બ્રેન સ્ટ્રોક આવતા પહેલા શરીરમાં અચૂક દેખાય છે આ 5 લક્ષણો, તેને ઓળખી લેશો જો બચી જશે જીવ

જો કોઈ વ્યક્તિને બ્રેન સ્ટ્રોક આવે છે તો તેને એક મહિના અગાઉથી જ આ પાંચ લક્ષણો ખાસ દેખાવા લાગે છે. જો એ પાંચ લક્ષણોને જાણી લેશો તો સ્ટ્રોકને અટકાવી શકશો અને જીવ બચી જશે. આવો જાણીએ આ પાંચ લક્ષણો ક્યા છે.

બ્રેન સ્ટ્રોક આવતા પહેલા શરીરમાં અચૂક દેખાય છે આ 5 લક્ષણો, તેને ઓળખી લેશો જો બચી જશે જીવ
| Updated on: Nov 20, 2025 | 7:16 PM

જ્યારે આપણા મગજને મળનારો ઓક્સિજન કે લોહીનો પૂરવઠો અટકી જાય છે ત્યારે સ્ટ્રોક આવે છે. જે થોડી મિનિટોની અંદર જ પેરેલિસિસ કે મોત નું કારણ બની શકે છે. આથી સ્ટ્રોક એક ગંભીર મેડિકલ ઈમરજેન્સી છે. કેટલાક સ્ટ્રોક સાવ અચાનક આવે છે. પરંતુ મોટાભાગના કેસમાં સ્ટ્રોકના મહિનાઓ પહેલા જ લક્ષણો દેખાય છે જે કેટલાક સંકેત જરૂર આપે છે. આ સંકેતોને ઓળખીને સ્ટ્રોક કે પેરેલિસિના જોખમને ઘણા ખરા અંશે ઓછુ કરી શકાય છે.

સતત રહેતો માથાનો દુ:ખાવો

જ્યારે તમને સતત માથુ દુખ્યા કરે, એવુ લાગે કે આ કંઈક અલગ જ પ્રકારનો સિરદર્દ છે જે અચાનક શરૂ થયો છે. તો આ સ્ટ્રોકના શરૂઆતના લક્ષણો છે. તેને બિલકુલ અવગણો નહીં. આ પ્રકારનો માથાનો દુખાવો કોઈ દવાથી જતો નથી. આ સાથે જ ચક્કર, ઉલટી કે આંખોમાં ધૂંધળુ દેખાવુ એ પણ સ્ટ્રોકના લક્ષણો છે.

ચહેરા પર અને હાથ પગમાં સુન્નતા

સ્ટ્રોક આવતા પહેલા શરીરનો એક હિસ્સો જેમ કે ચહેરો, હાથ કે પગ અચાનક સુન્ન પડી જાય છે અને અતિશય નબળાઈ અનુભવાય છે. આ નબળાઈ ધીમે ધીમે વધવા લાગે છે અને થોડી મિનિટોમાં તે ગાયબ પણ થઈ જાય છે.

અચાનક નજર સંબંધિત સમસ્યાઓ

સ્ટ્રોક આવતા પહેલા આંખોની રોશનીમાં અચાનક બદલાવ આવી શકે છે. જેમાં ધૂંધળુ દેખાવુ, ડબલ વિઝન, એક કે બંને આંખોથી ઓછુ દેખાવુ અચાનક ચમક્તી રોશની દેખાવી, અને ઘણા ખરા કેસમાં તો વિઝન સંબંધિત સમસ્યાઓ પણ થઈ શકે છે.

ચક્કર બેલેન્સ બગડવુ અને ચાલવામાં મુશ્કેલી

મગજના સંતુલન અને કોઓર્ડિનેશનવાળા હિસ્સામાં રક્તની કમીને કારણે તેજ ગતિએ ચક્કર આવવા, લથડિયા ખાવા, ચાલવામાં મુશ્કેલી થવી અને ધીમે-ધીમે આ લક્ષણો વધતા જવા એ પણ સ્ટ્રોકના મોટા સંકેત છે.

‘મોહમ્મદ યુનુસ મારી માતા ને ટચ પણ ન કરી શકે’– શેખ હસીના ના પુત્રએ કર્યો દાવો

Follow Us