
ઉધરસ એક આમ સમસ્યા છે. જે ઋતુ પરિવર્તનની સાથે જોવા મળે છે. પરંતુ પ્રેગનેન્ટ મહિલાઓ માટે આ ઘણી ગંભીર સાબિત થઈ શકે છે. ગાયનેકોલોજિસ્ટ ડૉક્ટર સોનિયા ગુપ્તાએ સગર્ભા મહિલાઓને ઉધરસને બિલકુલ હળવાશથી ન લેવાની સલાહ આપે છે.
ડૉ. સોનિયાની એક સગર્ભા દર્દીને બહુ વધુ પડતી ઉધરસ આવી રહી હતી. તેમના પરિવારજનો તેને 5-6 દિવસ પછી ડૉક્ટર પાસે લાવ્યા, એ પહેલા તો તેમને એવુ લાગ્યું કે તે બે-ત્રણ દિવસમાં આપોઆપ ઠીક થઈ જશે. પરંતુ આમ ન થયુ. જે બાજ ડૉક્ટરે તેમને ખાંસીથી થતી ગંભીર સમસ્યાઓ વિશે જણાવ્યુ.
ડૉક્ટરે સમજાવ્યું કે ગર્ભાવસ્થા દરમિયાન રોગપ્રતિકારક શક્તિ ઓછી હોવાને કારણે,ઉધરસની સાથે ફેફસાનુ ઈનફેક્શન કે ન્યુમોનિયા પણ થઈ શકે છે. સગર્ભા સ્ત્રીને શ્વાસ લેવામાં તકલીફ અને ઓક્સિજનની કમીનો સામનો કરવો પડી શકે છે. જેના કારણે નવજાતને પણ ઓક્સિજનની કમીનો સામનો કરવો શકે છે. નવમા મહિને અથવા ડિલિવરી દરમિયાન ખાંસી અનેક પ્રસૂતિ સમસ્યાઓનું કારણ બની શકે છે.
ડૉક્ટરે જણાવ્યુ કે આપી કે જેવી તમને ઉધરસ શરૂ થાય, તમારે ગરમ પાણી પીવુ, સ્ટીમ (નાસ) લેવી, ગરમ પાણીથી કોગળા કરવા અને હળદરવાળું દૂધ પીવાનું શરૂ કરવું જોઈએ. તમારે કોઈ સ્ટ્રોંગ કાઢા કે ઉકાળો પીવો કે મનમરજી પડે તે દવા લેવાનું ટાળવુ જોઈએ.
સગર્ભા મહિલાને ખાંસી હોય તો ખાસ ડૉક્ટર પાસે ચેકઅપ કરાવવુ જોઈએ. ડૉકટર આપને લેવોસેટીરિઝિન નામની ગોળી, એક ખાસ સોલ્ટ ધરાવતુ કફ સીરપ, તાવ માટે પેરાસીટામોલ અને એન્ટિબાયોટિક્સ લખી આપે છે, જે ગર્ભાવસ્થા દરમિયાન સેફ રહે છે.
જો તમને વધુ પડતી ઉધરસને કારણે ઊંઘવામાં કે ખોરાક લેવામાં તકલીફ થઈ રહી હોય, તમારા શ્વાસમાં સીટી જેવો અવાજ આવે, અથવા અસ્થમાની સમસ્યા હોય તો ડૉક્ટર નેબ્યુલાઇઝ કરવાની સલાહ આપે છે. નેબ્યુલાઇઝર મશીનનો ઉપયોગ ઘરે અથવા હોસ્પિટલમાં કરી શકાય છે. જેમા દવા મશીનમાં મૂકવામાં આવે છે અને પછી દર્દીને નેબ્યુલાઇઝ કરવામાં આવે છે.
ડિસ્ક્લેમર: આ લેખમાં આપેલા નુસ્ખા કે જાણકારી સંપૂર્ણપણે ઈન્સ્ટાગ્રામ પર પ્રકાશિત ડૉક્ટરની રીલ પર આધારીત છે. Tv9 તેની સત્યતા, ચોકસાઈ અથવા અસરકારકતાની જવાબદારી લેતું નથી. કોઈપણ ઉપાય અજમાવતા પહેલા હંમેશા નિષ્ણાતની સલાહ લો.
Published On - 11:34 am, Fri, 28 November 25