આ વખતે દિલ્હી અને આસપાસના વિસ્તારોમાં માર્ચની શરૂઆતથી જ ખૂબ જ ગરમી (Heat) પડી રહી છે. સોમવારે દિલ્હીના ઘણા વેધર સ્ટેશનમાં પારો 40 ડિગ્રી સેલ્સિયસને પાર કરી ગયો હતો. આ હીટવેવથી (Heat wave) બચવા માટે નિષ્ણાતો વધુ પાણી પીવાની સલાહ આપે છે. પરંતુ વધુ પડતું પાણી પીવું (Excess water intake)) પણ સ્વાસ્થ્ય માટે ખૂબ જ નુકસાનકારક હોઈ શકે છે. ઈન્ડિયન સ્પાઈનલ ઈન્જરીઝ સેન્ટર (ISIC)ના જનરલ યુરોલોજી વિભાગના કન્સલ્ટન્ટ અને હેડ ડૉ. વિનીત નારંગે ટીવી 9ને જણાવ્યું, “વધુ પાણી પીવું એ શરીર, ખાસ કરીને કિડની માટે સારું નથી. જરૂર કરતાં વધુ પાણી પીવાથી મળોત્સર્જન તંત્ર (Excretory system) યોગ્ય રીતે કામ કરી શકતું નથી.
વધુ પડતું પાણી પીવાની ઘણી આડઅસર છે જે હળવી બળતરાથી શરૂ થઈ શકે છે અને જીવલેણ સાબિત થઈ શકે છે. વધારે પાણીને કારણે શરીરના ઈલેક્ટ્રોલાઈટ્સ પણ અસંતુલિત થઈ શકે છે. ડો. નારંગે જણાવ્યું કે પાણીના વધુ પડતા સેવનને કારણે લોહીમાં સોડિયમની ઉણપ (ડીલ્યુશનલ હાઈપોનેટ્રેમિયા) અને મગજના કાર્યમાં સમસ્યાઓ (બદલાયેલ સેન્સોરિયમ) થાય છે. જ્યારે તમે વધુ પડતું પાણી પીઓ છો, ત્યારે તમારી કિડની વધારાનું પાણી બહાર કાઢવામાં અસમર્થ હોય છે અને લોહીમાં સોડિયમનું પ્રમાણ ઘટી જાય છે, જેના કારણે હાયપોનેટ્રેમિયા નામની સ્થિતિ સર્જાય છે. જે જીવલેણ પણ બની શકે છે.
વધુ પડતું પાણી પીવાથી સોડિયમની સૌથી વધુ અસર થાય છે. તે એક મહત્વપૂર્ણ તત્વ છે જે કોષોની અંદર અને બહાર પ્રવાહીનું સંતુલન જાળવવામાં મદદ કરે છે. જ્યારે શરીરમાં પાણીની વધુ માત્રાને કારણે સોડિયમ ઓછું થાય છે, ત્યારે પ્રવાહી કોષોની અંદર પહોંચે છે. કોષોમાં સોજો આવે છે, જે તમને એટેક, કોમા અથવા મૃત્યુના જોખમમાં મૂકે છે.
આ દરમિયાન વ્યક્તિને વોટર પોઇઝનિંગ, નશો અથવા મગજ યોગ્ય રીતે કામ ન કરવા જેવી સ્થિતિનો અનુભવ થાય છે. આવું ત્યારે થાય છે જ્યારે કોષોમાં (મગજના કોષો સહિત) ખૂબ પાણી એકઠું થાય છે. કોષો ફૂલી જાય છે અને મગજમાં દબાણ બનાવવાનું શરૂ કરે છે. આ સ્થિતિમાં વ્યક્તિ મૂંઝવણ, સુસ્તી અને માથાનો દુખાવો અનુભવવાનું શરૂ કરી શકે છે. જો આ દબાણ વધે છે, તો તે હાઈપરટેન્શન (હાઈ બ્લડ પ્રેશર) અને બ્રેડીકાર્ડિયા (ઓછા હૃદયના ધબકારા) જેવી સ્થિતિઓ તરફ દોરી શકે છે.
ડૉ. નારંગે વધુમાં જણાવ્યું હતું કે વધુ પડતું પાણી પીવાથી (પોલિડિપ્સિયા) માત્ર કટોકટીની સમસ્યાઓ જ નથી થતી, પરંતુ તે મૂત્રાશયની કાયમી તકલીફ તરફ દોરી જાય છે, જે વૃદ્ધો માટે ખૂબ જ નુકસાનકારક છે. જે દર્દીઓને પથરી અને પેશાબની નળીઓના વિસ્તારમાં સંક્રમણ સંબંધિત સમસ્યા હોય તેમને જ વધુ પાણી (2.5 – 3 લીટરની માપેલી રેન્જમાં) પીવાનું સૂચન કરવામાં આવે છે.
ડો.નારંગે જણાવ્યું કે પાણીની માત્રા પ્રમાણે યુરિનનો રંગ બદલાય છે. આ રંગ અનુસાર, તમે પીતા પાણીની માત્રાને સુધારી શકો છો. “જો તમારુ યુરિન સફેદ અથવા આછુ પીળુ હોય, તો તમે યોગ્ય માત્રામાં પાણી પી રહ્યા છો, અને જો તે ઘાટુ પીળુ અને દુર્ગંધવાળુ હોય, તો તમારે વધુ પાણી પીવું જોઈએ,” તેણે કહ્યું.
ડૉ.ના મતે ઓવરહાઈડ્રેશનના લક્ષણો ડિહાઈડ્રેશન જેવા દેખાઈ શકે છે. જ્યારે તમારા શરીરમાં ખૂબ પાણી હોય છે, ત્યારે કિડની વધારાનું પ્રવાહી દૂર કરવામાં અસમર્થ હોય છે. તે શરીરમાં જમા થવા લાગે છે. જેના કારણે ઉબકા, ઉલ્ટી અને ઝાડા થવા લાગે છે.
જ્યારે વધારે પાણી પીવાથી ઈલેક્ટ્રોલાઈટનું સ્તર ઘટી જાય છે ત્યારે શરીરનું સંતુલન ખોરવાઈ જાય છે. શરીરમાં ઈલેક્ટ્રોલાઈટનું ઓછું સ્તર સ્નાયુ ખેંચાણનું કારણ બની શકે છે.
વધુ પડતું પાણી પીવાથી, તમારી કિડનીને પ્રવાહીની વધારાની માત્રાને દૂર કરવા માટે ખૂબ જ મહેનત કરવી પડે છે. જેનાથી એક હોર્મોનલ પ્રતિક્રિયા થાય છે. જે તમને તણાવ અને થાકનો અનુભવ કરાવે છે. જો તમે પુષ્કળ પાણી પીધા પછી પથારીમાંથી ઊભા થઇ શકતા નથી, તો તેનો સીધો અર્થ એ છે કે તમારી કિડનીએ વધુ કામ કરવું પડશે.
વેબએમડી અનુસાર, વ્યક્તિએ દરરોજ કેટલું પાણી પીવું જોઈએ તેની કોઈ નિર્ધારિત માર્ગદર્શિકા નથી. તે વ્યક્તિની શારીરિક જરૂરિયાતો, તેની શારીરિક પ્રવૃત્તિનું સ્તર, આબોહવા, શરીરનું વજન, લિંગ વગેરે પર આધાર રાખે છે. 19 થી 30 વર્ષની વયજૂથની મહિલાઓએ દરરોજ લગભગ 2.7 લિટર પાણી પીવું જોઈએ. સમાન વયના પુરુષોને લગભગ 3.7 લિટર પાણીની જરૂર હોય છે. તરસ લાગે તેટલું જ પાણી પીવું દરેક માટે પૂરતું નથી, ખાસ કરીને રમતવીરો, વૃદ્ધ લોકો અને સગર્ભા સ્ત્રીઓ માટે.
ડૉ. નારંગે સલાહ આપી કે “આનો ઉપાય એ તમારી જાતને ડીહાઇડ્રેટ કરવાનો નથી, પરંતુ તમારી તરસ પ્રમાણે તમારે પાણી પીવાનો છે.” શરીરમાં પાણીનું પૂરતું સ્તર જાળવવા માટે દિવસમાં આઠ ગ્લાસ પાણી પીવાની ભલામણ કરવામાં આવે છે.
આ પણ વાંચો-
આ પણ વાંચો-