winter health tips : ઠંડીના વાતાવરણમાં વધી શકે છે હાડકાની સમસ્યા, જાણો બચવાના ઉપાય

|

Dec 02, 2022 | 2:28 PM

winter health tips : શિયાળામાં સૂર્યપ્રકાશ થોડા સમય માટે રહે છે, જેના કારણે આપણે વિટામિન ડી યોગ્ય રીતે મેળવી શકતા નથી. તેના કારણે હાડકાંની સમસ્યા પણ થાય છે.

winter health tips : ઠંડીના વાતાવરણમાં વધી શકે છે હાડકાની સમસ્યા, જાણો બચવાના ઉપાય
Bone problems

Follow us on

winter health tips : ઠંડીનું જોર ધીમે ધીમે વધી રહ્યુ છે. આ મોસમમાં બિમારીઓનું જોખમ ખુબ વધારે હોય છે. અને ઠંડીમાં એક તકલીફ સામાન્ય પણે લોકોમાં જોવા મળે છે અને તે છે સાંધાના દુખાવા, શિયાળાના કારણે ઘણા લોકોને સાંધાના દુખાવાની સમસ્યા થતી હોય છે. આનું એક કારણ છે, વાતાવરણ ઠંડુ થવાથી શરીરમાં નસોં સંકોચાવા લાગે છે, જેના કારણે સ્નાયુઓ અને સાંધાના દુ:ખાવાની સમસ્યા રહે છે. આ ઉપરાંત વિટામીન D ને કારણે પણ સાંધા અને હાડકાની સમસ્યા થવા પામે છે. લોકોએ પોતાના હાડકાંનું ખાસ ધ્યાન રાખવું જોઈએ. આ સમસ્યા 50 વર્ષથી વધુ ઉંમરના લોકોમાં વધુ જોવા મળે છે. જો કે હવે આ સમસ્યા યુવાનોમાં પણ જોવા મળી રહી છે.

શિયાળામાં, સૂર્યપ્રકાશનો સમયગાળો ઘટી જાય છે, જેના કારણે આપણું શરીર વિટામિન ડી યોગ્ય રીતે મેળવી શકતું નથી. તેના કારણે હાડકાંની સમસ્યા પણ થાય છે. આ સમસ્યા તે લોકો માટે પણ પૂરતી છે, જેમનું કામ આખો દિવસ બેસી રહેવાનું હોય છે. જે લોકો લાંબા સમય સુધી કમ્પ્યુટર પર કામ કરે છે, તેમને સાંધામાં દુખાવો થવા લાગે છે. એક જગ્યાએ લાંબો સમય બેસી રહેવાથી હાડકાં જકડાઈ જાય છે, જેના કારણે સાંધાનો દુખાવો પણ શરૂ થાય છે. આ સમસ્યાથી બચવા માટે સમયાંતરે એકવાર કામમાંથી બ્રેક લેવો જરૂરી છે. બેસતી વખતે તમારી મુદ્રા યોગ્ય રાખો.

કેવી રીતે બચાવ કરવો?

મોર્નિંગ વોક ફાયદાકારક સાબિત થઇ શકે

દરરોજ સવારે ચાલવાથી શરીરને ફાયદો થાય છે. દરેક વયજૂથના લોકોએ મોર્નિંગ વોક માટે જવું જોઈએ. દરરોજ ઓછામાં ઓછું બે થી ત્રણ કિલોમીટર ચાલવાનો પ્રયાસ કરો.

લિફ્ટમાં ફસાઈ જાવ તો ભૂલથી પણ ન કરતા આ કામ
આજનું રાશિફળ તારીખ 17-05-2024
Cannesમાં જ્યારે તૂટેલા હાથ સાથે રેમ્પ વોક કરવા ઉતરી ઐશ્વર્યા રાય બચ્ચન, જુઓ-Photos
LICની આ પોલિસી દેશની દરેક દીકરીનું ભવિષ્ય કરશે સુરક્ષિત! આ રીતે કરો અરજી
તમારા ઘરની તુલસી સાથે જોડાયેલી આ 7 ભૂલો ક્યારેય ન કરતાં, જાણો કારણ
મુકેશ અંબાણીના Jioના નવા પ્લાને મચાવી ધૂમ, Netflix સહિત આ 15 OTTની ઍક્સેસ મળશે

કેલ્શિયમ અને વિટામિન ડી લો

શિયાળાની ઋતુમાં તડકામાં રહેવાનો પ્રયત્ન કરો. આના કારણે તમારા શરીરમાં વિટામિન ડીની ઉણપ રહેશે નહીં અને હાડકાં મજબૂત રહેશે. જો તમે સૂર્યપ્રકાશ ન લો તો વિટામિન ડીની ઉણપનું જોખમ રહેલું છે.

આહાર પર ધ્યાન આપો

ખોરાક પર ધ્યાન આપવું પણ ખૂબ જ મહત્વપૂર્ણ છે. આ માટે આહારમાં પૂરતા પ્રમાણમાં પ્રોટીન અને વિટામીનનો સમાવેશ કરો.દૂધ અને દહીનો ખોરાકમાં સમાવેશ કરી શકાય. દૂધમાં વિટામિન ડી સારી માત્રામાં હોય છે. એટલા માટે ખોરાકમાં તે વસ્તુઓનો સમાવેશ કરવો જરૂરી છે જેમાં કેલ્શિયમ હોય.

તેલ માલિશ

ગરમ તેલથી માલિશ કરવાથી હાડકાને ઘણો ફાયદો થાય છે. તેનાથી હાડકાંને ગરમી મળે છે અને સાંધાના દુખાવાની સમસ્યામાં પણ રાહત મળે છે. રાત્રે સૂતા પહેલા માલિશ કરવાથી ફાયદો થાય છે.

(જાહેર ચેતવણી : આ લેખમાં આપવામાં આવેલી તમામ માહિતી, જાણકારીના હેતુ માટે લખવામાં આવી છે. સ્વાસ્થ્ય સંબંધિત કંઈપણ અનુસરતા પહેલા કૃપા કરીને નિષ્ણાતની સલાહ લો.)

Next Article