બદલાઈ ગઈ ફ્લૂ વેક્સિન: નવા ‘સુપર-K’ સ્ટ્રેન સામે રક્ષણ આપશે ટ્રાઈવેલેન્ટ રસી, જાણો કોના માટે આ રસી લેવી અનિવાર્ય

WHO ની ભલામણ બાદ 2026-27 સીઝન માટે ફ્લૂ વેક્સિનના સ્ટ્રેનમાં મહત્વનો ફેરફાર કરાયો છે. H3N2 ના નવા 'સુપર-K' વેરિઅન્ટ સામે રક્ષણ આપવા ટ્રાઈવેલેન્ટ રસી તૈયાર કરાઈ છે, જે ખાસ કરીને બાળકો, વડીલો અને ગર્ભવતી મહિલાઓ માટે અત્યંત મહત્વપૂર્ણ છે.

બદલાઈ ગઈ ફ્લૂ વેક્સિન: નવા સુપર-K સ્ટ્રેન સામે રક્ષણ આપશે ટ્રાઈવેલેન્ટ રસી, જાણો કોના માટે આ રસી લેવી અનિવાર્ય
| Updated on: Sep 01, 2026 | 9:29 PM

ઇન્ફ્લુએન્ઝા વાયરસ દર વર્ષે પોતાનું સ્વરૂપ બદલતો રહે છે, તેથી વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન (WHO) સતત મોનિટરિંગ બાદ રસીને અપડેટ કરવાની ભલામણ કરે છે. આ વખતે WHO એ આગામી ફ્લૂ સીઝન માટે વેક્સિનમાં ‘સુપર-K’ (Super-K) નામના નવા સ્ટ્રેનને સામેલ કરવાની સલાહ આપી હતી, જેના આધારે નવી અપડેટેડ રસી તૈયાર કરી લેવામાં આવી છે.

શું છે આ ‘સુપર-K’ સ્ટ્રેન?

સુપર-K કોઈ નવી બીમારી કે નવો વાયરસ નથી, પરંતુ તે અગાઉથી પ્રચલિત H3N2 ફ્લૂ વાયરસનું જ એક બદલાયેલું સ્વરૂપ (મ્યુટેશન) છે. તેનું વૈજ્ઞાનિક નામ ઇન્ફ્લુએન્ઝા A(H3N2) સબ ક્લેડ K છે. આ વાયરસના સતત બદલાતા સ્વરૂપને કારણે વેક્સિન અપડેટ કરવામાં આવે છે, જેથી સંક્રમણ અટકે અને દર્દીને હોસ્પિટલમાં દાખલ થવાની નોબત ન આવે. ગયા વર્ષે આ વાયરસ વિશ્વભરમાં ઝડપથી ફેલાયો હોવાથી આ વર્ષે પણ કેસો વધવાની આશંકા છે.

કોણે તૈયાર કરી નવી અપડેટેડ વેક્સિન?

ફ્લૂ માટે કોઈ સાવ નવી રસી નથી બનાવવામાં આવી, પરંતુ હાલની રસીઓને નવા સ્ટ્રેન મુજબ અપગ્રેડ કરવામાં આવી છે:

  • બ્રિટનમાં 2026-27 સીઝન માટે એસ્ટ્રાઝેનેકા (AstraZeneca) કંપનીએ ‘ફ્લૂએન્ઝ’ (Fluenz) વેક્સિન તૈયાર કરી છે.
  • આ એક ‘લાઈવ એટેન્યુએટેડ ઇન્ફ્લુએન્ઝા વેક્સિન’ છે, જે બાળકો અને યુવાનોને નાક વાટે (Nasal Spray) આપવામાં આવે છે.
  • આ રસી એક જ ડોઝમાં વાયરસના ત્રણ અલગ-અલગ સ્ટ્રેન સામે સુરક્ષા આપે છે, તેથી તેને ટ્રાઈવેલેન્ટ (Trivalent) વેક્સિન કહેવામાં આવે છે.
  • ગ્લેક્સોસ્મિથક્લાઇન (GSK) અને ઝાયડસ (Zydus) જેવી અગ્રણી ફાર્મા કંપનીઓ પણ નવા નિયમો મુજબ રસીનું ઉત્પાદન કરી રહી છે.

બાળકો માટે શું છે વિશેષ વ્યવસ્થા?

બાળકોના રસીકરણ માટે વિશેષ સુવિધા ઉભી કરવામાં આવી છે. 2 વર્ષથી લઈને શાળાએ જતા બાળકોને સોય (ઇન્જેક્શન) ના દર્દ વગર નાકના સ્પ્રે (Nasal Spray) સ્વરૂપે જ આ રસી આપવામાં આવી રહી છે. જોકે, જે બાળકોને કોઈ તબીબી કારણોસર નેઝલ સ્પ્રે ન આપી શકાય, તેમના માટે પરંપરાગત ઇન્જેક્શનવાળી રસીનો વિકલ્પ પણ રાખવામાં આવ્યો છે.

શું ભારતમાં પણ આ જ વેક્સિન લાગશે?

WHO દ્વારા વાયરસના સ્ટ્રેનને લઈને અપાતી ભલામણો વિશ્વભરના તમામ વેક્સિન ઉત્પાદકો માટે મુખ્ય આધાર બને છે. ભારતમાં ઉપલબ્ધ ફ્લૂ વેક્સિનના પેકેજ પર આપેલી તબીબી વિગતો અને કમ્પોઝિશન જોઈને જ જાણી શકાય કે તેમાં 2026 ના H3N2 નો નવો સુપર-K કમ્પોનન્ટ સામેલ છે કે નહીં. માત્ર રસી અપડેટ થઈ હોવાના સમાચાર સાંભળીને કોઈપણ જૂની રસી લેવાને બદલે ડોક્ટરની સલાહ મુજબ નવી અપડેટેડ બેચની રસી લેવી જ હિતાવહ છે.

હવે Amul અને Hocco જેવી મોટી બ્રાન્ડ્સની ઊંઘ ઉડાવવા રિલાયન્સે ₹10 માં ઉતારી ‘બોમ્બે ક્રીમરી’ આઇસક્રીમ

Follow Us
Loading...
Unable to load recommendations.