Image Credit source: AI
સામાન્ય રીતે લોકો હોઠ ફાટવાની સમસ્યાને માત્ર શિયાળા સાથે જોડતા હોય છે, પરંતુ સત્ય એ છે કે ઉનાળામાં પણ આ સમસ્યા એટલી જ હેરાન કરે છે. હોઠની ચામડી અત્યંત સંવેદનશીલ હોય છે અને તેમાં ઓઈલ ગ્લેન્ડ્સ હોતા નથી, જે તેને કુદરતી રીતે મોઈશ્ચરાઈઝ રાખી શકે. આ કારણે તેજ તડકો અને ગરમ પવનના સંપર્કમાં આવતા જ હોઠ ડેમેજ થવા લાગે છે.
ઉનાળામાં હોઠ ફાટવાના મુખ્ય 5 કારણો:
- ડિહાઈડ્રેશન: ગરમીમાં પરસેવાને કારણે શરીરમાં પાણીનું સ્તર ઝડપથી ઘટે છે. જો તમે પૂરતું પાણી નથી પીતા, તો તેની સીધી અસર હોઠ પર દેખાય છે.
- વિટામિનની ઉણપ: શરીરમાં વિટામિન બી9, બી2, બી6 અને બી12 ની કમી હોવાને કારણે પણ હોઠ ફાટી શકે છે.
- થાઈરોઈડની સમસ્યા: જો લાંબા સમય સુધી હોઠ સુકાઈ રહ્યા હોય, તો તે થાઈરોઈડનો સંકેત હોઈ શકે છે. આવા કિસ્સામાં ડોક્ટરની સલાહ લેવી જરૂરી છે.
- આયર્નની કમી: લોહીની ઉણપ અથવા એનીમિયાના લક્ષણ તરીકે પણ ફાટેલા હોઠ જોવા મળે છે.
- એલર્જી કે ઈન્ફેક્શન: ઘણીવાર કોઈ કોસ્મેટિક પ્રોડક્ટ કે ઈન્ફેક્શનને કારણે હોઠ પર બળતરા અને પપડી જામવાની સમસ્યા થાય છે.
સોફ્ટ હોઠ મેળવવાના સરળ ઉપાયો:
- પૂરતું પાણી પીવો: ઉનાળામાં શરીરમાં પાણીની કમી ન થવા દો. દિવસ દરમિયાન ઓછામાં ઓછું 8 થી 10 ગ્લાસ પાણી પીવાનું રાખો.
- એક્સફોલિએટ કરો: અઠવાડિયામાં બે વાર હોઠની ડેડ સ્કીન દૂર કરવી જરૂરી છે. આ માટે એક ચમચી ખાંડમાં મધ મિક્સ કરીને 2 મિનિટ સુધી હોઠ પર હળવા હાથે ઘસો. તેનાથી બ્લડ સર્ક્યુલેશન સુધરશે.
- નેચરલ ઓઈલથી મસાજ: રોજ રાત્રે સૂતા પહેલા નાળિયેર તેલથી હોઠ પર મસાજ કરો. તેમાં રહેલા કુદરતી ગુણો હોઠને અંદરથી પોષણ આપે છે.
- એલોવેરા જેલનો ઉપયોગ: જો લિપ બામથી ફાયદો ન થતો હોય, તો એલોવેરા જેલ લગાવો. તેને સીધું જ અથવા નાળિયેર તેલ સાથે મિક્સ કરીને લગાવી શકાય છે. રાત્રે સૂતી વખતે આ ઉપાય કરવાથી શ્રેષ્ઠ પરિણામ મળે છે.
Disclaimer: આ સમાચાર સામાન્ય માહિતી પર આધારિત છે. વધુ માહિતી માટે તમારા ડૉક્ટરની સલાહ લો.
ગજબ છે આ રેલવે સ્ટેશન! આખું વર્ષ રહે છે સુમસામ પણ વર્ષમાં માત્ર 2 જ વાર અહીં ઉભી રહે છે ટ્રેન, જાણો આ સ્ટેશન પાછળનો ચોંકાવનારો ઇતિહાસ