શું તમને પણ લાગે છે વારંવાર ભૂખ ? આ 6 કારણોથી જાણો શા માટે આવું થાય છે

|

Mar 29, 2024 | 1:09 PM

ભૂખ લાગવી એ શરીરની કુદરતી પ્રક્રિયા છે. સામાન્ય રીતે આપણે દિવસમાં 3 થી 4 વખત ખાઈએ છીએ. આમ તો સ્વસ્થ શરીર માટે દિવસમાં અનેક ભોજન જરૂરી છે, પરંતુ ઘણી વખત ભરપૂર ભોજન કર્યા પછી પણ વારંવાર ભૂખ લાગતી રહે છે, તો તમારે તેને હળવાશથી ન લેવું જોઇએ

શું તમને પણ લાગે છે વારંવાર ભૂખ ? આ 6 કારણોથી જાણો શા માટે આવું થાય છે
feel hungry often?

Follow us on

ભૂખ લાગવી એ શરીરની કુદરતી પ્રક્રિયા છે. સામાન્ય રીતે આપણે દિવસમાં 3 થી 4 વખત ખાઈએ છીએ. આમ તો સ્વસ્થ શરીર માટે દિવસમાં સારૂ ભોજન જરૂરી છે, પરંતુ ઘણી વખત ભરપૂર ભોજન કર્યા પછી પણ વારંવાર ભૂખ લાગતી રહે છે. સ્વાભાવિક છે કે તમે વધુ કેલરીનો વપરાશ કરો છો, તો ભુખ લાગશે જ, હવે પ્રશ્ન એ થાય છે કે ભરપૂર ભોજન કર્યા પછી પણ આપણને વારંવાર ભૂખ કેમ લાગે છે? મોટાભાગના લોકો તેને નબળાઈ સાથે જોડે છે, જો કે સ્વાસ્થ્ય નિષ્ણાતોના મતે નબળાઈ સિવાય તેના માટે અન્ય ઘણા કારણો જવાબદાર હોઈ શકે છે.વારંવાર ભૂખ લાગે છે, તો તેની પાછળ 6 કારણો જવાબદાર હોઈ શકે છે. ચાલો તેમના વિશે જાણીએ.

પ્રોટીનની ઉણપ

આહારમાં પ્રોટીનની કમી હોવાને કારણે તમને બિનજરૂરી ભૂખ લાગી શકે છે.પ્રોટીનથી શરીરમાં એનર્જી રહે છે ,ભૂખમાં વધારો કરતા હોર્મોન્સને નિયંત્રિત કરે છે. તે હોર્મોન ઉત્પન્ન કરવામાં પણ મદદ કરે છે જે પૂર્ણતાનો સંકેત આપે છે. આ સિવાય પ્રોટીન એ ખાવાની લાલસાને ઘટાડવામાં પણ મદદ કરે છે. આવી સ્થિતિમાં, જો તમને વધુ ભૂખ લાગે છે, તો તમે તમારા આહારમાં પ્રોટીનયુક્ત વસ્તુઓનો સમાવેશ કરી શકો છો.

ઊંઘનો અભાવ

ન્યુટ્રિશનિસ્ટના મતે જો તમને વારંવાર ભૂખ લાગે છે તો તેની પાછળ અધૂરી ઊંઘ પણ એક કારણ હોઈ શકે છે. ઊંઘની ખપતને કારણે, ભૂખનો સંકેત આપતો ઘ્રેલિન હોર્મોન તેનું નિયંત્રણ ગુમાવે છે. જ્યારે તમને પૂરતી ઊંઘ ન મળે ત્યારે આ હોર્મોન વધે છે અને તમને વારંવાર ભૂખ લાગે છે. આવી સ્થિતિમાં, તે જરૂરી છે કે તમે યોગ્ય રીતે સૂઈ જાઓ અને પૂરતી ઊંઘ લો. આનાથી ભૂખ લાગવાની સમસ્યા તો દૂર થશે, સાથે સાથે તમારું સ્વાસ્થ્ય પણ સ્વસ્થ રહેશે.

અવાર-નવાર થઈ જતી કબજિયાતની સમસ્યાથી મળશે છુટકારો, કરી લો બસ આટલું
તારક મહેતાના ટપ્પુએ ચાહકોની આપ્યા ગુડન્યુઝ, જાણો શું છે
ધોરણ -12 પછી આ ફિલ્ડમાં બનાવી શકો છો ઉજ્જવળ કારકિર્દી
ઓટોમેટિક કારના ફાયદા વધારે કે ગેરફાયદા? જાણો ગણિત
આજનું રાશિફળ તારીખ 09-05-2024
પાકિસ્તાનમાં કામ કરતી હતી ક્રિકેટરની આ સુંદર પત્ની, હવે IPLમાં મળી નોકરી

વધુ પડતા રીફાઇન્ડેડ કાર્બોહાઇડ્રેટ્સનું સેવન કરવાથી

રીફાઇન્ડેડ કાર્બોહાઇડ્રેટ્સમાં ઉચ્ચ ગ્લાયકેમિક ઇન્ડેક્સ હોય છે. આવી સ્થિતિમાં, વધુ માત્રામાં શુદ્ધ કાર્બોહાઇડ્રેટ ખોરાક લેવાથી ભૂખ પણ વધે છે. આ જ કારણ છે કે વધુ પડતા શુદ્ધ કાર્બોહાઇડ્રેટ્સનું સેવન કરવાથી સ્થૂળતા વધુ ઝડપથી વધે છે.

Next Article