
આખો દિવસ કામ કર્યા પછી થાક લાગવો સામાન્ય બાબત છે. પરંતુ ઘણી વખત થાક લાગ્યા છતાં પણ રાત્રે ઊંઘ આવતી નથી. શરીરમાં અજીબ બેચેની રહે છે અને આખી રાત પડખાં ફેરવવામાં જ નીકળી જાય છે. જો તમારી સાથે પણ વારંવાર આવું થતું હોય, તો તમે એક સરળ નુસખો અજમાવી શકો છો. આ ખાસ ઉપાય વેલનેસ કોચ ડૉક્ટરે પોતાના ઇન્સ્ટાગ્રામ હેન્ડલ પર શેર કર્યો છે.
વેલનેસ કોચ દરરોજ રાત્રે સૂતા પહેલાં માત્ર 10 મિનિટ માટે મીઠા પર ઊભા રહીને પોતાના પગ ઘસવાની સલાહ આપે છે. પોતાના ઇન્સ્ટાગ્રામ હેન્ડલ પર શેર કરેલા વીડિયોમાં અવંતિકા જણાવે છે કે આવું કરવાથી તમને એક સાથે અનેક ફાયદા મળી શકે છે. આવો જાણીએ તેના વિશે—
વેલનેસ કોચ જણાવે છે કે આ સરળ ઉપાય અજમાવ્યા પછી તમારું શરીર એકદમ રિલેક્સ થઈ જશે. એપ્સમ સોલ્ટમાં મેગ્નેશિયમ સલ્ફેટ રહેલું હોય છે. મેગ્નેશિયમ થાક દૂર કરીને શરીર અને સ્નાયુઓને આરામ આપવામાં ખૂબ અસરકારક સાબિત થાય છે. આનાથી થોડી જ વારમાં તમારું શરીર હળવુંફૂલ થઈ જશે તેમજ પગના દુખાવા અને જકડાઈ જવાની સમસ્યામાં રાહત મળશે. શરીર જ્યારે રિલેક્સ મોડમાં આવી જાય છે ત્યારે ઝડપથી ઊંઘ પણ આવી જાય છે. જેથી તમે પણ આ સરળ ઉપાય અજમાવીને જોઈ શકો છો.
એક્સપર્ટ જણાવે છે કે જો તમારા પગમાં કોઈ ખુલ્લો ઘા કે ઈજા હોય, તમે ડાયાબિટીસના દર્દી હોવ અથવા તમને સ્કિન ઈન્ફેક્શન રહેતું હોય તો આ ઉપાય કરવાનું ટાળો. આ રીત તમારા શરીરને રાહત આપીને સારી ઊંઘ લાવવામાં મદદ કરી શકે છે, પરંતુ જો તમને હંમેશાં ઊંઘ સંબંધિત ગંભીર સમસ્યા રહેતી હોય તો એકવાર નિષ્ણાત તબીબની સલાહ ચોક્કસ લો.