
દિગ્ગજ અભિનેતા નાના પાટેકરનું 75 વર્ષની વયે નિધન થઈ ગયુ. તેમના મોતના સમાચાર થી સમગ્ર સિનેજગત સ્તબ્ધ છે કારણ કે તેઓ ઘણા ફિટ હતા. પોતાના ગોવાના ઘરમાં હતા ત્યારે તેમને કાર્ડિયાક અરેસ્ટ આવ્યો અને 44 મિનિટ સુધી તેને CPR આપવા છતા તેમને બચાવી શકાયા ન હતા. આ દુ:ખદ સમાચારથી સમગ્ર દેશ દુ:ખી છે. રિપોર્ટ્ અનુસાર નાના પાટેકરને કાર્ડિયાક અરેસ્ટ આવ્યો હતો.
એવામાં કાર્ડિયાક અરેસ્ટ શબ્દ ફરી ચર્ચામાં આવ્યો છે. મોટાભાગના લોકો હાર્ટ એટેક અને કાર્ડિયાક અરેસ્ટને એક જ સમજી લે છે. હકીકતમાં એવુ નથી. બંને બહુ જુદા છે અને કાર્ડિયાક અરેસ્ટ હાર્ટ એટેક કરતા વધુ ભયંકર છે. હાર્ટ એટેકમાં બચવાના ચાન્સિસ રહે છે. જ્યારે કાર્ડિયાક અરેસ્ટમાં બચવાના ચાન્સિસ બહુ ઓછા, સાવ નહિવત્ત રહે છે.
હાર્ટ એટેકમાં હ્રદય સુધી જનારો લોહીનો પ્રવાહ અટકી જાય છે. જ્યારે કાર્ડિયાક અરેસ્ટમાં હ્રદયની ઈલેક્ટ્રીક વાયરિંગમાં અચાનક ગડબડ થવાથી ધબકારા બંધ થઈ જાય છે. સૌથી ચિંતાજનક એ છે કે આ માત્ર બુઝુર્ગો જ નહીં પરંતુ 30 થી 40 વર્ષના યુવા અને ફિટ દેખાતા લોકો પણ તેનો શિકાર બની રહ્યા છે.
કાર્ડિયાક અરેસ્ટનો સૌથી વધુ ખતરો કોને રહે છે અને તેનાથી બચવાના ઉપાયો ક્યા છે?
જો ફેમિલીમાં કોઈને કાર્ડિયાક અરેસ્ટની હિસ્ટ્રી રહી હોય તો એ લોકોને આનો જોખમ વધુ રહે છે. હ્રદય રોગથી પીડિત લોકોને પણ કાર્ડિયાક આવવાનું રિસ્ક વધી જાય છે. કાર્ડિયાક અરેસ્ટ આવતા પહેલા શરીરને કેટલાક સંકેત મળે છે. જો સમયસર તેને ઓળખી લેવામાં આવે તો જીવ બચી શકે છે.
હાઈ બ્લડ પ્રેશર અને ડાયાબિટીઝ
જે લોકોને બ્લડ પ્રેશર અને બ્લડ શુગર લાંબા સમયથી અનિયંત્રિત રહેતુ હોય, તેમની બ્લડ વેસલ્સ એટલે કે રક્તવાહિનીઓ એક્દમ નબળી પડી જાય છે. જેનાથી હ્રદયની ઈલેકટિવિટી બગડવાનો સૌથી વધુ ખતરો રહે છે.
વધુ પડતો તણાવ અને ઓછી ઊંઘ
સતત માનસિક તણાવ, ડિપ્રેશન અને રોજની 6 કલાકથી પણ ઓછી ઉંઘ શરીરમાં કોર્ટિસોલ હોર્મોન વધારે છે. જે અચાનક કાર્ડિયાક અરેસ્ટનું કારણ બની શકે છે.
ધુમ્રપાન અને દારૂનું સેવન
સ્મોકિંગ અને ભારે માત્રામાં આલ્કોહોલ લેવાથી નસોમાં બ્લોકેઝ ઝડપથી વધે છે અને દિલહીની માંસપેશીઓ નબળી પડી જાય છે.
ફેમિલી હિસ્ટ્રી
જો પરિવારમાં કોઈને નાની ઉમરે હાર્ટ એટેક કે કાર્ડિયાક અરેસ્ટ આવ્યો હોય તો આવનારી પેઢીમાં તેનું જોખમ 2 થી 3 ગણુ વધી જાય છે.
ઓવર વર્કઆઉટ અને અનપ્લાન્ડ હેવી એક્સરસાઈઝ
કોઈ મેડિકલ ચેકઅપ વિના બહુ ભારે વર્કઆઉટ કે સપ્લીમેન્ટ્સનું વધુ પડતુ સેવન દિલની ધડકનોને અચાનક અનિયંત્રિત કરી શકે છે.
બેભાન થયા પહેલા દર્દીને કાર્ડિયાક અરેસ્ટના લક્ષણો દેખાવા લાગે છે.
Published On - 4:56 pm, Thu, 8 October 26