) ખોરાકને શરીરમાંથી સારી રીતે પસાર કરવામાં મદદ કરે છે. આટલું જ નહીં, તે પેટમાં દુખાવો, પેટ ફૂલવું અને એસિડિટીની સમસ્યાથી પણ રાહત આપે છે

Ginger Water Benefits : સવારે ખાલી પેટે આદુનું પાણી પીઓ, અને આ પાંચ સમસ્યાઓને ભગાડો દૂર
Ginger Water Benefits (Symbolic Image )

Follow us on

આદુ (Ginger ) એક એવી વસ્તુ છે જે દરેક રસોડામાં (Kitchen ) અવશ્ય જોવા મળે છે, જે તમને ઘણી બીમારીઓમાં રાહત (Relief )આપવાનું કામ કરે છે. આદુનો ઉપયોગ આપણે ચામાં સ્વાદ ઉમેરવા, શાકભાજી અને ઉકાળો બનાવવા માટે કરીએ છે. ઉબકા, પેટમાં દુખાવો અને પાચન સંબંધી અન્ય સમસ્યાઓ માટે આદુનો ઉપાય ન માત્ર તમારા બ્લડ સુગર લેવલને ઘટાડવાનું કામ કરે છે પરંતુ તમારા હૃદયની તંદુરસ્તી જાળવી રાખવામાં પણ મદદ કરે છે. આદુ આપણી ઇમ્યુનીટી વધારવાનું કામ કરે છે અને જો તમે તમારા દિવસની શરૂઆત આદુનું પાણી પીવાથી કરો છો તો તે તમને તંદુરસ્ત રહેવામાં પણ મદદ મળશે. આવો જાણીએ ખાલી પેટ આદુનું પાણી પીવાના ફાયદાઓ વિશે, જે તમને સ્વસ્થ રાખવામાં મદદ કરે છે.

1-ઊર્જા વધારવા માટે

આખી રાત સૂઈ ગયા હોવા છતાં જો તમે સવારે થાક અને સુસ્તી અનુભવો છો તો તમારે દિવસની શરૂઆત આદુનું પાણી પીવાથી કરવી જોઈએ, જે તમને ઉર્જા આપવાનું કામ કરે છે. તે બ્લડ સર્ક્યુલેશન સુધારે છે અને શરીરમાંથી ઝેરી ટોક્સિન દૂર કરવાનું કામ કરે છે. તમે તમારી ચા અને કોફીમાં આદુના રસના થોડા ટીપાં ઉમેરીને પીવી જોઈએ.

2- ઉબકા દૂર થાય છે

જો તમને ઊબકાની સમસ્યા સતાવતી હોય તો તમારે સવારે ઉઠીને આદુનું પાણી અચૂક પીવું જોઈએ. આદુનું પાણી તમને  ઉબકામાં જ નહીં પરંતુ ઉલ્ટીની સમસ્યામાં પણ મોટી રાહત આપે છે. આદુમાં જોવા મળતું જીંજરોલ નામનું તત્વ પાચન સબંધિત સમસ્યાને દૂર કરે છે અને પેટનું સ્વાસ્થ્ય સુધારે છે. એટલું જ નહીં, તે ઉબકા જેવી સમસ્યાઓને ઓછી કરવામાં પણ મદદ કરે છે. પ્રેગ્નન્ટ સ્ત્રીઓએ ઉબકાથી રાહત મેળવવા માટે આદુનું પાણી પીવું જોઈએ, જે ગર્ભમાં ઉછરી રહેલા બાળક માટે પણ સલામત છે.

મેટ ગાલામાં આલિયા ભટ્ટનો જલવો, સબ્યસાચીની સાડીમાં લાગી હુશ્નની પરી, જુઓ-Photo
એક, બે, ત્રણ... ઉમેદવાર કેટલી બેઠકો પર ચૂંટણી લડી શકે?
સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?
જાહ્નવી કપૂર બની અપ્સરા, ચાહકો એ કહ્યું એક દમ શ્રીદેવી લાગે છે
ઈશા અંબાણીએ નાની દીકરીને ખોળામાં લઈને કર્યો ક્યૂટ ડાન્સ, વાયરલ થયો વીડિયો
વિરાટ કોહલીના કપડાં કેમ પહેરે છે અનુષ્કા શર્મા જાણો

3-બ્લડ શુગર લેવલ કંટ્રોલમાં રાખવા

ખાલી પેટ આદુનું પાણી પીવાથી બ્લડ શુગરને કંટ્રોલ કરવામાં મદદ મળે છે, જે ડાયાબિટીસના દર્દીઓ માટે ખુબ જ ફાયદાકારક છે. આદુમાં બળતરા વિરોધી ગુણો હોય છે. જેથી તે બ્લડ સુગર લેવલને વધવા દેતું નથી. આટલું જ નહીં, આદુનું પાણી હાઈ બ્લડ સુગર લેવલની સ્થિતિને પણ અટકાવે છે અને હૃદય રોગના જોખમને કંઈક અંશે ઘટાડે પણ છે.

4-પાચનક્રિયામાં રાહત આપે છે

આદુ ખોરાકને જમ્યા પછી શરીરમાંથી સારી રીતે પસાર કરવામાં મદદ કરે છે. આટલું જ નહીં, તે પેટમાં દુખાવો, પેટ ફૂલવું અને એસિડિટીની સમસ્યાથી પણ મોટી રાહત આપે છે. જે લોકોને વારંવાર ગેસની સમસ્યા રહેતી હોય તેઓને આદુનું પાણી પાચનતંત્રને સારી રીતે કામ કરવા મદદ કરે છે. આદુમાં રહેલા ઉત્સેચકો ખોરાકના પાચનમાં મદદ કરે છે અને ચયાપચય સુધારે છે.

5-સ્નાયુ અને માસિકના દુખાવામાં રાહત આપે છે

આદુમાં પેરાડોલ, જીંજરોલ અને શોગાઓલ નામના તત્વ હોય છે, જેમાં બળતરા વિરોધી ગુણ ધરાવે છે. બળતરાના કારણે સ્નાયુમાં દુખાવો, સાંધામાં દુખાવો અને શરીરમાં સોજો આવે છે, જો આદુનું પાણી પીવામાં આવે તો શરીરનો દુખાવો ઓછો કરવામાં મદદ મળે છે. આટલું જ નહીં, તે મહિલાઓમાં માસિક ધર્મ દરમિયાન ખેંચાણ પણ ઘટાડે છે.

(આ લેખમાં આપવામાં આવેલી માહિતી સામાન્ય ધારણાઓ પર આધારિત છે. TV9 ગુજરાતી તેની પુષ્ટિ કરતું નથી. નિષ્ણાતની સલાહ લીધા પછી જ તેને અનુસરો.)

Published On - 8:09 am, Thu, 28 July 22

Next Article