Gujarati NewsHealthBelly Fat Loss: Try This Ginger, Mint and Lemon Drink, Plus 5 Weight Loss Tips
Belly Fat Reduction Tips: પેટની ચરબી આ ડ્રિંકથી ઓગળવા લાગશે, ન્યુટ્રિશનિસ્ટે જણાવી ખાસ બેલી ફેટ ઘટાડવા નેચરલ ડ્રિંક
વજન ઘટે છે પણ પેટની ચરબી ઓછી નથી થતી? ન્યુટ્રિશનિસ્ટના જણાવ્યા અનુસાર રસોડામાં રહેલી સામાન્ય વસ્તુઓમાંથી બનતી એક ખાસ નેચરલ ડ્રિંક અને બેલી ફેટ ઘટાડવા માટેની મહત્વપૂર્ણ ટિપ્સ જણાવી છે.
સમગ્ર શરીરનું વજન ઘટી રહ્યું હોય પરંતુ પેટની ચરબી (બેલી ફેટ) ઘટવાનું નામ ન લેતી હોય, આવી ફરિયાદ મોટાભાગના લોકો કરતા હોય છે. જો તમે પણ પેટ પર જમા થયેલી ચરબીથી પરેશાન હોવ, તો ન્યુટ્રિશનિસ્ટે સૂચવેલી આ ખાસ ડ્રિંકનું નિયમિત સેવન કરી શકો છો.
પેટની ચરબી ઓછી થવામાં સામાન્ય કરતાં થોડો વધુ સમય લાગે છે, કારણ કે પેટની આસપાસની ચરબીમાં આલ્ફા-2 રિસેપ્ટર્સ હોય છે (જે ફેટ બર્ન થવાની પ્રક્રિયાને ધીમી પાડવાના સંકેત આપે છે). આ ઉપરાંત વધુ પડતો તણાવ લેવાથી શરીરમાં કોર્ટિસોલ હોર્મોનનું પ્રમાણ વધે છે, જેનાથી પેટના ભાગમાં ભારેપણું દેખાવા લાગે છે. પૂરતી ઊંઘ ન મળવી અને ખરાબ ખાનપાન પણ મેટાબોલિઝમને ધીમું પાડે છે, જેથી બેલી ફેટ ઘટાડવું પડકારજનક બને છે. ન્યુટ્રિશનિસ્ટે બેલી ફેટ ઓગાળવા માટે એક સરળ નેચરલ ડ્રિંક જણાવી છે, જેને તમે તમારા રોજિંદા આહારનો હિસ્સો બનાવી શકો છો.
આ ડ્રિંક બનાવવા માટે કોઈ ખાસ બહારની વસ્તુઓની જરૂર નથી, મોટાભાગના ઘરોના રસોડામાં આ સામગ્રી સરળતાથી ઉપલબ્ધ હોય છે.
રસોડામાં રહેલી જરૂરી સામગ્રી:
1 નાની ચમચી ઝીણું સમારેલું આદુ
5-6 તાજા ફુદીનાના પાન
1 કપ પાણી
1/2 નાની ચમચી લીંબુનો રસ
પેટની ચરબી ઘટાડતી ડ્રિંક બનાવવાની રીત:
દોઢ કપ પાણીને ઉકળવા માટે મૂકો. તેમાં સમારેલું આદુ અને ફુદીનાના પાન ઉમેરો.
આ પાણીને 5 થી 7 મિનિટ સુધી ધીમી આંચ પર ઉકળવા દો, જેથી પાણી બળીને લગભગ 1 કપ જેટલું રહી જાય.
હવે તેમાં 1/2 ચમચી લીંબુનો રસ ઉમેરીને બરાબર મિક્સ કરો અને તેનું સેવન કરો.
વજન ઘટાડવા માત્ર ડ્રિંક પૂરતી નથી
શરીરનું વજન ઓછું કરવું હોય કે બેલી ફેટ ઘટાડવું હોય, માત્ર કોઈ એક ડ્રિંક પીવાથી ધાર્યું પરિણામ મળતું નથી. શ્રેષ્ઠ પરિણામ મેળવવા માટે સંતુલિત આહાર અને નિયમિત કસરત કરવી પણ એટલી જ અનિવાર્ય છે.
આ મહત્વપૂર્ણ ટિપ્સનું કરો પાલન:
પ્રોટીન અને ફાઇબર: આહારમાં પૂરતા પ્રમાણમાં પ્રોટીન અને ફાઇબર સામેલ કરો. તેનાથી પેટ લાંબા સમય સુધી ભરેલું રહે છે અને સ્નાયુઓ મજબૂત બને છે.
પૂરતી ઊંઘ: રોજિંદા 7 થી 8 કલાકની ગુણવત્તાયુક્ત ઊંઘ લો. સમયસર સૂવાની અને વહેલા જાગવાની ટેવ પાડો.
હળવું રાત્રિભોજન: રાત્રે ખાસ કરીને હળવો ખોરાક લેવો જોઈએ. સૂવાના ઓછામાં ઓછા 2 કલાક પહેલાં ડિનર પૂરું કરવાનો આગ્રહ રાખો.
સ્ટ્રેન્થ ટ્રેનિંગ: માત્ર કાર્ડિયો પર નિર્ભર રહેવાને બદલે સ્ટ્રેન્થ ટ્રેનિંગ પણ કરો જેથી સ્નાયુઓ મજબૂત થાય અને ફેટ ઝડપથી બળે.
હાઈ-ઇન્ટેન્સિટી વર્કઆઉટ: પેટની ચરબી ઝડપથી ઉતારવા માટે ફુલ બોડી વર્કઆઉટ સાથે હાઈ-ઇન્ટેન્સિટી ઇન્ટરવલ ટ્રેનિંગ (HIIT) કરો.
નિષ્ણાતનું માર્ગદર્શન: વજન કે બેલી ફેટ ઘટાડવા પોતાની મરજીથી આકરા ડાયેટ કે કસરતો ન કરો, હંમેશાં ડાયટિશિયન કે હેલ્થ એક્સપર્ટની સલાહ લેવી હિતાવહ છે.
નોંધ:
આ સમાચાર સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા વીડિયો આધારે તૈયાર કરવામાં આવ્યા છે. સમાચારમાં કરવામાં આવેલા દાવાઓની સ્વતંત્ર રીતે TV9 ગુજરાતી દ્વારા પુષ્ટિ કરવામાં આવી નથી.