
ટાઈપ 1 ડાયાબિટીસ એક ઓટોઈમ્યુન સમસ્યા છે જેમાં શરીરની રોગપ્રતિકારક શક્તિ ઇન્સ્યુલિન ઉત્પન્ન કરતા કોષોનો નાશ કરવાનું શરૂ કરે છે, જેનાથી શરીરમાં બ્લડ શુગર વધી જાય છે. આ મોટાભાગે બાળકો,ટીએનજર્સ અને યંગ લોકોમાં વધારે જોવા મળે છે. આના લક્ષણોને મોટાભાગના લોકો નજરઅંદાજ કરી દે છે. પરંતુ યોગ્ય સમયે જો ધ્યાન આપવામાં આવે તો આને રિવર્સ કરી શકાય છે. જેમાં સૌથી જરુરી છે કે, લાઈફસ્ટાઈલમાં ફેરફાર કરવામાં આવે તેમજ રોજની લાઈફસ્ટાઈલમાં યોગ તેમજ તમારા ફુડની આદતો સુધારો કરવો. બાબા રામદેવે એવી કેટલીક રીતો જણાવી છે. જે ટાઈપ 1 ડાયાબિટીસને રિવર્સ કરવામાં મદદ કરે છે.
ટાઈપ-1 ડાયાબિટીસના લક્ષણોની જો આપણે વાત કરીએ તો. વધારે પરસેવો આવવો, વારંવાર યુરિન પાસ કરવાની આદત, હંમેશા થાક લાગવો,ધુંધળું દેખાવવું,આ તમામ વસ્તુઓને નજરઅંદજ કરવી જોઈએ નહી. ડાયાબિટીસ એક એવી સમસ્યા છે. જેની કોઈ સારવાર નથી પરંતુ કેટલીક રીત અપનાવી તમે આને રિવર્સ કરી શકો છો અને બ્લડ શુગરને પણ કંટ્રોલમાં રાખી શકો છો. તો ચાલો આજે આપણે બાબા રામદેવે જણાવેલી વાતો વિશે જાણીએ.
બાબા રામદેવ કહે છે કે, ડાયાબિટીસના 3 મુખ્ય કારણ છે. પહેલું પૈક્રિયાઝનું ડેમેજ થવું. જેનાથી ઈંસુલિન પ્રોડક્શન પ્રભાવિત થાય છે. કેટલીક વખત કેટલીક સિન્થેટિક દવાઓ મહત્વની ભૂમિકા નિભાવે છે. બાળકોમાં સૌથી વધારે દવાની અસર શરીર પર થાય છે. આ સિવાય અલગ અલગ પોલ્યુશન અને અન હેલ્ધી લાઈફ સ્ટાઈલ પણ આજના સમયમાં ડાયાબિટીસ થવાનું મુખ્ય કારણ છે.
બાબા રામદેવ જણાવે છે કે, તમારા આહારમાં ટમેટાં, બીટ, કારેલાનું જ્યુસ જેવી વસ્તુઓ સામેલ કરો. દુધી,ભીંડા, ટિંડૌરા,પાલક,બીન્સ પણ હેલ્ધી શાકભાજી છે. તમારું ડાયટ કેવું છે. તેની અસર તમારા સ્વાસ્થ પરપડે છે. જો ડાયાબિટીસ છે તો, સિમ્પલકાર્બ્સ ઓછા લેવા જોઈએ, તેમજ એ વસ્તુઓ ડાયટમાંથી દુર કરો. જેનું ગ્લાઈસેમિક ઈન્ડેક્ક્ષ વધારે હોય. શાકભાજી,અનાજ,પ્રોટીન, હેલ્ધી ફૈટ્સ, સીડ્સ જેવી વસ્તુઓ તમારા આહારમાં સામેલ કરો,પ્રોસ્ટેડ ફુડ,ખાંડ અને સૈચુરેટેડ ફૈટથી દુર રહો.
બાબા રામદેવે ડાયાબિટીસને રિવર્સ કરવા માટે એક સિંપલ થેરેપી જણાવી છે. જેના માટે કડવો લીમડો, કારેલાના પીસી ત્યારબાદ તેને સમતલ વાસણમાં રાખી દરરોજ તેના પર ચાલવું જોઈએ.
ડાયાબિટીસને રિવર્સ કરવા માટે બાબા રામદેવે કેટલાક યોગાસન જણાવ્યા છે. જેને ડેલી રુટિનમાં ફોલો કરવા જોઈએ. જેમ કે, મુદ્દાસન, પવનમુક્તાસન,ઉત્તાનપાદાસન,વ્રજાાસન, વક્રાસન જેવા 5 થી 10 આસન કરવા જોઈએ. જે ખુબ ફાયદાકારક છે. જે લોકો બીમાર પણ છે. તેમણે ડેલી રુટિનમાં યોગ કરવા જોઈએ. કારણ કે, આ તમારી ઓવરઓલ હેલ્થને સ્વસ્થ રાખવામાં મદદ કરે છે.
પતંજલિના ફાઉન્ડર અને યોગ ગુરુ બાબા રામદેવે દેશની સાથે વિદેશમાં પણ મોટી યોગ શિબિરનું આયોજન કરી ચૂક્યા છે. તેમજ અલગ-અલગ માધ્યમોથી લોકોને સ્વસ્થ રહેવાની જાણકારી આપે છે. ભારતમાં તો વૈદિક કાળથી યોગને અપનાવવામાં આવ્યા છે. નેચરલ વસ્તુઓને વધારે મહત્વ આપવામાં આવ્યું છે. હવે વિદેશી પણ આ પ્રકારની લાઈફસ્ટાઈલને અપનાવી રહ્યા છે.પરંતુ ભારતીય લોકોજ આને ભૂલી જાય છે. આ કારણે લોકોને નાની ઉમંરમાં બીમારીઓની ઝપેટમાં આવી જાય છે. આપણે બધાએ યોગ, કસરત કરવાની સાથે હેલ્ધી લાઈફ સ્ટાઈલ પર ધ્યાન આપવું જોઈએ.