શું વાઈના હુમલા વારંવાર આવે છે? હોઈ શકે છે મગજમાં ગાંઠના લક્ષણ, જાણો શું છે સારવાર

|

Nov 17, 2023 | 6:21 PM

વાઇ મગજ સાથે જોડાયેલી બીમારી છે, પરંતુ આજે પણ લોકોમાં આ રોગ વિશે જાણકારીનો અભાવ જોવા મળે છે. દેશના ઘણા વિસ્તારોમાં વળગાડ દ્વારા વાઈના ઈલાજના પ્રયાસો કરવામાં આવે છે, પરંતુ ડૉક્ટરોનું કહેવું છે કે આ રીતે વાઈની સારવાર કરવી યોગ્ય નથી.

શું વાઈના હુમલા વારંવાર આવે છે? હોઈ શકે છે મગજમાં ગાંઠના લક્ષણ, જાણો શું છે સારવાર
Epilepsy

Follow us on

એપીલેપ્સી એટલે કે વાઈ આવવી કે હિન્દીમાં જેને મીર્ગી કહેવામાં આવે છે તે દાયકાઓ જૂનો રોગ છે, પરંતુ આજે પણ લોકોમાં આ રોગ વિશે માહિતીનો અભાવ છે. એપીલેપ્સી એ મગજ સંબંધિત રોગ છે. ઘણા સંશોધનો દર્શાવે છે કે જે લોકોને વારંવાર વાઈના હુમલા આવે છે તેમને મગજની ગાંઠો થવાનું જોખમ અનેક ગણું વધારે હોય છે.

ડોકટરો પણ કહે છે કે એપીલેપ્સીથી પીડિત દર્દીઓએ તેને સામાન્ય સમસ્યા ન ગણવી જોઈએ.જો સારવાર છતાં હુમલા ચાલુ રહે તો મગજનો એમઆરઆઈ કરાવવો જોઈએ.આ ટેસ્ટ મગજમાં ગાંઠ છે કે કેમ તેની માહિતી આપશે. જો ગાંઠ દેખાય છે, તો તેની સમયસર સારવાર કરી શકાય છે.જો વિલંબ થાય તો દર્દીના જીવને જોખમ હોઈ શકે છે. આવી સ્થિતિમાં, સમયસર પરીક્ષણ કરાવવું મહત્વપૂર્ણ છે.

ડોક્ટરોનું કહેવું છે કે એપિલેપ્સી હજુ પણ સામાન્ય સમસ્યા ગણાવાની લોકો ભુલ કરે છે. દેશના ઘણા વિસ્તારોમાં, આ રોગને દેશી પદ્ધતિઓ દ્વારા નિયંત્રિત કરવામાં આવે છે, પરંતુ આ યોગ્ય નથી. કારણ કે એપીલેપ્સી મગજ સંબંધિત રોગ છે. જેની સમયસર સારવાર જરૂરી છે. એપીલેપ્સીને ઘરેલું ઉપચાર કરતાં અદ્યતન સારવાર પદ્ધતિઓની જરૂર છે. આ રોગની સારવાર માટે પણ નવી ટેકનોલોજી આવી રહી છે. સાયબરનાઈફ રેડિયોસર્જરી એક એવી ટેકનિક છે જેની મદદથી આ રોગનો સફળતાપૂર્વક ઈલાજ કરી શકાય છે.

શું ભારત કોમનવેલ્થ ગેમ્સ 2026માં ભાગ નહીં લે?
શરીરમાં આયર્નની કમી હોય તો કેવા લક્ષણો જોવા મળે ?
સરફરાઝ ખાન બન્યો પિતા, જુઓ ફોટો
રોજ સવારે 1 કાચું આમળું ખાવાથી જાણો શું થાય છે?
માત્ર 20 રૂપિયામાં તમને મળશે સોના જેવો નિખાર, સ્કીન માટે વરદાન છે આ વસ્તુ
ગુલાબના છોડમાં નાખી દો આ વસ્તુ, ફુલોનો થશે ઢગલો

વાઈ અને મગજની ગાંઠો

આર્ટેમિસ હોસ્પિટલ ગુરુગ્રામના ન્યુરો સર્જરી વિભાગના ડાયરેક્ટર ડૉ. આદિત્ય ગુપ્તા કહે છે કે જે લોકોને એપિલેપ્ટિક હુમલા વધુ હોય છે, તે મગજની ગાંઠનું લક્ષણ હોઈ શકે છે. આ સમસ્યા કોઈપણ ઉંમરે થાય છે. આવી સ્થિતિમાં, જો પરિવારમાં કોઈ વાઈથી પીડિત હોય, તો તેના મગજના તમામ પરીક્ષણો થવા જોઈએ. તેની મદદથી બ્રેઈન ટ્યુમરને સમયસર શોધી શકાય છે.

સારવાર કેવી રીતે કરવામાં આવે છે?

ડો. આદિત્ય જણાવ્યા અનુસાર વાઈની સારવાર દવાઓથી થાય છે. જો કોઈને વાઈની સાથે મગજની ગાંઠ હોય તો તેના માટે સાઈબરનાઈફ રેડિયો સર્જરી કરવાવની સલાહ આપવામાં આવે છે. આ સર્જરીમાં કોઈ ચીરા કે કટની જરૂર નથી. આમાં, રેડિયેશન કિરણોનો ઉપયોગ કરીને ટ્યુમર વિસ્તારને નિશાન બનાવવામાં આવે છે.

આ એક ખૂબ જ ચોક્કસ પ્રક્રિયા છે. આ એક બિન-આક્રમક સર્જરી છે. જે ખાસ કરીને ગાંઠોનો નાશ કરે છે. મગજની ગાંઠ ધરાવતા એપીલેપ્સી દર્દીઓ માટે સાયબરનાઈફ રેડિયોસર્જરી એ એક સારો વિકલ્પ છે.

લોકોને જાગૃત કરવાની જરૂર છે

ડૉ. આદિત્ય સમજાવે છે કે એપીલેપ્સી મગજનો રોગ છે અને તેની સારવાર ઘરગથ્થુ પદ્ધતિઓથી થઈ શકતી નથી. લોકોએ આ રોગ વિશે જાગૃતિ રાખવી જરૂરી છે. મગજના સ્વાસ્થ્ય માટે જનજાગૃતિ વધારવી એ એક સારું પગલું હોઈ શકે છે. આ માટે દરેકે પ્રયત્નો કરવાની જરૂર છે.

નોંધ :સ્વાસ્થ્ય સંબંધીત કંઇ પણ અનુસરતા પહેલા આપ આપના તબીબ અથવા તજજ્ઞોની સલાહ ખાસ લેવી.

Next Article