શિયાળામાં રોજ ‘બદામ’ ખાવાથી શું થાય ? જાણી લો, ક્યારેય ન સાંભળેલા આ ‘5 મોટા ફાયદા’

શરીરને સ્વસ્થ અને ઊર્જાવાન રાખવા માટે બદામનું સેવન ખૂબ જ ગુણકારી માનવામાં આવે છે. ખાસ કરીને શિયાળાની ઋતુમાં રોજ એક મુઠ્ઠી બદામ ખાવાથી શરીરને ભરપૂર પોષણ અને ગરમાવો મળે છે. એવામાં સવાલ એ છે કે, નિયમિત બદામ ખાવાથી હાર્ટથી લઈને સ્કિન સુધીના સ્વાસ્થ્ય પર તેનો કેવો પ્રભાવ પડે છે?

શિયાળામાં રોજ બદામ ખાવાથી શું થાય ? જાણી લો, ક્યારેય ન સાંભળેલા આ 5 મોટા ફાયદા
Image Credit source: AI Generated
| Updated on: Nov 03, 2026 | 8:33 PM

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ બદામ ખાવાની સલાહ આપવામાં આવે છે. ખાસ કરીને શિયાળામાં બદામ ખાવાથી શરીર ગરમ રહે છે અને ભરપૂર પોષણ મળે છે. રોજ એક મુઠ્ઠી બદામ ખાવાથી તમારા શરીરને વિચારેલા કરતાં પણ વધુ ફાયદા મળી શકે છે.

બદામને તમે ડાયેટમાં અનેક પ્રકારે એડ (Add) કરી શકો છો. તેનો ક્રંચી ટેસ્ટ પોષક તત્વોથી ભરપૂર હોય છે. સ્નેકિંગ માટે અથવા સફરમાં સાથે લઈ જવા માટે બદામ સારો વિકલ્પ છે. ‘બદામ’ તમને હેલ્ધી ફેટ્સ, વિટામિન્સ અને ભરપૂર તાકાત આપે છે.

ગેસ્ટ્રોએન્ટેરોલોજિસ્ટના જણાવ્યા અનુસાર, તમે નિયમિત બદામ ખાવાથી અનેક ફાયદા થાય છે, જેના વિશે કદાચ ઘણા લોકો નહીં જાણતા હોય.

દરરોજ બદામ ખાવાથી શરીર પર શી અસર થાય છે?

  1. તમારા હૃદય માટે બદામ ફાયદાકારક છે. એક મેટા-એનાલિસિસમાં જાણવા મળ્યું કે, બદામ LDL એટલે કે ખરાબ કોલેસ્ટ્રોલને લગભગ 5 મિલિગ્રામ પ્રતિ ડેસિલિટર સુધી ઘટાડે છે.
  2. ખાસ વાત એ છે કે, તમારા પેટ માટે ‘બદામ’ ફાયદાકારક છે. માત્ર એક મુઠ્ઠી એટલે કે 23 બદામ લગભગ 4 ગ્રામ ફાઇબર આપે છે, જે પેટના સ્વાસ્થ્યને સપોર્ટ કરે છે.
  3. બદામ ખાવાથી તમારું બ્લડ સુગર કંટ્રોલમાં રહે છે. કાર્બ્સની સાથે બદામ ખાવાથી ખાધા પછી ગ્લુકોઝ સ્પાઇક્સને ઘટાડવામાં મદદ મળી શકે છે.
  4. બદામ ખાવાથી ભૂખ કંટ્રોલમાં રહે છે. એક મુઠ્ઠી બદામમાં 6 ગ્રામ પ્રોટીન અને હેલ્ધી ફેટ હોય છે, જેનાથી તમારું પેટ વધુ સમય સુધી ભરેલું રહે છે.
  5. રોજ બદામ ખાવાથી તમારી ત્વચામાં ચમક આવે છે. એક સ્ટડીમાં જાણવા મળ્યું કે, 24 અઠવાડિયા પછી કરચલીઓની ગંભીરતામાં 16% નો ઘટાડો થયો.

બદામને પાણીમાં પલાળીને ખાવાનું ફાયદાકારક માનવામાં આવે છે. શિયાળામાં તમે બદામને રોસ્ટ કરીને પણ ખાઈ શકો છો. સાંજની ચા સાથે સ્નેકિંગ માટે બદામ સારો ઓપ્શન છે. તેને રોજ તમારી ડાયેટમાં જરૂર એડ (Add) કરો.

ડિસ્ક્લેમર: (આ આર્ટિકલ માત્ર સામાન્ય જાણકારી માટે છે. સ્વાસ્થ્ય સાથે જોડાયેલા કોઈ પણ ફિટનેસ પ્રોગ્રામ શરૂ કરતા પહેલા અથવા પોતાના આહારમાં કોઈ પણ પ્રકારનો ફેરફાર કરતા પહેલા કે કોઈ પણ બીમારી સંબંધિત ઉપાય કરતા પહેલા તમારા ડૉક્ટરની સલાહ જરૂર લો. TV9 Gujarati કોઈ પણ પ્રકારના દાવાની સત્યતાની પુષ્ટિ કરતું નથી.)

‘ફેસ સ્ટીમિંગ’ કે ‘ફેસ આઇસિંગ’? ત્વચા માટે કઈ પદ્ધતિ છે ‘સૌથી શ્રેષ્ઠ’ અને ‘ફાયદાકારક’?

Published On - 8:33 pm, Tue, 3 November 26

Follow Us
Loading...
Unable to load recommendations.