ફળો પોષક તત્વોથી ભરપૂર હોય છે અને સ્વાસ્થ્યની દૃષ્ટિએ પણ ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે. પરંતુ વિવિધ ફળોની અસર આપણા બ્લડ શુગર લેવલ પર પણ જોવા મળે છે. કેટલાક એવા ફળો છે જે ડાયાબિટીસના દર્દીઓએ મર્યાદિત માત્રામાં ખાવા જોઈએ અથવા સંપૂર્ણપણે ટાળવા જોઈએ. નેશનલ ઈન્સ્ટિટ્યૂટ ઓફ ડાયાબિટીસ એન્ડ કિડની ડિસીઝના જણાવ્યા અનુસાર ડાયાબિટીસના દર્દીઓએ દરરોજ ફળો ખાવા જોઈએ.
આ પણ વાંચો :ગુલમોહર ફક્ત જોવામાં જ નહીં સ્વાસ્થ્ય સંબંધિત ઘણી સમસ્યાઓ દૂર કરવામાં છે ફાયદાકારક, જાણો ફાયદા
ફળો અને શાકભાજી ખાવાથી હૃદય રોગ અને કેન્સરનું જોખમ ઘટાડી શકાય છે. શરીરમાં વિટામિન્સ, મિનરલ્સ અને ફાઈબરની ઉણપને પૂરી કરવા માટે ફળો એક ઉત્તમ વિકલ્પ છે. પરંતુ અહીં પણ તમારે સાવચેત રહેવાની જરૂર છે કારણ કે કેટલાક ફળ એવા છે જેમાં ખાંડની માત્રા ખૂબ જ વધારે હોય છે. ચાલો જાણીએ કે બ્લડ સુગરના દર્દીઓએ કયા ફળો ખાવાથી બચવું જોઈએ.
તરબૂચ ઉનાળાની ઋતુમાં તાજગી આપતું ફળ છે. તરબૂચમાં પાણીનું પ્રમાણ વધુ હોય છે, જે આપણા શરીરને હાઈડ્રેટ રાખે છે. પરંતુ તમને જણાવી દઈએ કે આ ફળમાં નેચરલ સુગરની વધારે માત્રામાં જોવા મળે છે. એટલા માટે ડાયાબિટીસના દર્દીઓએ મર્યાદિત માત્રામાં તરબૂચ ખાવું જોઈએ.
ડાયાબિટીસના દર્દીઓને માત્ર કેળા ખાવાથી સમસ્યા થઈ શકે છે. કેળામાં ઉચ્ચ જીઆઈ સ્કોર (62) છે. પરંતુ બદામ, પિસ્તા અને અખરોટ સાથે કેળું ખાવાથી બ્લડ સુગર પર સકારાત્મક અસર પડે છે. ટાઈપ 2 ડાયાબિટીસ ધરાવતા લોકો દહીં સાથે કેળા ભેળવીને ખાઈ શકે છે.
કેરીને ફળોનો રાજા કહેવામાં આવે છે કારણ કે તે તમામ લોકોનું પ્રિય ફળ છે. પરંતુ ડાયાબિટીસના દર્દીઓએ કેરી ખૂબ જ ધ્યાનથી ખાવી જોઈએ. ખાંડની વધુ માત્રાને કારણે, તે બ્લડ સુગરનું સ્તર વધારી શકે છે.
પાઈનેપલમાં લગભગ 16 ગ્રામ ખાંડ હોય છે. ચરબી અને પ્રોટીનથી ભરપૂર ઓછા જીઆઈ ભોજન પછી તેને કાચું ખાઈ શકાય છે અથવા ડેઝર્ટ તરીકે ખાઈ શકાય છે.
નોંધ :આ લેખ માત્ર જાણકારી માટે છે.સ્વાસ્થ્ય સંબંધીત કંઇ પણ અનુસરતા પહેલા આપ આપના તબીબ અથવા તજજ્ઞોની સલાહ ખાસ લેવી.