Health Tips : લૂઝ મોશનમાં કયો ખોરાક ફાયદાકારક છે? ડોક્ટર પાસેથી જાણો

જો તમને પણ લૂઝ મોશન (loose motions)ની સમસ્યા થઈ જાય તો આવી સ્થિતિમાં ખાસ ડાયટ પર રાખવું જોઈએ. તો ચાલો ડોક્ટર પાસેથી જાણીએ કે, આવી સ્થિતિમાં તમારે શું શું ખાવું જોઈએ.

Health Tips : લૂઝ મોશનમાં કયો ખોરાક ફાયદાકારક છે? ડોક્ટર પાસેથી જાણો
| Updated on: Oct 15, 2026 | 8:29 AM

લુઝ મોશન થવા પર શરીરમાં પાણીની ઉણપ આવી જાય છે. જેનાથી બોડીમાં નબળાઈ અને થાક લાગે છે. આ દરમિયાન ખાવા-પીવા પર ખાસ ધ્યાન આપવું જોઈએ. કારણ કે,યોગ્ય ડાયટથી શરીરને રિકવર થવામાં મદદ મળી શકે છે. લૂઝ મોશનના થવા પર કયા ખોરાકનો ડાયટમાં સમાવેશ કરવાથી ફાયદો થઈ શકે છે અને કઈ બાબતોને ધ્યાનમાં રાખવું મહત્વપૂર્ણ છે.

લુઝ મોશન દરમિયાન શું ખાવું ફાયદાકારક છે

  • ડોક્ટરના જણાવ્યા મુજબ કેળામાં મોટી માત્રામાં સોલ્યુબલ ફાઈબર હોય છે.
  • જો તમને લુઝ મોશન થયું છે. તો તમારા ડાયટમાં સફેદ ચોખાનો સમાવેશ કરો. પ્લેન રાઈસમાં ફાઈબર હોય છે. જે સરળતાથી પચી જાય છે.
  • જો તમે ડેરી પ્રોડક્ટનું સેવન કરી રહ્યા છો. તો લૂઝ મોશન થવા પર ડાયટમાં દહીંને જરુર સામેલ કરો. દહીના પ્રોબાયોટિકસ ગટ માઈક્રોબાયોમને સપોર્ટ કરવામાં મદદ કરે છે. પરંતુ ડાયરિયા થવા પર દહીમાં ખાંડ નાંખી સેવન કરવું નહી. તેનાથી કોઈ ફાયદા થશે નહી.
  • ડાયરિયા અથવા લુઝ મોશન થવા પર તમારા ડાયટમાં નારિયળ પાણી જરુર સામેલ કરો.જેમાં રહેલ પોટેશિયમ અને તરલ પદાર્થ શરીરમાં પાણીની ઉણપ પુરી કરવામાં મદદ કરે છે. જો લુઝ મોશન વધારે રહે તો. નારિયળ પાણીને ઓઆરએસનો વિકલ્પ સમજતા નહી. લૂઝ મોશન દરમિયાન શરીરમાં પાણી અને આવશ્યક ઇલેક્ટ્રોલાઇટ્સની ખોટને ભરપાઈ કરવા માટે ORS સોલ્યુશન ખૂબ જ મહત્વપૂર્ણ છે.
  • ખીચડી: જ્યારે તમને લુઝ મોશનની તકલીફ હોય ત્યારે ચોખા અને મગની દાળમાંથી બનેલી ખીચડી ખાવાથી ફાયદો થઈ શકે છે. ખીચડી સરળતાથી પચી હોય છે, કાર્બોહાઇડ્રેટ્સ અને પ્રોટીન પૂરું પાડે છે અને તમારા પેટ પર દબાણ પડતું નથી.
  • લીંબુ પાણી ઝાડા (લુઝ મોશન)દૂર કરવામાં ફાયદાકારક સાબિત થઈ શકે છે. આ માટે, એક ગ્લાસ પાણી લો, તેમાં અડધા લીંબુનો રસ, મીઠું અથવા ખાંડ ઉમેરો અને દિવસમાં બે કે ત્રણ વખત પીવો. લીંબુના એસિડિટી અને બળતરા વિરોધી ગુણધર્મો આંતરડાને આરામ આપે અને શરીરને હાઇડ્રેટ રાખવામાં મદદ કરી શકે છે. તે પીવાથી ઉર્જા પણ મળે છે.

નોંધ : અહીં આપવામાં આવેલી માહિતી ફક્ત આપની જાણકારી માટે છે. કોઈ પણ ઈલાજ કરતાં પહેલા કે,અમલમાં લેતા પહેલા નિષ્ણાતોની સલાહ લેવી જરુરી છે.

 

Health Tips : પ્લેટલેટ્સ માટે આ 5 વસ્તુઓ પંચામૃત, ડેન્ગ્યુમાં પ્લેટલેટ્સ ઝડપથી વધવા લાગશે અહી ક્લિક કરો

Follow Us
Loading...
Unable to load recommendations.