
નારિયેળ પાણી, એક એવું પીણું છે જેને લોકો સ્વાસ્થ માટે સારું માને છે. આ પાણીમાં હળવી મીઠાશ હોય છે. તેનો સ્વાદ સારો હોય છે. નારિયેળ પાણી પોષક તત્વોથી ભરપૂર હોય છે. જે રોગપ્રતિકારક શક્તિને વધાવે છે. નારિયેળ પાણી ખોલ્યા પછી તરત જ પીવામાં આવે તો તે સ્વાસ્થ માટે સારું હોય છે. જો કે, ઉનાળા દરમિયાન ઘણી ખાદ્ય વસ્તુઓ ફ્રિજમાં રાખવામાં આવે છે. જે તેને બગડતી અટકાવે છે. તેથી, કેટલાક લોકો નારિયેળ પાણીને પણ ફ્રિજમાં રાખે છે.
નારિયેળ પાણી ખોલ્યા પછી ઝડપથી બગડે છે. નિષ્ણાતો કહે છે કે એકવાર નારિયેળ ખોલ્યા પછી તેને ફ્રિજમાં રાખવામાં આવે તો તે 12થી 18 કલાક સુધી સુરક્ષિત રહે છે. ત્યારબાદ તેનો સ્વાદ ધીમે-ધીમે બગડવા લાગે છે.
નાસ્તા પછી નારિયેળ પાણી પીવું વધુ સારું માનવામાં આવે છે. નિષ્ણાતો કહે છે કે આ સમયે તેને પીવાથી શરીર લાંબા સમય સુધી હાઇડ્રેટેડ રહે છે. આ બપોરના ભોજનમાં વધુ પડતું ખાવાનું ટાળવામાં પણ મદદ કરે છે. જો તમે તરબૂચ, શક્કરટેટી અથવા અન્ય પાણીયુક્ત ફળો ખાઓ છો તો તરત જ નારિયેળ પાણી પીવાનું ટાળો.