
Dry Cough Home Remedies: બદલાતા હવામાન સાથે ગળામાં દુખાવો, શરદી અને સૂકી ઉધરસ જેવી વિવિધ સમસ્યાઓ પણ આવે છે. જેમા કેટલાક લોકોને સાંજ પડતાં જ ખાંસી શરૂ થઈ જાય છે. સૂકી ઉધરસ માત્ર ગળામાં દુખાવો જ નહીં પણ ઊંઘમાં પણ ખલેલ પહોંચાડી શકે છે. ચાલો જાણીએ રાત્રે સૂકી ઉધરસના કારણો, તેના લક્ષણો અને કેવી રીતે તેને આવતી અટકાવવી.
સૂકી ઉધરસમાં આપને કફ કે લાળ નથી નીકળતી. તેના કારણે ગળામાં ખરાશ, શુષ્કતા, દુખાવો અને ચિડીયાપણુ અનુભવાય છે.ચાલો જાણીએ કે સૂકી ઉધરસના સામાન્ય રીતે શેના કારણે થાય છે.
હાઇડ્રેટેડ રહો: સૂકી ઉધરસને રોકવા માટે, તમારી જાતને હાઇડ્રેટેડ રાખો. હર્બલ ટી, સૂપ, ચા, ગરમ ફળોના રસ અને ગરમ પાણી પણ સૂકી ઉધરસના લક્ષણોમાં રાહત આપી શકે છે.
મધ અને લીંબુ: મધમાં રહેલા એન્ટીઑકિસડેન્ટ્સ સૂકી ઉધરસમાં રાહત આપી શકે છે. લીંબુમાં રહેલું વિટામિન સી પણ ફાયદાકારક સાબિત થઈ શકે છે. ગળાના દુખાવાને શાંત કરવા માટે તમે બે ચમચી લીંબુના રસમાં એક ચમચી મધ મિક્સ કરીને તેનું સેવન કરી શકો છો. તેનાથી પણ ગળાને રાહત મળે છે.
આદુ: આદુમાં બળતરા વિરોધી ગુણધર્મો પણ છે. તમે 20-30 ગ્રામ છીણેલા આદુને એક કપ ગરમ પાણીમાં મધ અથવા લીંબુના રસ સાથે ઉમેરીને ચા બનાવી શકો છો. આ ચા સૂકી, દમ ન હોય તેવી ઉધરસને શાંત કરવામાં મદદ કરી શકે છે.
દાડમ: દાડમની છાલ ખાવી પણ સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે. તેમાં બળતરા વિરોધી ગુણધર્મો છે અને ગરમ પાણીમાં પલાળવાથી ઉધરસ માટે અક્સીર ઈલાજ બને છે.
જેઠી મધની લાકડી: કુદરતી ઔષધિમાં આવતી જેઠી મધની લાકડી મોં માં રાખીને ચગળવાથી પણ સૂકી ઉધરસમાં રાહત મળે છે. જો કે જેઠી મધની તાસીર ઠંડી હોય છે. તો તમારી તાસીરને અનુરૂપ અનુસરવુ.
લવિંગ: સૂકી ઉધરસમાં ચાર-પાંચ લવિંગ મોં માં રાખીને કલાકો સુધી ચગળવાથી સૂકી ઉધરસમાં તુરંત રાહત મળે છે.
Disclaimer: સલાહ સહિતની આ સામગ્રી ફક્ત સામાન્ય માહિતી પ્રદાન કરે છે. તે કોઈપણ રીતે લાયક તબીબી અભિપ્રાયનો વિકલ્પ નથી. વધુ માહિતી માટે હંમેશા નિષ્ણાત અથવા તમારા ડૉક્ટરની સલાહ લો. Tv9 આ માહિતીની જવાબદારી માટેનો દાવો કરતુ નથી.