Child Care : બાળકોની યાદશકિત મજબૂત બનાવવા તેમને કેવો ખોરાક આપશો ?

|

Aug 23, 2021 | 8:31 AM

ખોરાક ફક્ત શારીરિક સ્વાસ્થ્ય માટે જ નહીં પણ માનસિક સ્વાસ્થ્ય માટે પણ તેટલો જ જરૂરી છે. અહીં તમને અમે બાળકોના માનસિક સ્વાસ્થ્ય માટે કયો ખોરાક જરૂરી છે તે જણાવીશું.

Child Care : બાળકોની યાદશકિત મજબૂત બનાવવા તેમને કેવો ખોરાક આપશો ?
Child Care: What kind of food do you give children to strengthen their memory?

Follow us on

કહેવાની જરૂર નથી કે, આપણે દરરોજ જે ખોરાક ખાઈએ છીએ તે આપણા શરીરના તમામ અવયવોને અસર કરે છે. આપણું સ્વાસ્થ્ય આપણે કયા ખોરાક ખાઈએ છીએ તેના પર નિર્ભર છે. જો કે, ખોરાકની અસર શરીરના તમામ પ્રકારના અંગો પર પડે છે.તેની મગજ પર પણ એકસરખી અસર પડે છે.

તેવામાં આપણે ખોરાક ફક્ત સ્વાસ્થ્યને તંદુરસ્તી આપવા નહીં  મગજની તંદુરસ્તી માટે ખાવો પણ જરૂરી છે. ખાસ કરીને બાળકોને એવો ખોરાક ખવડાવવાની જરૂર રહે છે જે તેમની માનસિક એકાગ્રતામાં વધારો કરવામાં મદદ કરે અને તેમને હંમેશા સક્રિય રાખે. આજે બાળકો ફાસ્ટફૂડ ખોરાક ખાવા વધારે પ્રેરાય છે તેવામાં આવા ખોરાક તેમને શારીરિક રીતે નુકશાન પહોંચાડે છે પરંતુ તે તેમના માનસિક સ્વાસ્થ્ય માટે પણ તેટલા જ હાનિકારક છે.

મગજ પણ શરીરના સૌથી મહત્વપૂર્ણ અંગોમાંનું એક છે. મગજ ઘણા પ્રકારના ચયાપચયનો આધાર છે. તંદુરસ્ત મગજ, તંદુરસ્ત શરીર. ખાસ કરીને નાના બાળકોના મગજને તંદુરસ્ત રાખવાની જરૂર છે કારણ કે તેઓ નવી વસ્તુઓ શીખે છે. જો તેમની પાસે સારી યાદશક્તિ હોય, તો તેઓ સરળતાથી વસ્તુઓ શીખી શકશે અને યાદ રાખી શકશે. ચાલો કેટલાક ખોરાક પર એક નજર કરીએ જે યાદશક્તિ વધારે છે અને મગજને હંમેશા સ્વસ્થ રાખી શકે છે.

ગોરસ આંબલી ખાવાથી થાય છે અઢળક ફાયદા, જાણો
TEA : ઉનાળાની ગરમીમાં કેટલી વાર પીવી જોઈએ ચા?
આજનું રાશિફળ તારીખ : 30-04-2024
Bank Of Baroda માંથી 50 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે
ભારતના 5 રાજ્યો જ્યાં તમામ મુસ્લિમોને મળી રહ્યો છે અનામતનો લાભ
ગરમીમાંથી ઘરે પરત ફર્યા પછી ના કરતા આવી ભૂલો, સ્વાસ્થ્ય પર થશે ગંભીર અસર

* મગજને સક્રિય રાખવા માટે, તમારે ખાતરી કરવાની જરૂર છે કે તમે તમારા આહારમાં વિટામિન બી અને સી વધારે લો છો. સાઇટ્રસ ફળો વિટામિન સીથી સમૃદ્ધ છે. વધુમાં, ફળો અને અનાજ અને કઠોળ આપવું જોઈએ.

* મશરૂમ્સ મગજને સ્વાસ્થ્ય પ્રદાન કરવામાં પણ મહત્વનું છે. જે બાળકોને નિયમિત આપવું જોઈએ.

* બાળકોના આહારમાં મગફળી પણ સામેલ કરો.

* ઉછરતા બાળકોને દરરોજ ચિકન અથવા ઇંડા આપવા જોઈએ. તેમાં રહેલા પ્રોટીન યાદશક્તિ તેમજ એકાગ્રતામાં વધારો કરે છે.

* વધુમાં, બદામ, કાજુ, કોળાના બીજ, સૂર્યમુખીના બીજ બાળકોના આહારનો ભાગ હોવા જોઈએ. તેમાં રહેલા ઓમેગા 3 ફેટી એસિડ્સ મગજને સક્રિય બનાવે છે.

* માછલીમાં ઓમેગા 3 ફેટી એસિડ પણ હોય છે.જે મગજના સ્વાસ્થ્યનું રક્ષણ કરે છે.

* ખોરાકની વસ્તુઓ ઉપરાંત બાળકોને યોગ અને ધ્યાન જેવી બાબતોની તાલીમ આપવી જોઈએ. જે મગજના સ્વાસ્થ્યને પણ સુધારે છે.

(નોંઘ: આ લેખમાં આપેલા મુદ્દાઓ પ્રાથમિક માહિતીઓને આધારે તૈયાર કરવામાં આવ્યા છે. આરોગ્યને લાગતાં કોઈ પણ પ્રયોગ કે નિર્ણય લેતા પહેલા અનુભવી તબીબ અથવા જે તે વિષયના નિષ્ણાંતની સલાહ લેવી હિતાવહ છે.)

આ પણ વાંચો :

ટામેટા ખાવામાં ધ્યાન રાખજો: આ 6 સમસ્યા ધરાવતા વ્યક્તિઓ માટે ટામેટા છે ઝેર! જાણો વિગત

Side Effects of Chilly: આ પાંચ લોકોએ ભૂલથી પણ ના કરવું જોઈએ મરચાનું સેવન, થઈ શકે છે ભારે સમસ્યા

Next Article