નવરાત્રી(Navratri) આવાને બસ હવે ગણતરીના દિવસો બાકી છે. લોકો નવરાત્રીની રાહ જોઈ બેઠા હોય છે. ત્યારે નવરાત્રી લોકો માટે ખૈલેયાઓ માટે શાનદાર રહે છે. ખૈલેયા મનભરીને ગરબે ઝુમે છે.તેમને જણાવી દઈએ કે, 15 ઓક્ટોમ્બરથી નવરાત્રીનું આગમન થઈ રહ્યું છે. નવરાત્રી દરમિયાન પંડાલ શણગારી દેવી દુર્ગાની પુજા કરવામાં આવે છે. અનેક લોકો 9 દિવસ સુધી વ્રત પણ કરે છે. તે માત્ર ધાર્મિક નહિ પરંતુ સાયન્સમાં પણ ઉપવાસ રાખવાથી અનેક ફાયદાઓ થાય છે.
આ પણ વાંચો : Health: તમે પણ ઓફિસ કે પછી ઘરે જતી વખતે લિફ્ટને બાય-બાય કહો, સીડી ચઢવાનું રાખો
જે લોકો પોતાની બોડી ડિટોક્સ કરવા માંગે છે તેમના માટે આ વ્રત ખુબ સારો વિકલ્પ બની શકે છે. આ સિવાય વેટ લોસ કરનાર લોકો માટે પણ વ્રત રાખવું ખુબ ફાયદાકારક સાબિત થઈ શકે છે. હેલ્થ એક્સપર્ટ કહે છે કે, વ્રત રાખવાનો અર્થ એ નહિ કે, તમારી હેલ્થને નજરઅંદાજ કરો. ઉપવાસ દરમિયાન પણ તમે હેલ્ધી ડાઈટથી શરીરનું ધ્યાન રાખી શકો છો. તો ચાલો જાણીએ કે, નવરાત્રી દરમિયાન ક્યાં ક્યાં ફુડ ખાવાથી શરીરને એનર્જી મળે છે.
સાબુદાણા માત્ર નવરાત્રી નહિ પરંતુ દરેક વ્રતમાં ખાય શકાય છે. જેમાં કાર્બોહાઈડ્રેટ ભરપુર માત્રામાં હોય છે. જેના કારણે એનર્જીનો પાવર હાઉસ કહી શકાય છે. આ સિવાય સાબુદાણા સરળતાથી પચી પણ જાય છે. વ્રત દરમિયાન તમે સાબુદાણાની ખીચડી કે પછી ખીર બનાવીને પણ ખાય શકો છો.
મખાના સ્વાસ્થ માટે ખુબ હેલ્ધી માનવામાં આવે છે. જેમાં પ્રોટીન, ફાઈબર અને વિટામિન્સની માત્રા વધુ જોવા મળે છે. તેમજ કેલરી કાઉન્ટ પણ ઓછા કરે છે. વેટ લોસ કરનાર લોકો માટે મખાના સ્વાસ્થ માટે ખુબ ફાયદાકારક માનવામાં આવે છે.તે ક્રોનિક રોગોનું જોખમ ઘટાડે છે.નવરાત્રી દરમિયાન મખાનાની ખીર સૌથી સ્વાદિષ્ટ હોય છે. તેની સાથે તમે ડ્રાય ફ્રૂટ્સનો ઉપયોગ કરી શકો છો. મખાનાની ખીર સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે અને તેનાથી તમારી ચરબી વધતી નથી.
કેળા અને અખરોટની લસ્સી ખૂબ જ સ્વાદિષ્ટ અને આરોગ્યપ્રદ છે. તેને બનાવવા માટે દહીં, કેળા, મધ અને અખરોટની જરૂર પડે છે. જો તમે ઇચ્છો તો, તમે તેને સવારે લઈ શકો છો. હેલ્થ માટે પણ બેસ્ટ રહેશે આ લસ્સી.
નોંધ :આ લેખ માત્ર જાણકારી માટે છે.સ્વાસ્થ્ય સંબંધીત કંઇ પણ અનુસરતા પહેલા આપ આપના તબીબ અથવા તજજ્ઞોની સલાહ ખાસ લેવી.