Body Immunity: શું તમને ખબર છે કે તમારી ઈમ્યૂનિટી સ્ટ્રોંગ છે કે નબળી? આ રીતે જાણો

|

Apr 18, 2021 | 3:27 PM

Body Immunity: કોરોનાની બીજી લહેર ખતરનાક બનતી જઈ રહી છે. કોરોનાકાળમાં ડોક્ટર અને વૈજ્ઞાનિકોનો દાવો છે કે ઈમ્યૂનિટી નબળી પડવાનાં કારણે જ કોરોનાનાં ખતરો વધી જાય છે. જે લોકોના ઈમ્યૂન(Immune system) ઠીકઠાક છે તે બિમારીઓનો સામનો કરી શકે છે. 

Body Immunity: શું તમને ખબર છે કે તમારી ઈમ્યૂનિટી સ્ટ્રોંગ છે કે નબળી? આ રીતે જાણો
Body Immunity: શું તમને ખબર છે કે તમારી ઈમ્યૂનિટી સ્ટ્રોંગ છે નબળી? આ રીતે જાણો

Follow us on

Body Immunity: કોરોનાની બીજી લહેર ખતરનાક બનતી જઈ રહી છે. કોરોનાકાળમાં ડોક્ટર અને વૈજ્ઞાનિકોનો દાવો છે કે ઈમ્યૂનિટી નબળી પડવાનાં કારણે જ કોરોનાનાં ખતરો વધી જાય છે. જે લોકોના ઈમ્યૂન(Immune system) ઠીકઠાક છે તે બિમારીઓનો સામનો કરી શકે છે.

ઈમ્યૂનિટિ એટલે કે રોગપ્રતિકારક શક્તિ કે જે બિમારીઓ સામે વ્યક્તિને રક્ષણ આપે છે. સારી ઈમ્યૂનિટીને લઈને આપણું શરીર અનેક બિમારીઓ સામે લડત આપી શકે છે અને બિમારીઓ સામે લડવા માટે ઈમ્યૂનિટી સ્ટ્રોંગ હોવી પણ જરૂરી છે. વ્હાઈટ સેલ્સ, એન્ટીબોડીઝ અને અન્ય ઘણાં તત્વો ઈમ્યૂન સિસ્ટમ બનાવે છે. કેટલાક લોકોની ઈમ્યૂન નબળી હોવાનાં કારણે તે વારેવારે બિમાર પજી જતા હોય છે. સવાલ એ ઉઠે છે કે ઈમ્યૂન સારી છે કે નબળી તે જાણી કઈ રીતે શકાય?

આવો જાણીએ કે કઈ રીતે ખબર પડશે કે ઈમ્યૂન મજબૂત છે કે નબળી

પરશુરામના એ ત્રણ શિષ્યો જેમણે લડ્યુ હતુ મહાભારતનું યુદ્ધ, જાણો કોણ હતા એ!
આજનું રાશિફળ તારીખ : 02-05-2024
હાર્દિક પંડ્યાના કારણે ટીમનું વાતાવરણ બગડી રહ્યું છે, મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન પર મોટો હુમલો
કેનેડામાં વિદ્યાર્થીઓની વધી મુશ્કેલી, બદલાયો આ નિયમ
ઉનાળામાં કેરી ખાધા પછી શું ન ખાવું જોઈએ?
હવે આખું વર્ષ મોબાઈલ રિચાર્જની ઝંઝટ ખતમ, આ છે Jio અને Airtelના સૌથી સસ્તા વાર્ષિક પ્લાન
  1. અગર તમે ઘરનાં સભ્યોની સરખામણીએ જલ્દી બિમાર પડી જતા હોવ, લગાતાર શરદી, રેશીઝ, તાવથી પરેશાન રહેતા હોવ તો સમજી લો કે તમારી ઈમ્યૂન સિસ્ટમ નબળી છે.
  2. જે લોકોની ઈમ્યૂન સિસ્ટમ નબળી હોય છે તેમને સિઝન બદલાવાની સાથે જ સમસ્યા ઉભી થાય છે.
  3. અગર તમને કઈ ખાવા પીવાની સાથે જલ્દી ઈન્ફેક્શન થઈ જાય છે તો પણ તમારી ઈમ્યૂન નબળી છે.

કેટલાક અન્ય લક્ષણ કે જેનાથી તમે પોતાની નબળી ઈમ્યૂનની પરખ કરી શકો છો

  1. આંખો નીચે કાળા ધબ્બા
  2. સવારે ઉઠીને તાજગી ન અનુભવાવવી
  3. આખો દિવસ એનર્જી લેવલ ઓછું રહેવું
  4. કોઈ પણ વસ્તુમાં ધ્યાન ન લગાવી શકવું
  5. પેટમાં ગડબડ રહ્યા કરવી
  6. ચિડિયાપણું અનુભવ્યા કરવું
  7. સરળતાથી બિમાર પડીજવું
  8. નબળાઈ, જલ્દી થાક લાગી જવો

સ્ટ્રોંગ ઈમ્યૂન સિસ્ટમ

  1.  અગર તમારી ઈમ્યૂન સિસ્ટમ સ્ટ્રોંગ છે તો દવા વગર જ અનેક પ્રકારનાં સંક્રમણથી તમે સારા થઈ જાવ છો. ઈમ્યૂન સિસ્ટમ બેક્ટરિયા, વાયરસ અને બિમારી સાથે લડે છે અને તમને હેલ્ધી રાખે છે.
  2. સ્ટ્રોંગ ઈમ્યૂનિટિ માત્ર વાયરલથી લડવા માટે કામ નથી આવતો પરંતુ દરેક પ્રકારનાં ઈન્ફેક્શનથી પણ તમને બચાવી શકે છે.
  3. સ્ટ્રોંગ ઈમ્યૂનિટી ઝડપથી ઘા પણ ભરી શકે છે અને શરદી-ખાંસીને દુર રાખે છે

ઈમ્યૂનિટી વધારવા માટે આ ફુડ ખાવું જોઈએ

  1. ઓરેન્જ અને લીંબુમાં હાઈ વિટામીન સી મળે છે જે ઈમ્યૂન બુસ્ટર તરીકે કામ કરે છે.
  2. ગરમીમાં દહીંનું સેવન આપણાને શાંતી આપે છે સાથે જ ઈમ્યૂનને પણ સારી રાખે છે. વિટામીન ડી થી ફોર્ટીફાઈડ થાય છે કે જે આપણી ઈમ્યૂનને ચલાવવામાં સારી મદદ કરે છે.
  3. બ્રોકોલીમાં ફાઈટોકેમિકલ્સ અને એન્ટીઓક્સિડન્ટ મળે છે જે ઈમ્યૂનને વધારવામાં મદદ કરે છે.

 

Published On - 3:23 pm, Sun, 18 April 21

Next Article