કોરોનાથી સાજા થયા બાદ પણ આ લક્ષણો પર નજર રાખવી છે જરૂરી, જાણો ખુબ અગત્યની વાત

|

Jul 05, 2021 | 5:18 PM

ઘણા લોકોને કોરોનાથી સાજા થયા બાદ પણ તેના સામાન્ય લક્ષણોની સમસ્યા રહે છે. ચાલો તમને જણાવીએ કે આવા લક્ષણો દેખાય તો શું કરવું.

કોરોનાથી સાજા થયા બાદ પણ આ લક્ષણો પર નજર રાખવી છે જરૂરી, જાણો ખુબ અગત્યની વાત
કોરોના ટેસ્ટ (File Image)

Follow us on

હાલ કોરોનાવાયરસની અસર ધીમે ધીમે ઓછી થઈ રહી છે. પરંતુ એક અભ્યાસમાં કહેવામાં આવ્યું છે કે પોસ્ટ કોવિડ ઇન્ફેક્શનનાં લક્ષણો થોડા અઠવાડિયામાં ઓછા થઈ જાય છે, આ માટે ગભરાવાની જરૂર નથી. જોકે તેના પર નજર રાખવાની જરૂર છે.

ઓલ ઈન્ડિયા ઇન્સ્ટિટ્યૂટ મેડિકલ સાયન્સિસ (એઈમ્સ) ના મેડિસિન વિભાગના એચઓડી, ડોકટર નવીત વિગના જણાવ્યા અનુસાર, કોવિડમાંથી સાજા થયેલા દર્દીઓમાં થોડા અઠવાડિયામાં તેના લક્ષણો ઓછા થઈ જાય છે. આ અભ્યાસ 1234 દર્દીઓ પર કરવામાં આવ્યો હતો જે કોરોનાથી સ્વસ્થ થયા હતા. આ અભ્યાસની પૂર્વ સમીક્ષા પણ કરવામાં આવી છે.

અધ્યયનમાં કહેવામાં આવ્યું છે કે આ નિરીક્ષણ ઓક્ટોબર 2020 થી ફેબ્રુઆરી 2021 ની વચ્ચે ઉત્તર ભારતના આરોગ્ય કેન્દ્રમાં કરવામાં આવ્યું હતું. જેમાં 18 વર્ષથી ઓછી ઉંમરના દર્દીઓ અને કોરોનાવાયરસથી સ્વસ્થ થયા હોવાનો સમાવેશ કરવામાં આવ્યો હતો. ઓછામાં ઓછા બે અઠવાડિયા પછી, તેમના પર ફરી અભ્યાસ માટે એક ઇન્ટરવ્યૂ લેવામાં આવ્યું હતું.

શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ
નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
ગરમીમાં વધારે પડતી ના ખાતા કાકડી ! નહી તો થઈ શકે છે આ સમસ્યા
આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો

અભ્યાસમાં ગંભીર બીમારીમાંથી સ્વસ્થ થયા પછી વિવિધ લક્ષણોનું નિરીક્ષણ કરવામાં આવ્યું. પ્રથમ મહિનામાં આશરે 40 ટકા દર્દીઓમાં એક મહિનામાં આ લક્ષણો હતા, 22 ટકા વ્યક્તિઓમાં 1 થી 3 મહિનાની વચ્ચે લક્ષણ જોવા મળ્યા. જ્યારે 10 ટકા દર્દીઓમાં ત્રણ મહિના આ લક્ષણો જોવા મળ્યા હતા.

સામાન્ય રીતે નોંધાયેલા લક્ષણોમાં શરીરના દુખાવા, થાક, શ્વાસ લેવામાં તકલીફ, ઉધરસ, ઊંઘમાં તકલીફ હતી. સ્પષ્ટ પેટર્ન બહાર આવી છે કે કોવિડના લક્ષણો સામાન્ય અને વૈવિધ્યસભર છે. મોટાભાગના દર્દીઓમાં તેઓ થોડા અઠવાડિયામાં સુધરે છે અને ત્રણ મહિનાની માંદગી પછીના લક્ષણો ફક્ત 10 ટકામાં યથાવત્ રહે છે. એઈમ્સના મેડિસિન વિભાગના સહયોગી પ્રોફેસર નીરજ નિશ્ચલે કહ્યું, ‘મધ્યમથી ગંભીર રોગ ધરાવતા દર્દીઓમાં કોવિડ પછીના લક્ષણો વધુ દેખાઈ શકે છે.

સ્થાનિક ડોક્ટરની સલાહ લેવી

ડો.નિશ્ચલે કહ્યું કે સકારાત્મક વલણ પણ મહત્વની ભૂમિકા ભજવે છે. સદભાગ્યે મોટા ભાગના દર્દીઓમાં આ લક્ષણો કોઈ તબીબી સલાહ વિના સમય સાથે જતા રહેશે. તમે પોઝિટિવ ઉર્જાથી તમારું સામાન્ય જીવન જીવી શકો છો. જેમને અસ્વસ્થતા અથવા ડિપ્રેસન છે તેઓ કોવિડ પછી તબીબી સલાહ લઈ શકે છે. શ્વાસ લેવાની કસરત, સંતુલિત આહાર અને શારીરિક પ્રવૃત્તિઓ કરવાનું ચાલુ રાખવું પણ મદદ કરી શકે છે.

 

આ પણ વાંચો: ચિંતાજનક: ફંગસ બાદ આ રોગે વધારી ચિંતા, સાજા થયા બાદ કોરોનાના દર્દીઓના ઓગળી રહ્યા છે હાડકા

આ પણ વાંચો: Health Tips : દહીં સ્વાસ્થ્ય માટે શ્રેષ્ઠ છે, પરંતુ શું રાત્રે દહીં ખાવુ યોગ્ય છે ? વાંચો આ અહેવાલ

Next Article