Eyes Caring Tips: આકરી ગરમીથી આંખોને પણ થાય છે નુકસાન, આ ટીપ્સ દ્વારા આંખોનું રાખો ધ્યાન

Eyes Caring Tips: તમે તમારી આંખોને હવામાનના આતંકથી બચાવવા માટે કેટલાક ઘરેલું ઉપાય અજમાવી શકો છો. આંખની સંભાળની આ ટિપ્સ વિશે જાણો...

Eyes Caring Tips: આકરી ગરમીથી આંખોને પણ થાય છે નુકસાન, આ ટીપ્સ દ્વારા આંખોનું રાખો ધ્યાન
File Image
| Edited By: | Updated on: May 23, 2023 | 7:58 PM

ઉત્તર ભારત સહિત દેશના અનેક ભાગોમાં આકરી ગરમીનો કહેર યથાવત છે. હીટ વેવને (Heat Wave) લઈને હવામાન વિભાગ દ્વારા એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. લોકોને ઘરમાં રહેવાની સલાહ આપવામાં આવી રહી છે. ભારે તાપ અને આકરી ગરમીથી માત્ર સ્વાસ્થ્ય અને ત્વચાને જ નહીં આંખોને પણ નુકસાન સહન કરવું પડે છે. ઉનાળામાં આંખોમાં ખંજવાળ, લાલાશ અથવા સતત પાણી આવવું સામાન્ય માનવામાં આવે છે.

હવા ગરમ થવા ઉપરાંત તેમાં રહેલી ધૂળ અને ગંદકી આંખો અને ત્વચાને પીડા અથવા અન્ય નુકસાન પહોંચાડે છે. તમે તમારી આંખોને હવામાનના આતંકથી બચાવવા માટે કેટલાક ઘરેલું ઉપાય અજમાવી શકો છો. આંખની સંભાળની આ ટિપ્સ વિશે જાણો…

આ પણ વાંચો: Heatwave: લુ લાગવાથી મોતનું જોખમ, બહાર જતા પહેલા આ વાતોનું ધ્યાન રાખો

ગુલાબજળ

ઉનાળામાં આંખોને ઠંડી રાખવી જરૂરી છે અને આ માટે તમે ગુલાબજળની મદદ લઈ શકો છો. ગુલાબની પાંખડીઓમાંથી બનાવેલ ગુલાબ જળને ઠંડક આપનાર માનવામાં આવે છે. ઉનાળામાં ત્વચા અને આંખોને ઠંડી રાખવા માટે તમે રોજ વોટર સ્પ્રેનો ઉપયોગ કરી શકો છો. દિવસમાં બેથી ત્રણ વખત આંખો અને ત્વચા પર ગુલાબજળનો છંટકાવ કરો.

બટાકા

જો આંખોની આસપાસ ડાર્ક સર્કલ હોય તો તમે તેને બટાકાથી દૂર કરી શકો છો. આ સિવાય જો ગરમી કે અન્ય કારણોસર આંખોમાં સોજો આવે છે તો તેને બટાકાથી પણ ઓછો કરી શકાય છે. બટાકાની છાલ કાઢીને તેના ટુકડા કરી આંખો પર રાખો. દિવસમાં એકવાર આ ટીપ્સ અજમાવો.

આંખની સંભાળ માટે કાકડી

ઉનાળાની ઋતુમાં આંખોની સંભાળ માટે પણ કાકડીનો ઉપયોગ કરી શકાય છે. કાકડીમાં વધુ પાણી હોય છે, તેથી તે ત્વચામાં ભેજ જાળવી રાખે છે. આંખોમાં ઠંડક માટે તમે કાકડીના ટુકડાને આંખો પર રાખી શકો છો. આ પદ્ધતિ અપનાવવી સરળ છે અને તેનાથી મિનિટોમાં ફરક પડે છે.

આંખો માટે ઠંડુ પાણી

તમે ઠંડા પાણીથી પણ આંખોને ઠંડી કરી શકો છો. થોડું ઠંડુ પાણી લો અને તેનાથી આંખો સાફ કરો. દિવસમાં ઓછામાં ઓછું બે વાર આવું કરો.

(જાહેર ચેતવણી : આ લેખમાં આપવામાં આવેલી તમામ માહિતી, જાણકારીના હેતુ માટે લખવામાં આવી છે. સ્વાસ્થ્ય સંબંધિત કંઈપણ અનુસરતા પહેલા કૃપા કરીને નિષ્ણાતની સલાહ લો.)

Healthના દરેક સમાચાર વાંચવા અહીં ક્લિક કરો