AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Child Health : બાળકને બદામ આપતા પહેલા આ આર્ટિકલ જરૂર વાંચજો

દરેક માતા હંમેશા તેના બાળકની તંદુરસ્તી માટે ચિંતિત હોય છે અને તેથી તે તેના આહારમાં તે દરેક વસ્તુનો સમાવેશ કરવા માંગે છે જે તેની પોષણની જરૂરિયાતો પૂરી કરી શકે. ફળો અને શાકભાજી ઉપરાંત, બદામ બાળકો માટે પણ મહત્વપૂર્ણ છે

Child Health : બાળકને બદામ આપતા પહેલા આ આર્ટિકલ જરૂર વાંચજો
Child Health: You need to read this article before giving nuts to a child
TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 15, 2021 | 9:47 AM
Share

જો તમે બાળકોના આહારમાં બદામનો સમાવેશ કરવા માંગો છો, તો તમારે તેના ફાયદા અને ગેરફાયદા વિશે પણ જાણવું જોઈએ. દરેક માતા હંમેશા તેના બાળકની તંદુરસ્તી માટે ચિંતિત હોય છે અને તેથી તે તેના આહારમાં તે દરેક વસ્તુનો સમાવેશ કરવા માંગે છે જે તેની પોષણની જરૂરિયાતો પૂરી કરી શકે. ફળો અને શાકભાજી ઉપરાંત, બદામ બાળકો માટે પણ મહત્વપૂર્ણ છે. બદામને સૂકા મેવાના  રાજા તરીકે પણ ઓળખવામાં આવે છે અને ઘણા પોષક તત્વોથી સમૃદ્ધ છે. તે બાળકો માટે ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે.

જો આપણે બદામમાં રહેલા પોષક તત્વોની વાત કરીએ તો તેમાં પ્રોટીન, ડાયેટરી ફાઇબર, વિટામિન ઇ, વિટામિન બી 2 અને અન્ય ઘણા પ્રકારના ખનિજો જોવા મળે છે. એટલું જ નહીં, બદામમાં લગભગ શૂન્ય કોલેસ્ટ્રોલ હોય છે અને તેએન્ટીઓક્સીડેન્ટ તરીકે પણ કામ કરે છે. એટલું જ નહીં, જો તેને બાળકોના આહારમાં સામેલ કરવામાં આવે તો તે તેમને કેટલાક અજોડ લાભો આપે છે.

મગજના વિકાસ માટે જરૂરી જો બાળકના આહારમાં બદામનો સમાવેશ કરવામાં આવે તો તે બાળકના મગજના વિકાસમાં ઘણી મદદ કરે છે. ખરેખર, બદામમાં સારી માત્રામાં આયર્ન હોય છે અને તેથી જો બાળક નિયમિતપણે તેનું સેવન કરે છે તો તે તેના મન અને યાદશક્તિને તીવ્ર બનાવે છે.

સારી ઇમ્યુનીટી  બદામના સેવનથી બાળકના રોગપ્રતિકારક સ્તર પર પણ સકારાત્મક અસર પડે છે. બદામમાં પૂરતા પ્રમાણમાં પ્રોટીન હોય છે. પ્રોટીન માત્ર સ્નાયુઓના નિર્માણમાં મદદરૂપ નથી, પણ તે બાળકની અંદર ઉર્જાનું સ્તર પણ વધારે છે. તે બાળકની પ્રતિરક્ષા પણ વધારે છે.

સારી ચરબી છે બદામના સેવનનો એક ફાયદો એ છે કે તેમાં સારી ચરબીનું પ્રમાણ હોય છે. ખરેખર, તેમાં ઓમેગા -3 ફેટી એસિડ હોય છે, જે બાળકના મગજના વિકાસમાં મદદ કરે છે. આ સાથે, તે બાળકની ત્વચાને પણ સારી બનાવે છે. એટલું જ નહીં, તે અંગના વિકાસમાં પણ મદદ કરે છે. બાળક વૃદ્ધિના તબક્કામાં હોવાથી, તેના તમામ અંગો યોગ્ય રીતે કાર્ય કરે તે મહત્વનું છે. આ અર્થમાં, બદામનું સેવન તેના માટે ફાયદાકારક છે.

હાડકાં મજબૂત રાખે છે કેલ્શિયમ અને ફોસ્ફરસ જેવા ખનિજો તમારા બાળકના હાડકાંને મજબૂત બનાવવામાં મદદ કરે છે. બદામ ફોસ્ફરસથી સમૃદ્ધ હોવાથી, બાળકના આહારમાં તેનો સમાવેશ કરવાથી તેના દાંત અને હાડકાં મજબૂત બનશે. એટલું જ નહીં, તે બાળકને દાંતના સડો અને હાડકાની અન્ય ઘણી સમસ્યાઓથી પણ બચાવશે.

ગેરફાયદા જાણો જોકે બદામનું સેવન બાળકો માટે ફાયદાકારક માનવામાં આવે છે, પરંતુ કેટલાક બાળકોને તેના સેવનને કારણે સમસ્યાઓ આવી શકે છે. હકીકતમાં, કેટલાક બાળકોને બદામથી એલર્જી હોય છે અને તેથી તેમને બદામ ન આપવી જોઈએ. જે બાળકોને બદામથી એલર્જી હોય છે તેઓ જ્યારે બદામનું સેવન કરે છે ત્યારે તેમની ત્વચા પર ફોલ્લીઓ થાય છે અને તેમને શ્વાસ લેવામાં પણ તકલીફ પડે છે.

આ પણ વાંચો –

Birthday Special : શિવગામી બનીને Ramya Krishnanની કિસ્મત ચમકી, શ્રીદેવીને મળવાનો હતો પહેલા રોલ

આ પણ વાંચો –

JEE Main Result 2021: JEE MAINનું પરિણામ જાહેર, 18 વિદ્યાર્થીઓએ 1 રેન્ક મેળવ્યો, ચેક કરો આ જગ્યા પર તમારૂ પરિણામ

આટકોટ દુષ્કર્મ કેસમાં આરોપીને ફાંસીની સજા, 39 દિવસમાં મળ્યો ન્યાય
આટકોટ દુષ્કર્મ કેસમાં આરોપીને ફાંસીની સજા, 39 દિવસમાં મળ્યો ન્યાય
કોણ છે પ્રાચી પોદ્દાર,જેણે સિમેન્ટ વેસ્ટમાંથી નવો વ્યવસાય શરૂ કર્યો ?
કોણ છે પ્રાચી પોદ્દાર,જેણે સિમેન્ટ વેસ્ટમાંથી નવો વ્યવસાય શરૂ કર્યો ?
આવી રીતે ઇન્ટિરીયર ડિઝાઇનના ક્ષેત્રમાં દીપા દેવરાજને બનાવી પોતાની ઓળખ
આવી રીતે ઇન્ટિરીયર ડિઝાઇનના ક્ષેત્રમાં દીપા દેવરાજને બનાવી પોતાની ઓળખ
રિમઝીમ સૈકિયા: મહિલા સશક્તિકરણ અને રાષ્ટ્રીય ઓળખના પ્રણેતા
રિમઝીમ સૈકિયા: મહિલા સશક્તિકરણ અને રાષ્ટ્રીય ઓળખના પ્રણેતા
ઘર ખર્ચમાંથી મહિલાઓ માટે ફિટનેસ સેન્ટર બનાવનાર કોણ છે પ્રતિભા શર્મા?
ઘર ખર્ચમાંથી મહિલાઓ માટે ફિટનેસ સેન્ટર બનાવનાર કોણ છે પ્રતિભા શર્મા?
આજે તમે ચિંતિત રહેશો, કામના મોરચે અડચણો આવશે
આજે તમે ચિંતિત રહેશો, કામના મોરચે અડચણો આવશે
ગુજરાત પર માવઠાનો ખતરો, 22 થી 27 જાન્યુઆરી વચ્ચે કમોસમી વરસાદની શક્યતા
ગુજરાત પર માવઠાનો ખતરો, 22 થી 27 જાન્યુઆરી વચ્ચે કમોસમી વરસાદની શક્યતા
શનિની સાડાસાતી વચ્ચે સુવર્ણ સમય!, આ 3 રાશિઓ માટે બનશે અદભૂત ગ્રહયોગ
શનિની સાડાસાતી વચ્ચે સુવર્ણ સમય!, આ 3 રાશિઓ માટે બનશે અદભૂત ગ્રહયોગ
બાકી વેરાની કામગીરીને લઇને વેપારીઓએ કર્યો વિરોધ - જુઓ Video
બાકી વેરાની કામગીરીને લઇને વેપારીઓએ કર્યો વિરોધ - જુઓ Video
લો બોલો, પ્રાંતિજના કતપુર ટોલ પ્લાઝા પર ઈન્કમ ટેક્સ ત્રાટક્યું
લો બોલો, પ્રાંતિજના કતપુર ટોલ પ્લાઝા પર ઈન્કમ ટેક્સ ત્રાટક્યું
g clip-path="url(#clip0_868_265)">