કેલ્શિયમની ગોળીઓ ભૂલી જશો! હાડકાં અને સાંધાનો દુખાવો જડમૂળથી થશે ‘ગાયબ’, રોજ પીવો આ ‘7 નેચરલ ડ્રિંક’

શું તમને પણ વારંવાર થાક લાગે છે, હાથ-પગ અને સાંધામાં અસહ્ય દુખાવો રહે છે કે પછી દાંત અને હાડકાં નબળા પડી રહ્યા છે? તો ચેતી જજો, આ શરીરમાં કેલ્શિયમની ગંભીર ઊણપના લક્ષણો હોઈ શકે છે. કેલ્શિયમ મેળવવા માટે માત્ર ગોળીઓ ગળવાની જરૂર નથી પણ ઘરમાં જ બનતા કેટલાક કુદરતી ડ્રિંક્સ પીવાની જરૂર છે.

કેલ્શિયમની ગોળીઓ ભૂલી જશો! હાડકાં અને સાંધાનો દુખાવો જડમૂળથી થશે ગાયબ, રોજ પીવો આ 7 નેચરલ ડ્રિંક
| Updated on: Sep 05, 2026 | 9:35 PM

મજબૂત હાડકાં, દાંત અને સ્નાયુઓના યોગ્ય કામકાજ માટે શરીરમાં યોગ્ય માત્રામાં કેલ્શિયમ હોવું ખૂબ જ જરૂરી છે. કેલ્શિયમની ઊણપથી હાડકાં નબળાં થવા લાગે છે અને થાક તેમજ સાંધાના દુખાવા જેવી સમસ્યાઓ પણ થઈ શકે છે.

એટલા માટે જ પોતાની રોજિંદી ડાયેટમાં કેટલાક પૌષ્ટિક અને કુદરતી રીતે તૈયાર કરેલા પીણાં (ડ્રિંક્સ) ઉમેરવા ખૂબ જ ફાયદાકારક રહે છે. આ પીણાં માત્ર કેલ્શિયમની ઊણપ પૂરી નથી કરતા પરંતુ શરીરને એનર્જી અને મજબૂતી પણ આપે છે.

શરીરમાં કેલ્શિયમની ઊણપ પૂરી કરવા માટેના ડ્રિંક્સ

  1. દૂધ: દૂધ કેલ્શિયમનો સૌથી શ્રેષ્ઠ અને નેચરલ સોર્સ માનવામાં આવે છે. એક ગ્લાસ દૂધમાંથી ભરપૂર માત્રામાં કેલ્શિયમ અને પ્રોટીન મળે છે. જો દૂધ ફોર્ટિફાઈડ હોય, તો તેમાં વિટામિન-ડી હોય છે, જે હાડકાંને મજબૂત બનાવે છે. રોજ સવારે અથવા રાત્રે એક ગ્લાસ દૂધ પીવાથી શરીરમાં કેલ્શિયમની ઊણપ દૂર કરવામાં મદદ મળે છે.
  2. બદામનું દૂધ: બદામમાંથી બનેલું દૂધ કેલ્શિયમની સાથે-સાથે વિટામિન-ઈ અને હેલ્ધી ફેટ્સથી ભરપૂર હોય છે. તે હાડકાંને મજબૂત બનાવવાની સાથે સ્કીન અને વાળ માટે પણ ખૂબ ફાયદાકારક હોય છે.
  3. છાશ: છાશ એ એક હળવું અને પાચન માટે ખૂબ જ ઉત્તમ પીણું છે. તેમાં કેલ્શિયમની સાથે પ્રોબાયોટિક્સ પણ હોય છે, જે પાચનતંત્રને સ્વસ્થ રાખે છે. ઉનાળામાં રોજ એક ગ્લાસ છાશ પીવાથી શરીરને ઠંડક મળવાની સાથે કેલ્શિયમની પૂર્તિ પણ થાય છે.
  4. તલનું દૂધ: તલ કેલ્શિયમનો શ્રેષ્ઠ સ્ત્રોત છે. તેને પલાળીને, વાટીને બનાવેલું દૂધ શરીરમાં કેલ્શિયમનું પ્રમાણ વધારવામાં ખૂબ મદદ કરે છે. તે હાડકાંની મજબૂતી અને સાંધાના દુખાવાને ઓછા કરવામાં પણ સહાયક બને છે.
  5. સોયા મિલ્ક: ‘સોયા મિલ્ક’ કેલ્શિયમ અને પ્રોટીન બંનેથી ભરપૂર હોય છે. તે ખાસ કરીને શાકાહારી લોકો માટે ખૂબ જ સારો વિકલ્પ છે. નિયમિતપણે સોયા મિલ્ક પીવાથી હાડકાંની મજબૂતી વધે છે. આ સિવાય જે લોકોને લેક્ટોઝ ઈન્ટોલરન્સ (દૂધ ન પચવાની સમસ્યા) છે, તેમના માટે આ દૂધ બેસ્ટ ઓપ્શન છે.
  6. રાગી માલ્ટ ડ્રિંક: રાગીને કેલ્શિયમનો ખજાનો કહેવામાં આવે છે. રાગીમાંથી બનેલું માલ્ટ ડ્રિંક શરીરને તાકાત આપવાની સાથે હાડકાંને મજબૂત બનાવે છે. બાળકો, મહિલાઓ અને વડીલો માટે આ ડ્રિંક ખાસ કરીને ખૂબ ફાયદાકારક માનવામાં આવે છે.
  7. ખજૂર અને દૂધનું ડ્રિંક: ખજૂર અને દૂધનું કોમ્બિનેશન એક પૌષ્ટિક પીણું છે. આમાં કેલ્શિયમ, આયર્ન અને એનર્જી ભરપૂર માત્રામાં હોય છે. તે શરીરની નબળાઈ દૂર કરે છે અને હાડકાંને મજબૂત બનાવવામાં મદદ કરે છે.
Disclaimer: આ લેખમાં આપવામાં આવેલી માહિતી સામાન્ય જાણકારી અને હેલ્થ એક્સપર્ટ્સના સૂચનો પર આધારિત છે. કોઈપણ આહાર કે ઉપાય અપનાવતા પહેલા તમારા ડોક્ટર અથવા સંબંધિત નિષ્ણાતની સલાહ અવશ્ય લેવી.

હાઇ BP ની સમસ્યાથી પરેશાન છો? રોજ આ ફળ ખાવાનું શરૂ કરો, હૃદયને રાખશે ‘હેલ્ધી’ અને કંટ્રોલમાં રહેશે ‘લોહીનું દબાણ’

Published On - 9:32 pm, Sat, 5 September 26

Follow Us
Loading...
Unable to load recommendations.