સાવધાન! સતત ચક્કર આવે છે તો રાખો આ કાળજી

|

Jan 25, 2021 | 7:53 AM

ઘણીવાર વખત નબળાઈ અને થાકનાં લીધે ચક્કર આવતા હોય છે, જે એક સામાન્ય સમસ્યા હોઈ શકે છે. પરંતુ કેટલીક વખત આ સામાન્ય સમસ્યાઓ કેટલાક અલગ કારણોથી થતી હોય છે.

સાવધાન! સતત ચક્કર આવે છે તો રાખો આ કાળજી
ચક્કર આવવા

Follow us on

Health Tips : ઘણીવાર વખત નબળાઈ અને થાકનાં લીધે ચક્કર આવતા હોય છે, જે એક સામાન્ય સમસ્યા હોઈ શકે છે. પરંતુ કેટલીક વખત આ સામાન્ય સમસ્યાઓ કેટલાક અલગ કારણોથી થતી હોય છે. કેટલીક વખત શરીરમાં હોર્મોનલ પ્રોબ્લેમના લીધે ચક્કર આવે છે અને કેટલીક વખત બ્લડપ્રેશરનાં કારણે તેવું થઇ શકે છે.

ચક્કર આવવા દરમિયાન ઓછું સંભળાય, ધૂંધળું દેખાય છે અને વાત કરવામાં તકલીફ થવી જેવા લક્ષણ અનુભવાય છે. તેની સાથે ચક્કર આવવાનું બીજું એક કારણ વર્ટીગો પણ હોઈ શકે છે. જેમાં વ્યક્તિ હંમેશા ચક્કર ખાઈને પડી જાય છે. આધેડ ઉંમરની મહિલાઓમાં આ સમસ્યા મોટેભાગે જોવા મળે છે. કેટલાક વ્યક્તિ પોતાનું સંતુલન પણ ખોઈ બેસે છે અને પડી જાય છે. તે સિવાય બ્લડપ્રેશરમાં અચાનક બદલાવ આવવાથી પણ આવું થાય છે.

આ બીમારીઓથી બચવા માટે તમારે પોતાની ફિટનેસ અને હેલ્થ પ્રોબ્લેમ્સનું ઘણું જ ધ્યાન રાખવું જોઈએ. તેના માટે સમય પર ભોજન કરવું જોઈએ અને ક્યારેય ભોજનને ટાળવું ન કરવું જોઈએ. કેટલીક વખત એંટીબાયોટીકનાં સેવન દરમિયાન પણ ચક્કર આવવા જેવી સમસ્યા થઇ શકે છે. તેથી ડોક્ટરની સલાહથી જ દવાઓનું સેવન કરો.

Nita Ambani luxury car : સીટ પર લખેલું છે નામ... સૌથી અનોખો રંગ! નીતા અંબાણીની લક્ઝરી કાર છે ખાસ
શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ
નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
ગરમીમાં વધારે પડતી ના ખાતા કાકડી ! નહી તો થઈ શકે છે આ સમસ્યા
આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા

એનીમિયા હોવાની સ્થિતિમાં ચક્કર આવવા સામાન્ય છે. કારણ કે, શરીરમાં રેડ બ્લડ સેલ્સની ઊણપ જોવા મળે છે. જો કોઈનાં શરીરમાં પાણીની ઊણપ છે તો તે અવસ્થામાં પણ ચક્કર આવી શકે છે. તેવામાં પોતાની સાથે હંમેશા પાણીની બોટલ રાખો. સમય-સમય પર ચક્કર આવવાની સમસ્યા રહે છે, તો તરત જ ડોક્ટરની સલાહ લઈને ટ્રીટમેન્ટ શરુ કરવી શકો છો.

Next Article