Covid 19: કોરોના વાયરસને ડામવા દારૂ કરે છે ખરેખર મદદ? વાંચો શું કહે છે દેશ-દુનિયાનું વિજ્ઞાન

|

Apr 16, 2021 | 3:27 PM

Covid 19: કોરોના વાયરસ (Corona Virus)નાં આ સમયગાળામાં અનેક વિગતો અને સવાલો એ રીતે પુછાઈ રહ્યા છે કે જેને જાણવા બહોળી સંખ્યામાં લોકો આતુર છે.

Covid 19: કોરોના વાયરસને ડામવા દારૂ કરે છે ખરેખર મદદ? વાંચો શું કહે છે દેશ-દુનિયાનું વિજ્ઞાન
Covid 19: કોરોના વાયરસને ડામવા દારૂ કરે છે ખરેખર મદદ?

Follow us on

Covid 19: કોરોના વાયરસ (Corona Virus)નાં આ સમયગાળામાં અનેક વિગતો અને સવાલો એ રીતે પુછાઈ રહ્યા છે કે જેને જાણવા બહોળી સંખ્યામાં લોકો આતુર છે. આવા જ એક સવાલનો ઉત્તર જાણવા માટે દેશ -દુનિયાનાં લોકો આતુર છે. ખાસ કરીને મધ્યપાન એટલે કે દારૂનું સેવન કરનારાઓ આ સવાલ ખાસ જાણવા માગે છે. તો આવો તમે પણ જાણી લો કે Covid-19 સામે દારુનું સેવન કેટલું મદદરૂપ છે કે નુક્શાન કર્તા છે.

યુરોપિયન વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન (European World Health Organization)) ના જણાવ્યા અનુસાર, દારૂ, ચેપ અથવા બીમારી કે પછી કોવીડ 19ની સ્થિતિમાં કોઈ કારગર સાબિત નથી થયો. હકીકતમાં, સંભવ છે કે આલ્કોહોલના સેવનથી COVID-19 નાં કેસમાં ગંભીર બીમારી થવાની સંભાવના વધી શકે છે.

માન્યતા 1: આલ્કોહોલનું સેવન કરવાથી વાયરસનો નાશ થાય છે
હકીકત: આલ્કોહોલનું સેવન કરવાથી સાર્સ-કોવી -2 નાશ થતો નથી.

આજનું રાશિફળ તારીખ : 04-05-2024
મુકેશ અંબાણીનું Jio 28 દિવસ આપશે ફ્રી કોલિંગ સાથે એકસ્ટ્રા ડેટા, આ છે પ્લાન
કથાકાર જયા કિશોરીએ જણાવી ડાર્ક સર્કલ ઘટાડવાની સરળ રીત, તમે પણ જાણી લો
IPL 2024માં ચમકી ક્રિકેટર પૃથ્વી શૉની ગ્લેમરસ ગર્લફ્રેન્ડ, જુઓ તસવીર
રાજધાની..શતાબ્દી જ નહીં, જ્યારે આ ટ્રેન પાટા પર દોડે છે ત્યારે વંદે ભારત પણ અટકી જાય છે
આ કોમેડિયન માત્ર હસાવવા માટે લે છે 5 કરોડ રુપિયા

આલ્કોહોલનું 60-90% પ્રમાણ પર વિશ્વસનીય સ્રોત કહે છે કે બેક્ટેરિયા અને વાયરસના કેટલાક સ્વરૂપોને મારવા શક્ય છે. જો કે, આલ્કોહોલ ત્વચા પર વાયરસનો નાશ કરે છે. શરાબનાં સેવનથી સાર્સ-કોવી -2 થવાની સંભાવના અથવા COVID-19 જેવી ગંભીર બીમારી થવાની શક્યતા ઘટાડતો નથી.

Covid 19 સમયમાં શરાબ સેવન ફાયદો કરે છે કે નુક્શાન?

માન્યતા 2: આલ્કોહોલનું સેવન રોગપ્રતિકારક શક્તિને ઉત્પન્ન કરે છે.
હકીકત: આલ્કોહોલનું કોવીડનાં સમયમાં સેવન ઈમ્યૂન સિસ્ટમ માટે નુકસાનકારક અસર થઈ શકે છે. યુરોપિયન ડબ્લ્યુએચઓ મુજબ, વાયરલ ચેપ સામે લડવા માટે રોગપ્રતિકારક શક્તિને ટેકો આપવામાં દારૂ કોઈ ભૂમિકા ભજવતો નથી. આલ્કોહોલનાં કોઈપણ પ્રમાણ માટે આ સાચું છે. શક્ય છે કે અતિશય આલ્કોહોલનો ઉપયોગ રોગપ્રતિકારક શક્તિને પણ નુકસાન પહોંચાડે.

માન્યતા 3: શ્વાસ પરના આલ્કોહોલ હવામાં વાયરસનો નાશ કરે છે.
હકીકત: આલ્કોહોલ મોઢાનાં જંતુમુક્ત કરતું નથી અથવા સુરક્ષા પ્રદાન કરતું નથી.શ્વાસ પરનો આલ્કોહોલ હવામાં રહેલા વાયરસથી રક્ષણ પૂરું પાડતું નથી. આલ્કોહોલ લેવાથી ચેપનું જોખમ ઓછું થશે નહીં.

આલ્કોહોલ અને રોગપ્રતિકારક શક્તિ

આલ્કોહોલ પ્રતિરક્ષા સિસ્ટમ પર નકારાત્મક અસર કરી શકે છે.તે ન્યુમો નિયા અને ક્ષય જેવા ચોક્કસ ચેપી રોગોનું જોખમ પણ વધારી શકે છે. જર્નલ આલ્કોહોલ રિસર્ચ ટ્રસ્ટેડ સોર્સના 2015 ના લેખ મુજબ, આલ્કોહોલ રોગપ્રતિકારક કોષોને યોગ્ય રીતે કાર્ય કરવાથી રોકી શકે છે. આ રોગપ્રતિકારક શક્તિની ચેપ સામે લડવાની ક્ષમતાને ઘટાડે છે. તે બળતરા થવાનું કારણ પણ બનાવી શકે છે, રોગપ્રતિકારક શક્તિને વધુ નબળી પાડે છે.

નોંધ- દર્શાવવામાં આવેલી ઈમેજ પ્રતિકાત્મક છે

Published On - 3:25 pm, Fri, 16 April 21

Next Article